circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
આ કાળની કલમો
- કલોસ્સીઓને પત્ર ૨:૧૨આશરે ઈ.સ. ૬૪
તેમની સાથે તમે બાપ્તિસ્મામાં દફનાવાયા, અને તેમાં પણ ઈશ્વર જેમણે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમના સામર્થ્ય પરના વિશ્વાસથી તમને તેમની સાથે ઉઠાડ્યાં.
- કલોસ્સીઓને પત્ર ૨:૧૩આશરે ઈ.સ. ૬૪
¶ તમે તમારા અપરાધોમાં તથા તમારા મનુષ્યદેહની બેસુન્નતમાં મૃત હતા ત્યારે તેમણે તમારા સર્વ અપરાધોની માફી આપીને તમને ખ્રિસ્તની સાથે સજીવન કર્યાં.
- કલોસ્સીઓને પત્ર ૨:૧૪આશરે ઈ.સ. ૬૪
અને નિયમોનું તહોમતનામું જે આપણી વિરુદ્ધ હતું; અને આપણને પ્રતિકૂળ હતું, તેને રદ કરીને તથા વધસ્તંભે તેને ખીલા મારીને નાબૂદ કરી નાખ્યું.
- કલોસ્સીઓને પત્ર ૨:૧૫આશરે ઈ.સ. ૬૪
રાજ્યો તથા અધિકારો તોડી પાડીને, વધસ્તંભે તેઓ પર વિજય પામીને તેઓને જાહેરમાં ઉઘાડાં પાડ્યાં.
- કલોસ્સીઓને પત્ર ૨:૧૬આશરે ઈ.સ. ૬૪
¶ તેથી ખાવાપીવાની બાબતમાં તથા પર્વ, પૂનમ કે વિશ્રામવાર પાળવામાં કોઈ તમને દોષિત ઠરાવે નહિ.
- કલોસ્સીઓને પત્ર ૨:૧૭આશરે ઈ.સ. ૬૪
તેઓ તો થનાર વાતોની પ્રતિછાયા છે, પણ વાસ્તવિકતા તો ખ્રિસ્ત છે.
- કલોસ્સીઓને પત્ર ૨:૧૮આશરે ઈ.સ. ૬૪
¶ નમ્રતા તથા સ્વર્ગદૂતોની સેવા પર ભાવ રાખવા કોઈ તમને ન ફસાવે અને તમારું ઇનામ છીનવી ન લે. તેને જે દર્શનો થયા છે તે પર આધાર રાખીને તે પોતાના દૈહિક મનથી ફુલાઈ જાય છે.
- કલોસ્સીઓને પત્ર ૨:૧૯આશરે ઈ.સ. ૬૪
તે શિરને વળગી રહેતો નથી, એ શિર થી આખું શરીર, સાંધાઓ તથા સ્નાયુઓથી પોષણ પામીને તથા જોડાઈને ઈશ્વરથી વૃદ્ધિ પામે છે.
- કલોસ્સીઓને પત્ર ૨:૨૦આશરે ઈ.સ. ૬૪
¶ જો તમે ખ્રિસ્તની સાથે જગતના સિદ્ધાંતો સંબંધી મૃત્યુ પામ્યા, તો જગતમાં જીવનારાંની માફક શા માટે વિધિઓને આધીન થાઓ છો?
- કલોસ્સીઓને પત્ર ૨:૨૧આશરે ઈ.સ. ૬૪
‘જેમ કે અમુકને સ્પર્શ કરવો નહિ, ચાખવું નહિ અને હાથમાં લેવું નહિ.’”
- કલોસ્સીઓને પત્ર ૨:૨૨આશરે ઈ.સ. ૬૪
એ બધી બાબતો માણસોની આજ્ઞા તથા શિક્ષણ પ્રમાણે છે વપરાશથી જ નાશ પામનારી છે.
- કલોસ્સીઓને પત્ર ૨:૨૩આશરે ઈ.સ. ૬૪
તેઓમાં સ્વૈચ્છિક સેવા, નમ્રતા તથા દંભી દેહદમન વિષે ડહાપણનો આભાસ છે, પણ શારીરિક વાસનાઓને અટકાવવાને તેઓ કોઈ રીતે ઉપયોગી નથી.
- કલોસ્સીઓને પત્ર ૩:૧આશરે ઈ.સ. ૬૪
¶ એ માટે જો તમને, ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા છે, તો જ્યાં ખ્રિસ્ત, ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે ત્યાંની, એટલે કે ઉપરની બાબતોની શોધ કરો.
- કલોસ્સીઓને પત્ર ૩:૨આશરે ઈ.સ. ૬૪
સ્વર્ગીય બાબતો પર મન લગાવો, પૃથ્વી પરની બાબતો પર નહિ.
- કલોસ્સીઓને પત્ર ૩:૩આશરે ઈ.સ. ૬૪
કેમ કે તમે મરણ પામેલા છો અને તમારું જીવન ખ્રિસ્તની સાથે ઈશ્વરમાં ગુપ્ત રાખવામાં આવેલું છે.
- કલોસ્સીઓને પત્ર ૩:૪આશરે ઈ.સ. ૬૪
ખ્રિસ્ત જે આપણું જીવન છે, તે જયારે પ્રગટ થશે ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ થશો.
- કલોસ્સીઓને પત્ર ૩:૫આશરે ઈ.સ. ૬૪
¶ તે માટે પૃથ્વી પરની તમારી દૈહિક ઇચ્છાઓ એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, દુષ્ટ ઇચ્છા તથા લોભ કે જે મૂર્તિપૂજા છે, તેઓનો નાશ કરો.
- કલોસ્સીઓને પત્ર ૩:૬આશરે ઈ.સ. ૬૪
આવાં કામોને લીધે આજ્ઞાભંગ કરનારા પર ઈશ્વરનો કોપ આવે છે.
- કલોસ્સીઓને પત્ર ૩:૭આશરે ઈ.સ. ૬૪
જયારે તમે અગાઉ તેઓ પ્રમાણે જીવતા હતા ત્યારે તે પ્રમાણે વર્તતા હતા.
- કલોસ્સીઓને પત્ર ૩:૮આશરે ઈ.સ. ૬૪
પણ હવે રીસ, ક્રોધ, અદાવત, અપમાન અને તમારા મુખમાંથી નીકળતાં બીભત્સવચનો તે સર્વ ત્યજી દો.
- કલોસ્સીઓને પત્ર ૩:૯આશરે ઈ.સ. ૬૪
¶ તમે એકબીજાની સાથે જૂઠું ન બોલો, કેમ કે તમે જૂના માણસપણાને તેના કૃત્યો સહિત ઉતારી મૂક્યું છે;
- કલોસ્સીઓને પત્ર ૩:૧૦આશરે ઈ.સ. ૬૪
અને જે નવું માણસપણું તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે જ્ઞાનમાં નવું કરાતું જાય છે, તે તમે ધારણ કર્યું છે.
- કલોસ્સીઓને પત્ર ૩:૧૧આશરે ઈ.સ. ૬૪
તેમાં નથી ગ્રીક કે યહૂદી, નથી સુન્નત કે બેસુન્નત, નથી બર્બર કે નથી સિથિયન, નથી દાસ કે સ્વતંત્ર; પણ ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે.
- કલોસ્સીઓને પત્ર ૩:૧૨આશરે ઈ.સ. ૬૪
¶ એ માટે, પવિત્ર તથા વહાલાંઓ, ઈશ્વરના પસંદ કરેલાને શોભે તેમ, દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા ધારણ કરો.
- કલોસ્સીઓને પત્ર ૩:૧૩આશરે ઈ.સ. ૬૪
એકબીજાનું સહન કરો અને જો કોઈને કોઈની સામે ફરિયાદ હોય તો તેને માફ કરો, જેમ ખ્રિસ્તે તમને માફ કર્યા તેમ તમે પણ એકબીજાને માફ કરો.