circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
આ કાળની કલમો
- કલોસ્સીઓને પત્ર ૧:૧૬આશરે ઈ.સ. ૬૪
કેમ કે તેમનાંથી બધાં ઉત્પન્ન થયાં, જે આકાશમાં તથા પૃથ્વી પર છે, જે દૃશ્ય તથા અદ્રશ્ય છે, રાજ્યાસનો, રાજ્યો, અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેમની મારફતે તથા તેમને માટે ઉત્પન્ન થયાં;
- કલોસ્સીઓને પત્ર ૧:૧૭આશરે ઈ.સ. ૬૪
તેઓ સર્વ બાબતોમાં પહેલાં છે; અને તેમનાંમાં સર્વ બાબતો વ્યવસ્થિત થઈને રહે છે.
- કલોસ્સીઓને પત્ર ૧:૧૮આશરે ઈ.સ. ૬૪
¶ તેઓ શરીરનું એટલે વિશ્વાસી સમુદાયનું શિર છે; તે આરંભ, એટલે મૃત્યુ પામેલાંઓમાંથી પ્રથમ સજીવન થયેલાં છે; કે જેથી સર્વમાં તે શ્રેષ્ઠ થાય.
- કલોસ્સીઓને પત્ર ૧:૧૯આશરે ઈ.સ. ૬૪
કેમ કે તેમનાંમાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે; એવું પિતાને પસંદ પડયું;
- કલોસ્સીઓને પત્ર ૧:૨૦આશરે ઈ.સ. ૬૪
અને ઈસુ ખ્રિસ્તનાં વધસ્તંભના રક્તથી શાંતિ કરાવીને તેમની મારફતે તેઓ પોતાની સાથે સઘળી બાબતોનું સમાધાન કરાવે છે; પછી તે પૃથ્વી પરની હોય કે આકાશમાંની હોય.
- કલોસ્સીઓને પત્ર ૧:૨૧આશરે ઈ.સ. ૬૪
¶ તમે અગાઉ ઘણે દૂર, તથા દુષ્ટ કર્મોથી તમારા મનમાં તેમના વૈરીઓ હતા, પણ તેમણે હવે પોતાના દૈહિક શરીરમાં મરણ વડે તમારું સમાધાન કરાવ્યું છે,
- કલોસ્સીઓને પત્ર ૧:૨૨આશરે ઈ.સ. ૬૪
જેથી ખ્રિસ્ત તમને પવિત્ર, નિર્દોષ તથા નિષ્કલંક પોતાની આગળ રજૂ કરે;
- કલોસ્સીઓને પત્ર ૧:૨૩આશરે ઈ.સ. ૬૪
એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દૃઢ રહો અને જે સુવાર્તા તમે સાંભળી છે તેની આશામાંથી જો તમે ડગી જાઓ નહિ, તો; એ સુવાર્તા આકાશની નીચેના સર્વ મનુષ્યોને પ્રગટ કરાઈ છે; અને તે સુવાર્તાનો હું પાઉલ સેવક થયો છું.
- કલોસ્સીઓને પત્ર ૧:૨૪આશરે ઈ.સ. ૬૪
¶ હવે તમારે માટે મારાં પર જે દુઃખો પડે છે તેમાં હું આનંદ પામું છું અને ખ્રિસ્તનાં સંકટો વિશે જે કઈ ખૂટતું હોય તેને હું, તેમનું શરીર જે વિશ્વાસી સમુદાય છે તેની ખાતર, મારા શરીરમાં પૂરું કરું છું;
- કલોસ્સીઓને પત્ર ૧:૨૫આશરે ઈ.સ. ૬૪
ઈશ્વરનું વચન સંપૂર્ણ રીતે પ્રગટ કરવાને, ઈશ્વરનો જે વહીવટ મને તમારે સારુ સોંપવામાં આવ્યો છે તે પ્રમાણે હું વિશ્વાસી સમુદાયનો સેવક નિમાયો છું;
- કલોસ્સીઓને પત્ર ૧:૨૬આશરે ઈ.સ. ૬૪
તે મર્મ યુગોથી તથા પેઢીઓથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ હમણાં તે તેમના સંતોને પ્રગટ થયો છે;
- કલોસ્સીઓને પત્ર ૧:૨૭આશરે ઈ.સ. ૬૪
બિનયહૂદીઓમાં તે મર્મના મહિમાની સમૃદ્ધિ શી છે, તે તેઓને જણાવવાં ઈશ્વરે ઇચ્છ્યું; તે મર્મ એ છે કે, ખ્રિસ્ત તમારામાં મહિમાની આશા છે.
- કલોસ્સીઓને પત્ર ૧:૨૮આશરે ઈ.સ. ૬૪
¶ આ ખ્રિસ્તને અમે પ્રગટ કરીએ છીએ અને દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ એ માટે અમે દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ પ્રકારના જ્ઞાનથી શીખવીએ છીએ.
- કલોસ્સીઓને પત્ર ૧:૨૯આશરે ઈ.સ. ૬૪
તેને માટે હું પણ તેમની શક્તિ કે જે મારામાં કાર્ય કરે છે, તે પ્રમાણે કષ્ટ કરીને મહેનત કરું છું.
- કલોસ્સીઓને પત્ર ૨:૧આશરે ઈ.સ. ૬૪
¶ હું ચાહું છું કે તમે એ જાણો કે, તમારા વિષે તથા જેઓ લાઓદિકિયામાં છે તેઓ વિષે તથા જેટલાંએ મને રૂબરૂ જોયો નથી તેઓને વિષે હું કેટલો બધો યત્ન કરું છું કે,
- કલોસ્સીઓને પત્ર ૨:૨આશરે ઈ.સ. ૬૪
તેઓનાં હૃદયો દિલાસો પામે અને ઈશ્વરનો મર્મ એટલે ખ્રિસ્તને સમજવાને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે, પ્રેમથી સંગતમાં રહે.
- કલોસ્સીઓને પત્ર ૨:૩આશરે ઈ.સ. ૬૪
તેમનાંમાં જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ ખજાનો ગુપ્ત રહેલો છે.
- કલોસ્સીઓને પત્ર ૨:૪આશરે ઈ.સ. ૬૪
¶ કોઈ માણસ મીઠી વાતોથી તમને છેતરે નહિ માટે હું તે કહું છું.
- કલોસ્સીઓને પત્ર ૨:૫આશરે ઈ.સ. ૬૪
¶ કેમ કે શારીરિક રીતે હું તમારાથી દૂર છું, તોપણ આત્મામાં તમારી સાથે છું; તમારી સુવ્યવસ્થા તથા ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસની દ્રઢતા જોઈને હું આનંદ પામું છું.
- કલોસ્સીઓને પત્ર ૨:૬આશરે ઈ.સ. ૬૪
¶ તે માટે જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યાં છે તેમ તેમનાંમાં ચાલો,
- કલોસ્સીઓને પત્ર ૨:૭આશરે ઈ.સ. ૬૪
તેમનાંમાં રોપાયેલા, સ્થપાયેલાં અને જેમ શિખામણ પામ્યા તે પ્રમાણે વિશ્વાસમાં સ્થિર રહીને તેમની વધારે આભારસ્તુતિ કરો.
- કલોસ્સીઓને પત્ર ૨:૮આશરે ઈ.સ. ૬૪
¶ સાવધાન રહો, કે, છેતરનાર ફિલસૂફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહિ, પણ માણસોના રીતિરિવાજ પ્રમાણે અને જગતના સિદ્ધાંતો પ્રમાણે છે, તેથી કોઈ તમને ફસાવે નહીં.
- કલોસ્સીઓને પત્ર ૨:૯આશરે ઈ.સ. ૬૪
કેમ કે ઈશ્વરત્વની સર્વ સંપૂર્ણતા ખ્રિસ્તનાં શરીરમાં વસે છે.
- કલોસ્સીઓને પત્ર ૨:૧૦આશરે ઈ.સ. ૬૪
¶ તમે તેમનાંમાં સંપૂર્ણ થયા છો; તેઓ સર્વ શાસન તથા અધિકારનાં ઉપરી છે;
- કલોસ્સીઓને પત્ર ૨:૧૧આશરે ઈ.સ. ૬૪
જે સુન્નત હાથે કરેલી નથી તેથી તમે તેમનાંમાં સુન્નતી થયા, એટલે ખ્રિસ્ત દ્વારા કરવામાં આવેલી સુન્નતને આશરે તમે દેહને તેની દૈહિક વાસનાઓ સાથે ઉતારી મૂક્યો.