મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. પુનર્નિયમ ૫:૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    યહોવાહ આપણા ઈશ્વરે હોરેબમાં આપણી સાથે કરાર કર્યો હતો.

  2. પુનર્નિયમ ૫:૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    યહોવાહે આપણા પિતૃઓ સાથે આ કરાર કર્યો નહિ પણ આપણી સાથે, એટલે કે આપણે બધા આજે અહીં હયાત છીએ તેઓની સાથે કર્યો.

  3. પુનર્નિયમ ૫:૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ યહોવાહ પર્વત પર તમારી સાથે અગ્નિજ્વાળામાંથી પ્રત્યક્ષ બોલ્યા હતા,

  4. પુનર્નિયમ ૫:૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તે સમયે યહોવાહનું વચન તમને સંભળાવવા હું તમારી અને યહોવાહની મધ્યે ઊભો રહ્યો હતો, કેમ કે, તમને અગ્નિથી ભય લાગતો હતો અને તમે પર્વત પર ગયા ન હતા. યહોવાહે કહ્યું.

  5. પુનર્નિયમ ૫:૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ ‘ગુલામીના ઘરમાંથી એટલે મિસર દેશમાંથી જ્યાં તમે ગુલામ તરીકે રહેતા હતા ત્યાંથી તમને બહાર કાઢી લાવનાર હું ઈશ્વર તારો યહોવાહ છું.

  6. પુનર્નિયમ ૫:૭આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ મારી સમક્ષ તારે કોઈ પણ અન્ય દેવો હોવા જોઈએ નહિ.

  7. પુનર્નિયમ ૫:૮આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તું પોતાના માટે કોતરેલી મૂર્તિની પ્રતિમા ન બનાવ, ઉપર આકાશમાંની કે નીચે પૃથ્વીમાંની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ પણ વસ્તુની પ્રતિમા ન બનાવ.

  8. પુનર્નિયમ ૫:૯આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તું તેઓની આગળ નમીશ નહિ કે તેઓની પૂજા કરીશ નહિ. કેમ કે, હું યહોવાહ, તમારો ઈશ્વર, ઈર્ષ્યાળુ ઈશ્વર છું. જેઓ મારો તિરસ્કાર કરે છે, તેઓની ત્રીજી ચોથી પેઢી સુધી પિતૃઓના અન્યાયની શિક્ષા સંતાનો પર લાવનાર,

  9. પુનર્નિયમ ૫:૧૦આશરે ઈ.પૂ. ૧૪૫૧

    અને જે લોકો મારા પર પ્રેમ રાખે છે અને મારી આજ્ઞાઓ પાળે છે, તેઓની હજારો પેઢી સુધી મારા કરાર અનુસાર તેઓના પર દયા દર્શાવનાર છું.

  10. પુનર્નિયમ ૫:૧૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તું યહોવાહ તારા ઈશ્વરનું નામ વ્યર્થ ન લે, કેમ કે, જે કોઈ યહોવાહનું નામ વ્યર્થ લે છે તેને તેઓ નિર્દોષ ગણશે નહિ.

  11. પુનર્નિયમ ૫:૧૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ યહોવાહ તારા ઈશ્વરે આજ્ઞા આપી તે મુજબ વિશ્રામવારના દિવસને પવિત્ર પાળવાને તું ધ્યાન રાખ.

  12. પુનર્નિયમ ૫:૧૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    છ દિવસ તું પરિશ્રમ કર અને તારું બધું કામ કર;

  13. પુનર્નિયમ ૫:૧૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    પણ સાતમો દિવસ યહોવાહ તારા ઈશ્વરનો વિશ્રામવાર છે. તેમાં તારે કોઈ પણ કામ કરવું નહિ, તું, તારો દીકરો કે તારી દીકરી, તારા દાસ કે તારી દાસી, તારો બળદ કે તારું ગધેડું કે તારું કોઈ અન્ય જાનવર, તારા દરવાજામાં વસતા કોઈ પણ પરદેશી આ દિવસે કશું કામ ન કરે. જેથી તારા દાસ કે દાસીઓને પણ તારી જેમ આરામ મળે.

  14. પુનર્નિયમ ૫:૧૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ યાદ રાખ કે મિસર દેશમાં તું દાસ હતો, ઈશ્વર તારા યહોવાહ તેમના પરાક્રમી હાથ વડે તથા અદ્દભુત શક્તિ વડે તને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા. તે માટે ઈશ્વર તારા યહોવાહે તને વિશ્રામવાર પાળવાની આજ્ઞા આપી છે તે તારે પાળવી.

  15. પુનર્નિયમ ૫:૧૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ ઈશ્વર તારા યહોવાહે તને જેમ આજ્ઞા આપી છે, તેમ તારા માતા અને પિતાનો આદર કર, કે જેથી ઈશ્વર તારા યહોવાહે તને જે દેશ આપ્યો છે તેમાં તારું આયુષ્ય લાંબુ થાય અને તારું ભલું થાય.

  16. પુનર્નિયમ ૫:૧૭આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તું હત્યા ન કર.

  17. પુનર્નિયમ ૫:૧૮આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તું વ્યભિચાર ન કર.

  18. પુનર્નિયમ ૫:૧૯આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તું ચોરી ન કર.

  19. પુનર્નિયમ ૫:૨૦આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર.

  20. પુનર્નિયમ ૫:૨૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ‘તું તારા પડોશીની પત્ની પર લોભ ન રાખ, તેમ જ તેના ઘર કે ખેતર, દાસ કે દાસી, પશુ, ગધેડું કે અન્ય જાનવર તારા પડોશીનું જે કંઈ હોય તે પર લોભ ન રાખ.’”

  21. પુનર્નિયમ ૫:૨૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ આ વચનો યહોવાહ પર્વત ઉપર અગ્નિજ્વાળા, વાદળ તથા ઘોર અંધકારની મધ્યેથી મોટા સાદે તમારી આખી સભા આગળ બોલ્યા; તેમાં તેમણે કંઈ પણ વધારો કર્યો નહિ. અને ઈશ્વરે મને તે આજ્ઞાઓ બે શિલાપાટીઓ ઉપર લખીને આપી.

  22. પુનર્નિયમ ૫:૨૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ પર્વત જયારે અગ્નિથી ભડભડ બળતો હતો, ત્યારે અંધકારમાંથી નીકળતી વાણી તમે સાંભળી. પછી એમ થયું કે, તમારાં કુળોના સર્વ આગેવાનો અને વડીલો મારી પાસે આવ્યા.

  23. પુનર્નિયમ ૫:૨૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તમે કહ્યું કે, જો ઈશ્વર આપણા યહોવાહે આપણને પોતાનું ગૌરવ તથા માહાત્મ્ય બતાવ્યું છે. અને અગ્નિ મધ્યેથી તેમની વાણી આપણે સાંભળી છે; આજે આપણે જોયું છે કે ઈશ્વર મનુષ્ય સાથે બોલે છે તેમ છતાં મનુષ્ય જીવતો રહે છે.

  24. પુનર્નિયમ ૫:૨૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તો હવે અમે શા માટે માર્યા જઈએ? કેમ કે આ મહાભયંકર અગ્નિ તો અમને ભસ્મ કરી નાખશે; જો અમે વધારે વાર અમારા ઈશ્વર યહોવાહની વાણી સાંભળીશું તો અમે માર્યા જઈશું.

  25. પુનર્નિયમ ૫:૨૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    પૃથ્વી પર એવો કયો માણસ છે કે જેણે જીવતા ઈશ્વરની વાણી અગ્નિ મધ્યેથી આપણી જેમ બોલતી સાંભળી હોય અને જીવતો રહ્યો હોય?