મુખ્ય સામગ્રી પર જાઓ

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 કલમો · 21 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ તોપણ તમે મારા સંકટમાં મને મદદ કરી તે સારુ કર્યું.

  2. ઓ, ફિલિપ્પીઓ, તમે જાણો છો કે, સુવાર્તાનાં આરંભમાં, જયારે હું મકદોનિયામાંથી રવાના થયો, ત્યારે આપવા-લેવાની બાબતમાં એકલા તમારા વિના બીજાકોઈ વિશ્વાસી સમુદાયે ભાગ લીધો નહોતો.

  3. કેમ કે થેસ્સાલોનિકામાં પણ અનેક વાર મારે જે જે જોઈતું હતું તે બધું તમે મને મોકલી આપ્યું હતું.

  4. હું કંઈ દાન માગું છું એમ નહિ, પણ તમારા હિતમાં ઘણાં ફળ મળે એ માગું છું.

  5. ¶ મારી પાસે સર્વ ચીજવસ્તુઓ છે; અને તે પણ પુષ્કળ છે. તમારાં દાન એપાફ્રોદિતસની મારફતે મને મળ્યા છે તેથી હું સમૃદ્ધ છું. તે તો સુગંધીદાર ધૂપ ઈશ્વરને પ્રિય માન્ય અર્પણ છે.

  6. મારો ઈશ્વર પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે.

  7. આપણા ઈશ્વરને તથા પિતાને સદાસર્વકાળ સુધી મહિમા હો. આમીન.

  8. ¶ ખ્રિસ્ત ઈસુમાં સર્વ સંતોને સલામ કહેજો, મારી સાથે જે ભાઈઓ છે તેઓ તમને સલામ કહે છે.

  9. સર્વ સંતો, વિશેષે જે કાઈસારનાં ઘરનાં છે, તેઓ તમને સલામ કહે છે.

  10. ¶ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.

  11. ¶ ખ્રિસ્તમાં કલોસામાંના પવિત્ર તથા વિશ્વાસુ ભાઈઓને, ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પસંદ થયેલો પ્રેરિત પાઉલ અને ભાઈ તિમોથી લખે છે

  12. કે, ઈશ્વર આપણા પિતા તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.

  13. ¶ કેમ કે જે દિવસથી અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારા વિશ્વાસ વિષે તથા તમારે માટે સ્વર્ગમાં રાખી મૂકેલી આશાને લઈને સર્વ સંતો પરના તમારા પ્રેમ વિષે સાંભળ્યું.

  14. ¶ ત્યારથી અમે તમારે માટે નિત્ય પ્રાર્થના કરીને ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પિતા છે, તેમની આભારસ્તુતિ કરીએ છીએ;

  15. તે આશા વિષે તમે સુવાર્તાનાં સત્ય સંદેશામાં અગાઉ સાંભળ્યું હતું;

  16. તે સુવાર્તા તમારી પાસે આવી છે, જે આખા દુનિયામાં ફેલાઈને ફળ આપે છે તથા વધે છે તેમ; જે દિવસથી તમે સત્યમાં ઈશ્વરની કૃપા વિશે સાંભળ્યું તથા સમજ્યા તે દિવસથી તે તમારામાં પણ ફળ આપે છે તથા વધે છે.

  17. ¶ એ જ પ્રમાણે વહાલા સાથીદાર એપાફ્રાસ પાસેથી તમે શીખ્યા, તે અમારે માટે ખ્રિસ્તનો વિશ્વાસુ સેવક છે;

  18. આત્મામાં તમારો જે પ્રેમ છે તે વિષે પણ તેણે અમને ખબર આપી.

  19. ¶ તમે સર્વ પ્રકારની આત્મિક સમજણમાં તથા બુદ્ધિ પ્રાપ્ત કરવામાં ઈશ્વરની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ એ માટે અમે તે સાંભળ્યું તે દિવસથી તમારે માટે પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી.

  20. તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને માટે યોગ્ય રીતે વર્તો અને સર્વ સારાં કામમાં તેનું ફળ ઉપજાવો અને ઈશ્વર વિશેના જ્ઞાનમાં વધતા જાઓ.

  21. ¶ આનંદસહિત દરેક પ્રકારની ધીરજ તથા સહનશીલતાને માટે ઈશ્વરના મહિમાના સામર્થ્ય પ્રમાણે શક્તિમાન થાઓ;

  22. ઈશ્વરપિતા જેમણે આપણને પ્રકાશમાંના સંતોના વારસાના ભાગીદાર થવાને યોગ્ય બનાવ્યા છે, તેમની આભારસ્તુતિ કરો.

  23. ¶ તેમણે અંધકારનાં અધિકારમાંથી આપણને છોડાવ્યાં તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં લાવ્યા.

  24. તેમનાં રક્તદ્વારા આપણને ઉદ્ધાર, એટલે પાપોની માફી છે.

  25. ¶ તે અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા, સર્વ સૃષ્ટિના પ્રથમજનિત છે;