circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
આ કાળની કલમો
- યર્મિયા ૨૭:૯આશરે ઈ.પૂ. ૫૯૫
¶ માટે તમે તમારા પ્રબોધકો, જોશીઓ, તમારા સ્વપ્ન જોનારાઓ, ભૂવાઓ અને જંતરમંતર કરનારાઓ જેઓ તમને કહે કે, ‘તમે બાબિલના રાજાની સેવા કરશો નહિ.’ તો તેની તરફ ધ્યાન ના આપશો.
- યર્મિયા ૨૭:૧૦આશરે ઈ.પૂ. ૫૯૫
કેમ કે તમને તમારા વતનમાંથી દૂર કરવા માટે હું તમને તમારી ભૂમિમાથી હાંકી કાઢું અને તમે નાશ પામો તે માટે તેઓ તમને ખોટું ભવિષ્ય કહે છે.
- યર્મિયા ૨૭:૧૧આશરે ઈ.પૂ. ૫૯૫
પણ જો કોઈ પ્રજા બાબિલના રાજાની ઝૂંસરી ગરદન પર મૂકશે અને તેના દાસ થશે, તો હું તેને પોતાની ભૂમિમાં રહેવા દઈશ.’ તેઓ ત્યાં ખેતી કરશે અને વસશે. એમ યહોવાહ કહે છે.”
- યર્મિયા ૨૭:૧૨આશરે ઈ.પૂ. ૫૯૫
¶ તેથી મેં યહૂદિયાના રાજા સિદકિયાને આ બધી બાબતો કહી કે; “તમે તમારી ગરદનો પર બાબિલના રાજાની ઝૂંસરી મૂકશો તો તમે જીવતા રહેશો.
- યર્મિયા ૨૭:૧૩આશરે ઈ.પૂ. ૫૯૫
જે પ્રજા બાબિલના રાજાની સેવા ન કરે તેના વિષે યહોવાહ બોલ્યા છે. તે પ્રમાણે તમે એટલે તું તથા તારી પ્રજા તલવાર, દુકાળ અને મરકીથી શા માટે મરો?
- યર્મિયા ૨૭:૧૪આશરે ઈ.પૂ. ૫૯૫
¶ જે પ્રબોધકો તમને એમ કહે છે કે, ‘તમે બાબિલના રાજાની સેવા કરશો નહિ,’ તેમની વાત તમારે સાંભળવી નહિ. તેઓ તમને ખોટું ભવિષ્ય કહે છે.
- યર્મિયા ૨૭:૧૫આશરે ઈ.પૂ. ૫૯૫
કેમ કે યહોવાહ કહે છે કે, મેં તેમને મોકલ્યા નથી.” “તોપણ તેઓ મારા નામે તમને જૂઠું ભવિષ્ય કહે છે જેથી હું તમને આ દેશમાંથી નસાડી મૂકું અને જે પ્રબોધકો ખોટું ભવિષ્ય કહે છે તે પ્રબોધકો સાથે તમે નાશ પામો.”
- યર્મિયા ૨૭:૧૬આશરે ઈ.પૂ. ૫૯૫
¶ વળી મેં યાજકો અને બધા લોકોને કહ્યું કે, યહોવાહ આ પ્રમાણે કહે છે કે; જે પ્રબોધકો તમને એમ કહે છે કે, ‘જુઓ, યહોવાહના ભક્તિસ્થાનનાં પાત્રો થોડા જ વખતમાં બાબિલમાંથી જલદી પાછા લાવવામાં આવશે તેમની વાત તમે સાંભળશો નહિ. તેઓ તમને જૂઠું ભવિષ્ય કહે છે.’
- યર્મિયા ૨૭:૧૭આશરે ઈ.પૂ. ૫૯૫
તેઓનું કહેવું તમે સાંભળશો નહિ. બાબિલના રાજાની શરણાગતિ સ્વીકારશો તો તમે જીવતા રહેશો, શા માટે આખું નગર ઉજ્જડ થાય?
- યર્મિયા ૨૭:૧૮આશરે ઈ.પૂ. ૫૯૫
પણ જો તેઓ સાચા પ્રબોધકો હોય અને જો સાચે જ યહોવાહનું વચન તેઓની પાસે આવ્યું હોય, તો યહોવાહના ઘરમાં, યહૂદિયાના રાજાના મહેલમાં અને યરુશાલેમમાં બાકી રહેલાં પાત્રો બાબિલ ન લઈ જાય તે માટે તેઓએ સૈન્યના યહોવાહને વિનંતી કરવી.’”
- યર્મિયા ૨૭:૧૯આશરે ઈ.પૂ. ૫૯૫
¶ તેથી સૈન્યોના યહોવાહ આ વિષે કહે છે કે, સ્થંભ, સમુદ્ર, પાયા તથા પાત્રો તે લઈ ગયો નહિ, પણ આ નગરમાં હજી રહેલાં છે.
- યર્મિયા ૨૭:૨૦આશરે ઈ.પૂ. ૫૯૫
પણ બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના રાજા યહોયાકીમના દીકરા યકોન્યાને તથા યહૂદિયાના તેમ જ યરુશાલેમના સર્વ કુલીન લોકોને યરુશાલેમમાંથી બાબિલમાં બંદીવાસમાં લઈ ગયો.
- યર્મિયા ૨૭:૨૧આશરે ઈ.પૂ. ૫૯૫
¶ જે પાત્રો યહોવાહના ઘરમાં, યહૂદિયાના રાજાના મહેલમાં તથા યરુશાલેમમાં હજુ રહેલાં છે, તેના વિષે ઇઝરાયલના ઈશ્વર સૈન્યોના યહોવાહ કહે છે કે,
- યર્મિયા ૨૭:૨૨આશરે ઈ.પૂ. ૫૯૫
‘તેઓને બાબિલમાં લઈ જવામાં આવશે અને હું જ્યાં સુધી તેઓ પર ધ્યાન નહિ આપું ત્યાં સુધી તેઓ ત્યાં જ રહેશે.’ એમ યહોવાહ કહે છે. ‘પછી હું તેઓને લાવીને આ સ્થળે મૂકીશ.’”
- યર્મિયા ૨૮:૧આશરે ઈ.પૂ. ૫૯૫
¶ વળી તે જ વર્ષે યહૂદિયાના રાજા સિદકિયાના શાસનકાળના શરૂઆતમાં ચોથા વર્ષના પાંચમા મહિનામાં ગિબ્યોનના વતની આઝઝુરના દીકરા હનાન્યા પ્રબોધકે યહોવાહના ઘરમાં યાજકો અને બધા લોકોની હાજરીમાં કહ્યું કે,
- યર્મિયા ૨૮:૨આશરે ઈ.પૂ. ૫૯૫
“સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે; ‘બાબિલના રાજાની ઝૂંસરીં મેં તારા પરથી હઠાવી લીધી છે.
- યર્મિયા ૨૮:૩આશરે ઈ.પૂ. ૫૯૫
¶ બે વર્ષની અંદર હું બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહોવાહના ભક્તિસ્થાનનાં પાત્રો આ સ્થળેથી લૂંટીને બાબિલ લઈ ગયો હતો તે સર્વ પાત્રો અહીં હું પાછા લાવીશ.
- યર્મિયા ૨૮:૪આશરે ઈ.પૂ. ૫૯૫
તેમ જ હું યહૂદિયાના રાજા યહોયાકીમના દીકરા યકોન્યાને તેમ જ બાબિલમાં બંદીવાસમાં ગયેલા યહૂદિયાના બધા લોકોને હું આ સ્થળે પાછા લાવીશ, ‘કેમ કે હું બાબિલના રાજાની ઝૂંસરી ભાગી નાખીશ.” એવું યહોવાહ કહે છે.
- યર્મિયા ૨૮:૫આશરે ઈ.પૂ. ૫૯૫
¶ ત્યારે જે યાજકો અને લોકો યહોવાહના ઘરમાં ઊભા રહેલા હતા તે સર્વની સમક્ષ યર્મિયા પ્રબોધકે હનાન્યા પ્રબોધકને જવાબ આપ્યો.
- યર્મિયા ૨૮:૬આશરે ઈ.પૂ. ૫૯૫
યર્મિયા પ્રબોધકે કહ્યું કે, “હા આમીન! યહોવાહ એ પ્રમાણે કરો. અને યહોવાહના ભક્તિસ્થાનનાં પાત્રો તથા જેઓ બંદીવાસમાં ગયા છે. તે બધા લોકોને બાબિલમાંથી આ સ્થળે પાછા લાવીને, ભવિષ્યનાં તમારાં જે વચનો તમે કહ્યાં છે તે પૂરાં કરો.
- યર્મિયા ૨૮:૭આશરે ઈ.પૂ. ૫૯૫
તેમ છતાં જે વચન હું તમારા કાનોમાં અને આ સર્વ લોકોના કાનોમાં કહું છે તે સાંભળો.
- યર્મિયા ૨૮:૮આશરે ઈ.પૂ. ૫૯૫
¶ તારા અને મારા પહેલાં થઈ ગયેલા પ્રાચીન પ્રબોધકોએ ઘણાં દેશો વિરુદ્ધ પ્રબોધ કર્યો હતો. અને મોટા રાજ્યોની વિરુદ્ધ યુદ્ધ, દુકાળ તથા મરકી વિષે ભવિષ્ય કહ્યું હતું.
- યર્મિયા ૨૮:૯આશરે ઈ.પૂ. ૫૯૫
જે પ્રબોધક સુખ અને શાંતિ વિષે ભવિષ્ય કરે છે અને તેના શબ્દો ખરા છે, ત્યારે જ તે યહોવાહે મોકલેલો પ્રબોધક છે એમ જણાશે.”
- યર્મિયા ૨૮:૧૦આશરે ઈ.પૂ. ૫૯૫
¶ પછી હનાન્યા પ્રબોધકે યર્મિયાની ગરદન પર મૂકેલી ઝૂંસરી લઈ અને તેને ભાંગી નાખી.
- યર્મિયા ૨૮:૧૧આશરે ઈ.પૂ. ૫૯૫
હનાન્યાએ બધા લોકો સમક્ષ કહ્યું, “યહોવાહ આ પ્રમાણે કહે છે કે; ‘આ પ્રમાણે બે વર્ષ પછી હું બાબિલના રાજા નબૂખાદનેસ્સારની ઝૂંસરી બધી પ્રજાઓની ગરદન પરથી ભાંગી નાખીશ.’ એ પછી યર્મિયા પ્રબોધક પોતાને રસ્તે ચાલ્યો ગયો.”