circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
આ કાળની કલમો
- યર્મિયા ૨૬:૮આશરે ઈ.પૂ. ૬૧૦
યહોવાહે સર્વ લોકની આગળ યર્મિયાને જે પ્રમાણે બોલવાની આજ્ઞા આપી હતી તે સર્વ મુજબ કહેવાનું યર્મિયાએ જ્યારે પૂરું કર્યુ કે તરત જ યાજકોએ, પ્રબોધકોએ અને બધા લોકોએ, તેને પકડ્યો અને કહ્યું, “તું જરૂર મૃત્યુ પામીશ!
- યર્મિયા ૨૬:૯આશરે ઈ.પૂ. ૬૧૦
તેં શા માટે યહોવાહના નામે એવી ભવિષ્યવાણી ઉચ્ચારી કે, આ સભાસ્થાનની હાલત શીલો જેવી થશે અને આ શહેર વેરાન અને વસ્તી વગરનું થઈ જશે?” પછી સર્વ લોકો યહોવાહના ઘરમાં યર્મિયાની પાસે એકઠા થયા.
- યર્મિયા ૨૬:૧૦આશરે ઈ.પૂ. ૬૧૦
¶ આ સાંભળીને યહૂદિયાના ઉચ્ચ અધિકારીઓ રાજાના મહેલમાંથી મંદિરમાં પહોંચી ગયા અને યહોવાહના ભક્તિસ્થાનના નવા પ્રવેશદ્વાર આગળ બેસી ગયા.
- યર્મિયા ૨૬:૧૧આશરે ઈ.પૂ. ૬૧૦
પછી યાજકોએ અને પ્રબોધકોએ, અધિકારીઓને અને સર્વ લોકોને કહ્યું કે, “આ માણસને મૃત્યુદંડની સજા થવી જોઈએ, કેમ કે તેણે આ નગરની વિરુદ્ધ ભવિષ્યવાણી ઉચ્ચારી છે જેમ તમે બધાએ તમારા પોતાના કાને સાંભળી છે!”
- યર્મિયા ૨૬:૧૨આશરે ઈ.પૂ. ૬૧૦
ત્યારે યર્મિયાએ સર્વ અધિકારીઓને અને સર્વ લોકોને કહ્યું કે, “આ નગર તથા સભાસ્થાનની વિરુદ્ધ ભવિષ્યવાણી જે તમે સાંભળી છે તે કહેવા માટે યહોવાહે મને મોકલ્યો છે.
- યર્મિયા ૨૬:૧૩આશરે ઈ.પૂ. ૬૧૦
¶ માટે હવે, તમારાં આચરણ અને કૃત્યો સુધારો અને તમારા ઈશ્વર યહોવાહનું કહ્યું સાંભળો, તો કદાચ તમારા પર જે વિપત્તિ લાવવા યહોવાહ બોલ્યા છે તે વિષે તેઓ પશ્ચાતાપ કરે.
- યર્મિયા ૨૬:૧૪આશરે ઈ.પૂ. ૬૧૦
પણ જુઓ, હું તો તમારા હાથમાં છું. તમને જે યોગ્ય અને સારું લાગે તે મને કરો.
- યર્મિયા ૨૬:૧૫આશરે ઈ.પૂ. ૬૧૦
પણ એટલું ખાતરીથી માનજો કે જો તમે મને મારી નાખશો, તો તમે આ નગર અને તેના બધા વતનીઓ એક નિર્દોષ માણસના પ્રાણ લેવાના બદલ અપરાધી ઠરશો. કેમ કે ખરેખર યહોવાહે મને આ બધું તમને કહી સંભળાવવા મોકલ્યો છે.”
- યર્મિયા ૨૬:૧૬આશરે ઈ.પૂ. ૬૧૦
¶ ત્યારે અધિકારીઓએ અને લોકોએ યાજકોને અને પ્રબોધકોને કહ્યું, “આ માણસ મૃત્યુદંડને પાત્ર નથી. કેમ કે તે આપણા ઈશ્વર યહોવાહને નામે બોલ્યો છે.”
- યર્મિયા ૨૬:૧૭આશરે ઈ.પૂ. ૬૧૦
પછી દેશના વડીલોમાંના માણસો ઊભા થયા અને આખી સભાને સંબોધીને.
- યર્મિયા ૨૬:૧૮આશરે ઈ.પૂ. ૬૧૦
¶ તેઓએ કહ્યું, “યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં મીખાહ મોરાશ્તી ઈશ્વરનાં વચન કહેતો હતો અને તેણે યહૂદિયાના સર્વ લોકોને કહ્યું કે સૈન્યોના યહોવાહ કહે છે કે; “સિયોન ખેતરની જેમ ખેડાઈ જશે અને યરુશાલેમ ખંડેરનો ઢગલો થઈ જશે. અને સભાસ્થાનનો પર્વત વનનાં ઉચ્ચસ્થાન જેવો થશે.”
- યર્મિયા ૨૬:૧૯આશરે ઈ.પૂ. ૬૧૦
ત્યારે યહૂદિયાના રાજા હિઝિક્યા અને યહૂદિયાના બધા લોકોએ આ માટે તેને મારી નાખ્યો હતો કે? શું તેને યહોવાહનો ડર નહોતો? વળી તેણે મહેરબાની રાખવાને યહોવાહને વિનંતી કરી નહોતી? આને કારણે યહોવાહ તેઓના પર જે વિપત્તિ લાવવાને બોલ્યા હતા, તે વિષે તેમને પશ્ચાતાપ થયો. જો આપણે યર્મિયાને મોતની સજાને પાત્ર ઠરાવીએ તો શું આપણે જ આપણા પર મોટી આફત નહિ નોતરીએ?”
- યર્મિયા ૨૬:૨૦આશરે ઈ.પૂ. ૬૧૦
¶ વળી કિર્યાથ-યારીમનો એક વતની એટલે શમાયાનો દીકરો ઉરિયા, યહોવાહને નામે ભવિષ્ય કહેતો હતો. તેણે આ નગર તથા દેશની વિરુદ્ધ યર્મિયાનાં સર્વ વચનો પ્રમાણે ભવિષ્ય કહ્યું.
- યર્મિયા ૨૬:૨૧આશરે ઈ.પૂ. ૬૧૦
પણ જ્યારે યહોયાકીમ રાજાએ તથા તેના બધા સૈનિકો અને અધિકારીઓએ તે વચનો સાંભળ્યાં ત્યારે રાજાએ તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ જ્યારે ઉરિયાને તેની ખબર પડી ત્યારે ભયભીત થઈ મિસર નાસી ગયો.
- યર્મિયા ૨૬:૨૨આશરે ઈ.પૂ. ૬૧૦
¶ ત્યારે યહોયાકીમ રાજાએ આખ્બોરના દીકરા એલ્નાથાનને અને તેની સાથે કેટલાંક માણસોને મિસરમાં મોકલ્યા.
- યર્મિયા ૨૬:૨૩આશરે ઈ.પૂ. ૬૧૦
તેઓ ઉરિયાને મિસરમાંથી પકડીને યહોયાકીમ રાજાની હજૂરમાં લઈ આવ્યા અને તેણે તેને મારી નંખાવ્યો અને તેના મૃતદેહને હલકા કહેવાતા લોકોના કબ્રસ્તાનમાં નાખી દીધો.
- યર્મિયા ૨૬:૨૪આશરે ઈ.પૂ. ૬૧૦
પરંતુ શાફાનના દીકરા અહિકામે યર્મિયાનો પક્ષ લીધો તેથી તેને મારી નાખવા સારુ લોકોના હાથમાં સોંપવામાં આવ્યો નહિ.
- યર્મિયા ૨૭:૧આશરે ઈ.પૂ. ૫૯૫
¶ યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમની કારકિર્દીના આરંભમાં યર્મિયાની પાસે આ વચન યહોવાહની પાસેથી આવ્યું,
- યર્મિયા ૨૭:૨આશરે ઈ.પૂ. ૫૯૫
યહોવાહે આ મુજબ મને કહ્યું કે; તું તારે માટે બંધનો તથા ઝૂંસરીઓ બનાવીને તે તારી ગરદન પર મૂક.
- યર્મિયા ૨૭:૩આશરે ઈ.પૂ. ૫૯૫
અને યરુશાલેમમાં યહૂદિયાના રાજા સિદકિયાની પાસે જે ખેપિયાઓ આવે છે. તેઓની હસ્તક અદોમના રાજા પાસે, મોઆબના રાજા પાસે, આમ્મોનીઓના રાજા પાસે, તૂર અને સિદોનના રાજાઓ પાસે તે મોકલ.
- યર્મિયા ૨૭:૪આશરે ઈ.પૂ. ૫૯૫
તેઓને આજ્ઞા કર કે, તમે જઈને તમારા માલિકોને કહો કે, સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે; “આ વચન તમારે તમારા માલિકોને કહેવું.
- યર્મિયા ૨૭:૫આશરે ઈ.પૂ. ૫૯૫
¶ ‘મેં મારા મહાન સામર્થ્ય અને શક્તિથી પૃથ્વી અને તેના પર વસતાં માણસો અને પશુઓને ઉત્પન્ન કર્યાં છે અને હું ચાહું તેને તે આપી શકું છું.
- યર્મિયા ૨૭:૬આશરે ઈ.પૂ. ૫૯૫
તેથી હવે, તમારા સર્વ દેશો મેં બાબિલના રાજા, મારા સેવક, નબૂખાદનેસ્સારને સોંપ્યા છે. વળી, જંગલનાં પશુઓ પણ તેની સેવા કરવા મેં આપ્યાં છે.
- યર્મિયા ૨૭:૭આશરે ઈ.પૂ. ૫૯૫
તેના દેશને માટે નિર્માણ થયેલ સમય આવે ત્યાં સુધી બધી પ્રજાઓ તેની અને તેના દીકરાની અને તેના દીકરાના દીકરાની સેવા કરશે. ત્યારે બળવાન પ્રજાઓ અને મહાન રાજાઓ તેની પાસે સેવા કરાવશે.
- યર્મિયા ૨૭:૮આશરે ઈ.પૂ. ૫૯૫
¶ વળી જે પ્રજા અને રાજ્ય તેની એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારની સેવા કરશે નહિ. અને પોતાની ગરદન પર બાબિલના રાજાની ઝૂંસરી નહિ મૂકશે. તે પ્રજાને હું તેને હાથે નષ્ટ કરું ત્યાં સુધી તલવાર, દુકાળ અને મરકી મોકલીને તેને હું શિક્ષા કરીશ.’ એવું યહોવાહ કહે છે. જેથી અંતે તે બાબિલના હાથમાં સોંપાઈ જાય.