circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
આ કાળની કલમો
- યર્મિયા ૨૯:૨૦આશરે ઈ.પૂ. ૫૯૯
¶ માટે યરુશાલેમમાંથી જે બંદીવાનો મેં બાબિલ મોકલ્યા છે તે તમે સર્વ યહોવાહના વચનો સાંભળો.
- યર્મિયા ૨૯:૨૧આશરે ઈ.પૂ. ૫૯૯
¶ સૈન્યો યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે; કોલાયાનો દીકરો આહાબ અને માસેયાનો દીકરો સિદકિયા જેણે તમને મારા નામે ખોટી રીતે ભવિષ્ય ભાખ્યું હતું તેઓના માટે આમ કહે છે. જુઓ, તેઓનો જાહેરમાં શિરચ્છેદ થાય માટે હું તેઓને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપીશ. અને તે તમારા દેખતાં તેઓને મારી નાખશે.
- યર્મિયા ૨૯:૨૨આશરે ઈ.પૂ. ૫૯૯
¶ અને તેઓ પરથી સિદકિયા અને આહાબને બાબિલના રાજાએ જીવતા બાળી મૂક્યા, ‘તેઓના જેવા યહોવાહ તારા હાલ કરો,’ એવો શાપ યહૂદિયાના જે બંદીવાનો બાબીલમાં છે તેઓ સર્વ આપશે.’
- યર્મિયા ૨૯:૨૩આશરે ઈ.પૂ. ૫૯૯
કેમ કે તેઓએ ઇઝરાયલમાં મોટી મૂર્ખામી કરી છે. તેઓએ પોતાના પડોશીઓની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કર્યો છે અને મારા નામે જૂઠાણું પ્રગટ કર્યું હું એ વાતો જાણું છું; અને સાક્ષી છું.” એમ યહોવાહ કહે છે.
- યર્મિયા ૨૯:૨૪આશરે ઈ.પૂ. ૫૯૯
¶ શમાયા નેહેલામીને તું કહેજે કે;
- યર્મિયા ૨૯:૨૫આશરે ઈ.પૂ. ૫૯૯
સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; તેં તારે પોતાને નામે યરુશાલેમના સર્વ લોકો ઉપર માસેયાના દીકરા સફાન્યા યાજક અને બધા યાજકો પર પત્ર લખી કહેડાવ્યું કે,
- યર્મિયા ૨૯:૨૬આશરે ઈ.પૂ. ૫૯૯
“યહોવાહે યાજક યહોયાદાને સ્થાને તને યાજક નીમ્યો છે કે જેથી તમે યહોવાહના ભક્તિસ્થાનના અધિકારી થાઓ. અને જે કોઈ માણસ ઘેલો છતાં પોતાને પ્રબોધક તરીકે કહેવડાવતો હોય તેને તું બેડી પહેરાવી કેદમાં નાખ.
- યર્મિયા ૨૯:૨૭આશરે ઈ.પૂ. ૫૯૯
¶ તો પછી અનાથોથી યર્મિયા જે તમારી આગળ પોતાને પ્રબોધક મનાવે છે તેને ઠપકો કેમ નથી આપતા?
- યર્મિયા ૨૯:૨૮આશરે ઈ.પૂ. ૫૯૯
કેમ કે બાબિલમાં તેણે અમારા પર સંદેશો મોકલ્યો કે, ‘અમારો બંદીવાસ લાંબા સમય સુધીનો છે. તમે ઘર બનાવી અહીં વસો અને વાડીઓ રોપીને તેના ફળો ખાઓ.’
- યર્મિયા ૨૯:૨૯આશરે ઈ.પૂ. ૫૯૯
સફાન્યા યાજકે આ પત્ર યર્મિયા પ્રબોધકને વાંચી સંભળાવ્યો.
- યર્મિયા ૨૯:૩૦આશરે ઈ.પૂ. ૫૯૯
¶ ત્યારે યહોવાહનું વચન યર્મિયા પાસે આ પ્રમાણે આવ્યું કે;
- યર્મિયા ૨૯:૩૧આશરે ઈ.પૂ. ૫૯૯
“સર્વ બંદીવાનો ઉપર સંદેશો મોકલાવી અને કહે કે, શામાયા નેહેલામી વિષે યહોવાહ આ પ્રમાણે કહે છે; શમાયાએ મારા મોકલ્યા વગર તમને ભવિષ્ય કહ્યું છે. અને તેણે જૂઠી વાત પર તમારી પાસે વિશ્વાસ કરાવ્યો છે,
- યર્મિયા ૨૯:૩૨આશરે ઈ.પૂ. ૫૯૯
માટે યહોવાહ કહે છે કે; જુઓ, હું શમાયા નેહેલામીને અને તેના સંતાનોને શિક્ષા કરીશ, તેના વંશજોમાંથી કોઈ આ પ્રજામાં વસવા પામશે નહિ અને મારા લોકનું જે હિત કરીશ તે જોવા પામશે નહિ.’ ‘કેમ કે તેણે યહોવાહની વિરુદ્ધ બંડ કર્યું છે એવું યહોવાહ કહે છે.’”
- યર્મિયા ૩૦:૧આશરે ઈ.પૂ. ૬૦૬
¶ યહોવાહ તરફથી જે વચન યર્મિયાની પાસે આવ્યું તે એ છે કે,
- યર્મિયા ૩૦:૨આશરે ઈ.પૂ. ૬૦૬
યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘મેં તને જે જે કહ્યું છે તે બધું એક પુસ્તકમાં લખી લે.
- યર્મિયા ૩૦:૩આશરે ઈ.પૂ. ૬૦૬
માટે જુઓ, જો એવો સમય આવી રહ્યો છે કે, ‘જ્યારે હું મારા લોકોનો એટલે ઇઝરાયલ અને યહૂદિયાનો બંદીવાસ ફેરવી નાખીશ. તેઓના પિતૃઓને જે ભૂમિ આપી હતી તેમાં હું તેઓને પાછા લાવીશ. તેઓ તેનું વતન પ્રાપ્ત કરશે. એવું યહોવાહ કહે છે.”
- યર્મિયા ૩૦:૪આશરે ઈ.પૂ. ૬૦૬
¶ જે વચનો યહોવાહ ઇઝરાયલ અને યહૂદિયાના લોક વિષે કહે છે તે આ છે;
- યર્મિયા ૩૦:૫આશરે ઈ.પૂ. ૬૦૬
“તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે; અમે કંપારી આવે એવો અવાજ સાંભળ્યો છે તે શાંતિનો નહિ પણ ભયનો અવાજ છે.
- યર્મિયા ૩૦:૬આશરે ઈ.પૂ. ૬૦૬
તમારી જાતને પૂછો કે શું કોઈ પુરુષને પ્રસવવેદના થાય? પ્રસૂતાની જેમ દરેક પુરુષને પોતાના હાથથી કમરે દાબતો મેં જોયો છે, એનું કારણ શું હશે? વળી બધાના ચહેરા કેમ ફિક્કા પડી ગયા છે?
- યર્મિયા ૩૦:૭આશરે ઈ.પૂ. ૬૦૬
અરેરે! એ ભયંકર દિવસ આવી રહ્યો છે! એના જેવો દિવસ કદી ઊગ્યો નથી, તે તો યાકૂબના સંકટનો દિવસ છે. પણ તે તેમાંથી બચશે.
- યર્મિયા ૩૦:૮આશરે ઈ.પૂ. ૬૦૬
¶ સૈન્યોના યહોવાહ કહે છે કે; ‘તે દિવસે હું તેઓની ગરદન ઉપરની ઝૂંસરી ભાંગી નાખીશ. અને તેઓનાં બંધન તોડી નાખીશ. પરદેશીઓ ફરી કદી એમની પાસે સેવા નહિ કરાવે.
- યર્મિયા ૩૦:૯આશરે ઈ.પૂ. ૬૦૬
તેઓ પોતાના ઈશ્વર યહોવાહની સેવા કરશે. અને તેઓને માટે તેઓના રાજા તરીકે હું દાઉદને રાજા બનાવનાર છું. તેની સેવા તેઓ કરશે.
- યર્મિયા ૩૦:૧૦આશરે ઈ.પૂ. ૬૦૬
તેથી તમે, યાકૂબના વંશજો, મારા સેવકો ગભરાશો નહિ. એમ યહોવાહ કહે છે. હે ઇઝરાયલ તારે ભય રાખવાની જરૂર નથી. માટે જુઓ, હું તમને અને તમારા વંશજોને તમે જ્યાં બંદી છો તે દૂરના દેશમાંથી છોડાવી લાવીશ. યાકૂબ પાછો આવશે અને શાંતિપૂર્વક રહેવા પામશે; તે સુરક્ષિત હશે અને કોઈ તમને ડરાવશે નહિ,
- યર્મિયા ૩૦:૧૧આશરે ઈ.પૂ. ૬૦૬
કેમ કે યહોવાહ કહે છે હું તમને બચાવવા સારુ તમારી સાથે છું’ અને તમને જે પ્રજાઓમાં મેં વિખેરી નાખ્યા છે તે લોકોનો પણ હું સંપૂર્ણ રીતે વિનાશ કરીશ. તોપણ હું તમારો વિનાશ કરીશ નહિ, હું તમને ન્યાયની રૂએ શિક્ષા કરીશ અને નિશ્ચે તને શિક્ષા કર્યા વગર જવા દઈશ નહિ.’
- યર્મિયા ૩૦:૧૨આશરે ઈ.પૂ. ૬૦૬
યહોવાહ આ પ્રમાણે કહે છે કે; ‘તારો ઘા રૂઝાય એવો નથી; તારો ઘા જીવલેણ છે.