circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
આ કાળની કલમો
- ફિલિપ્પીઓને પત્ર ૩:૧૦આશરે ઈ.સ. ૬૪
એ માટે કે હું તેમને તથા મૃત્યુમાંથી તેમના મરણોત્થાનના પરાક્રમને સમજું તથા તેમના દુઃખોમાં સહભાગી થાઉં; એટલે કે તેમના મૃત્યુને અનુરૂપ થાઉં,
- ફિલિપ્પીઓને પત્ર ૩:૧૧આશરે ઈ.સ. ૬૪
કે હું કોઈ પણ રીતે મૃત્યુ પામેલાંઓના મરણોત્થાનને પહોંચું.
- ફિલિપ્પીઓને પત્ર ૩:૧૨આશરે ઈ.સ. ૬૪
¶ હજી સુધી હું બધું સંપાદન કરી ચૂક્યો કે સંપૂર્ણ થયો છું એમ નહિ, પણ હું સતત આગળ ધસું છું, કે જે હેતુથી ખ્રિસ્તે મને તેડી લીધો છે તેને સિદ્ધ કરું.
- ફિલિપ્પીઓને પત્ર ૩:૧૩આશરે ઈ.સ. ૬૪
ભાઈઓ, મેં સિદ્ધ કરી લીધું છે એમ હું ગણતો નથી, પણ એક કામ હું કરું છું કે, જે પાછળ છે તેને વીસરીને તથા જે આગળ છે તેની તરફ ઘસીને,
- ફિલિપ્પીઓને પત્ર ૩:૧૪આશરે ઈ.સ. ૬૪
ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે, ધ્યેય તરફ આગળ વધું છું.
- ફિલિપ્પીઓને પત્ર ૩:૧૫આશરે ઈ.સ. ૬૪
¶ માટે આપણામાંના જેટલાં પૂર્ણ છે, તેટલાંએ એવી જ મનોવૃત્તિ રાખવી; જો કોઈ બાબત વિષે તમે બીજી મનોવૃત્તિ રાખો, તો ઈશ્વર એ બાબત પણ તમને પ્રગટ કરશે.
- ફિલિપ્પીઓને પત્ર ૩:૧૬આશરે ઈ.સ. ૬૪
તોપણ જે કક્ષા સુધી આપણે પહોંચ્યા છીએ, તે જ ધોરણે આપણે ચાલવું જોઈએ.
- ફિલિપ્પીઓને પત્ર ૩:૧૭આશરે ઈ.સ. ૬૪
¶ ભાઈઓ, મને અનુસરો, અમે જે નમૂનો તમને આપીએ છીએ તે પ્રમાણે જેઓ ચાલે છે તેઓ પર લક્ષ રાખો.
- ફિલિપ્પીઓને પત્ર ૩:૧૮આશરે ઈ.સ. ૬૪
કેમ કે ઘણાં એવી રીતે વર્તનારા છે, કે જેઓ વિષે મેં તમને વારંવાર કહ્યું, અને હમણાં પણ રડતાં રડતાં કહું છું કે, ‘તેઓ ખ્રિસ્તનાં વધસ્તંભના શત્રુઓ છે.
- ફિલિપ્પીઓને પત્ર ૩:૧૯આશરે ઈ.સ. ૬૪
વિનાશ તેઓનો અંત, પેટ તેઓનો દેવ અને નિર્લજ્જતા તેઓનું ગૌરવ છે, તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે.
- ફિલિપ્પીઓને પત્ર ૩:૨૦આશરે ઈ.સ. ૬૪
¶ પણ આપણા માટે તો, ‘આપણી નાગરિકતા સ્વર્ગમાં છે, ત્યાંથી પણ આપણે ઉદ્ધારકર્તા એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છીએ.
- ફિલિપ્પીઓને પત્ર ૩:૨૧આશરે ઈ.સ. ૬૪
તે, જે સામર્થ્યથી બધાને પોતાને આધીન કરી શકે છે, તે પ્રમાણે આપણી દીનાવસ્થામાંનાં શરીરને એવું રૂપાંતર કરશે, કે તે તેમના મહિમાવાન શરીરનાં જેવું થાય.’”
- ફિલિપ્પીઓને પત્ર ૪:૧આશરે ઈ.સ. ૬૪
¶ એ માટે, મારા પ્રિય અને જેમને ઝંખું છું તેવા ભાઈઓ, મારા આનંદ તથા મુગટરૂપ, તેવી જ રીતે પ્રભુ પ્રત્યેના વિશ્વાસમાં સ્થિર રહો, મારા પ્રિય ભાઈઓ.
- ફિલિપ્પીઓને પત્ર ૪:૨આશરે ઈ.સ. ૬૪
¶ યુઓદિયાને બોધ કરું છું તથા સુન્તેખેને બોધ કરું છું કે એ, તેઓ બંને પ્રભુમાં એક ચિત્તની થાય.
- ફિલિપ્પીઓને પત્ર ૪:૩આશરે ઈ.સ. ૬૪
વળી મારા ખરા જોડીદાર, હું તને વિનંતી કરું છું કે તું એ બહેનોની મદદ કરજે, કારણ કે તેઓએ મારી સાથે તથા કલેમેન્ટની સાથે તથા બીજા મારા સહ કાર્યકર્તાઓ જેઓનાં નામ જીવનનાં પુસ્તકમાં છે તેઓની સાથે સુવાર્તા પ્રચારના કાર્યમાં પુષ્કળ મહેનત કરી છે.
- ફિલિપ્પીઓને પત્ર ૪:૪આશરે ઈ.સ. ૬૪
¶ પ્રભુમાં સદા આનંદ કરો; હું ફરીથી કહું છું, કે આનંદ કરો.
- ફિલિપ્પીઓને પત્ર ૪:૫આશરે ઈ.સ. ૬૪
તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે. કેમ કે પ્રભુનું આગમન નજીક છે.
- ફિલિપ્પીઓને પત્ર ૪:૬આશરે ઈ.સ. ૬૪
કશાની ચિંતા કરો નહિ; પણ સર્વ વિષે પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભારરસ્તુતિ સહિત, તમારી અરજો ઈશ્વરને જણાવો.
- ફિલિપ્પીઓને પત્ર ૪:૭આશરે ઈ.સ. ૬૪
ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.
- ફિલિપ્પીઓને પત્ર ૪:૮આશરે ઈ.સ. ૬૪
¶ છેવટે, ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ઉચિત, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે તથા જો કોઈ સદગુણ, જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો.
- ફિલિપ્પીઓને પત્ર ૪:૯આશરે ઈ.સ. ૬૪
જે તમે શીખ્યા તથા પામ્યા તથા સાંભળ્યું તથા મારામાં જોયું તેવું બધું કરો; અને શાંતિનો ઈશ્વર તમારી સાથે રહેશે.
- ફિલિપ્પીઓને પત્ર ૪:૧૦આશરે ઈ.સ. ૬૪
¶ મેં પ્રભુમાં પુષ્કળ આનંદ કર્યો, કારણ કે મારા વિષેની તમારી ચિંતા આખરે ફરીથી તાજી થઈ છે; તે બાબતોમાં તમે ચિંતા તો કરતા હતા. પણ મને સહાય કરવાનો તમને પ્રસંગ મળ્યો નહિ.
- ફિલિપ્પીઓને પત્ર ૪:૧૧આશરે ઈ.સ. ૬૪
હું તંગીને લીધે બોલું છું એમ નહિ, કેમ કે જે અવસ્થામાં હું છું, તેમાં સંતોષી રહેવાને હું શીખ્યો છું.
- ફિલિપ્પીઓને પત્ર ૪:૧૨આશરે ઈ.સ. ૬૪
ગરીબીમાં કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું તથા સમૃદ્ધિમાં પણ કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું; દરેકપ્રકારે તથા સર્વમાં તૃપ્તિમાં તથા ભૂખમાં, પુષ્કળતામાં અને તંગીમાં રહેવાને હું શીખ્યો છું.
- ફિલિપ્પીઓને પત્ર ૪:૧૩આશરે ઈ.સ. ૬૪
જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું.