મુખ્ય સામગ્રી પર જાઓ

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 કલમો · 21 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. 2 કરિંથીઓને ૧૨:૯આશરે ઈ.સ. ૬૦

    પણ તેમણે મને કહ્યું કે ‘તારે માટે મારી કૃપા પૂરતી છે; કેમ કે નિર્બળતામાં મારું પરાક્રમ સંપૂર્ણ થાય છે’ એ માટે વિશેષે કરીને હું ઘણી ખુશીથી મારી નિર્બળતાનું અભિમાન કરીશ કે ખ્રિસ્તનું પરાક્રમ મારા પર ઊતરી આવે.

  2. એ માટે નિર્બળતામાં, નિંદામાં, સંકટમાં, સતાવણીમાં, ખેદમાં, ખ્રિસ્તને લીધે આનંદિત રહું છું; કેમ કે જયારે હું નિર્બળ છું, ત્યારે હું બળવાન છું.

  3. ¶ હું અભિમાન કરીને મૂર્ખ થયો કેમ કે તમે મને ફરજ પાડી; પણ તમારે મારાં વખાણ કરવાં જોઈતાં હતા કારણ કે જો હું કંઈ જ ન હોઉં તોપણ હું મુખ્ય પ્રેરિતો કરતાં કંઈ ઊતરતો નથી.

  4. પ્રેરિતપણાની નિશાનીઓ એટલે ચિહ્નો, ચમત્કારો તથા પરાક્રમી કામો ઘણી ધીરજથી તમારામાં થયાં હતાં.

  5. હું તમારા પર બોજારૂપ ન થયો એ સિવાય તમે બીજા વિશ્વાસી સમુદાયો કરતાં કઈ રીતે ઊતરતા હતા? મારો આ ગુનો મને માફ કરો.

  6. ¶ જુઓ, હું ત્રીજી વાર તમારી પાસે આવવાને તૈયાર છું અને તમારા પર બોજારૂપ નહિ બનું; કેમ કે તમારું દ્રવ્ય નહિ પણ હું તમને મેળવવા ચાહું છું; કેમ કે સંતાનોએ માબાપને માટે સંગ્રહ કરવો તે યોગ્ય નથી; પણ માબાપે સંતાનો માટે સંગ્રહ કરવો જોઈએ.

  7. પણ હું તમારા આત્માઓને માટે ઘણી ખુશીથી મારું સર્વસ્વ વાપરીશ તથા પોતે પણ વપરાઈ જઈશ; હું તમારા પર વધતો પ્રેમ રાખું છું તો શું તમારા તરફથી મને ઓછો પ્રેમ મળશે?

  8. ¶ સારું, એમ છે તો મેં તમારા પર બોજ નાખ્યો નહિ, પણ ચાલાક હોવાથી મેં તમારા ભોળપણનો લાભ લીધો.

  9. શું જેઓને મેં તમારી પાસે મોકલ્યા તેઓમાંના કોઈની મારફતે મેં તમારાથી કંઈ સ્વાર્થ સાધ્યો છે?

  10. મેં તિતસને વિનંતી કરી અને તેની સાથે એક ભાઈને મોકલ્યો. શું તિતસે તમારી પાસે કંઈ સ્વાર્થ સાધ્યો? શું એક જ આત્મામાં અમે ચાલ્યા નથી? શું એક જ પગલામાં અમે ચાલ્યા નથી?

  11. ¶ આ બધાથી તમે એમ ધારો છો કે અમે તમારી સામે સ્વબચાવ કરીએ છીએ પણ એવું નથી; ખ્રિસ્તમાં ઈશ્વરની આગળ અમે બોલીએ છીએ કે, આ સર્વ તમારા ઘડતરને માટે જ છે.

  12. ¶ કેમ કે મને ડર લાગે છે, હું આવું ત્યારે કદાચ જેવા હું ચાહું તેવા હું તમને ન જોઉં અને જેવો તમે ચાહતા નથી તેવો તમે મને જુઓ; રખેને બોલાચાલી, અદેખાઈ, ક્રોધ, ઝઘડા, ચાડીચુગલી, બડબડાટ, ઘમંડ તથા ધાંધલ ધમાલ થાય;

  13. પાછો આવું ત્યારે કદાચ મારા ઈશ્વર તમારી આગળ મને નીચો કરે; અને જે કેટલાક અગાઉ અશુદ્ધતા, વ્યભિચાર તથા જારકર્મ કરતા હતા અને એવાં પાપ કરીને તેનો પસ્તાવો કર્યો નથી, તેઓમાંના ઘણાં વિષે હું દુઃખી થાઉં.

  14. 2 કરિંથીઓને ૧૩:૧આશરે ઈ.સ. ૬૦

    ¶ આ ત્રીજી વાર હું તમારી પાસે આવું છું. બે કે ત્રણ સાક્ષીઓની સાબિતીઓથી દરેક વાત સ્પષ્ટ કરાશે.

  15. 2 કરિંથીઓને ૧૩:૨આશરે ઈ.સ. ૬૦

    મેં અગાઉ કહ્યું છે અને બીજી વાર હાજર હતો ત્યારે જેમ કહ્યું તેમ હું હમણાં ગેરહાજર હોવા છતાં, અત્યાર સુધી પાપ કરનારાઓને તથા બીજા સર્વને અગાઉથી કહું છું કે, હું આવીશ તો દયા રાખીશ નહિ.

  16. 2 કરિંથીઓને ૧૩:૩આશરે ઈ.સ. ૬૦

    ¶ કારણ કે ખ્રિસ્ત મારા દ્વારા બોલે છે તેનું પ્રમાણ તમે માગો છો; તે તમારા તરફ નિર્બળ નથી, પણ તેને બદલે તે તમારામાં સામર્થ્યવાન છે.

  17. 2 કરિંથીઓને ૧૩:૪આશરે ઈ.સ. ૬૦

    જો નિર્બળતામાં તેઓને વધસ્તંભે જડવામાં આવ્યાં છતાંપણ તેઓ ઈશ્વરના સામર્થ્યથી જીવંત છે. અમે પણ તેમનાંમાં નિર્બળ છીએ છતાંપણ તમારે સારુ ઈશ્વરના સામર્થ્ય વડે અમે તેમની સાથે જીવીશું.

  18. 2 કરિંથીઓને ૧૩:૫આશરે ઈ.સ. ૬૦

    ¶ પોતાને તપાસી જુઓ કે તમે વિશ્વાસમાં છો કે નહિ. પોતાને ચકાસો. શું તમે જાણતા નથી કે ઈસુ ખ્રિસ્ત તમારામાં છે? તમારામાં છે, પણ જો તમે માન્ય થયા નથી તો નથી.

  19. 2 કરિંથીઓને ૧૩:૬આશરે ઈ.સ. ૬૦

    મારી એવી આશા પણ છે કે તમે જાણશો કે અમે નાપસંદ નથી.

  20. 2 કરિંથીઓને ૧૩:૭આશરે ઈ.સ. ૬૦

    ¶ હવે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે, તમે કંઈ ખરાબ કામ ન કરો, અમે સફળ દેખાઈએ એ માટે નહિ પણ એ માટે કે જો અમે અસફળ જેવા હોઈએ, તોપણ તમે સાચું જ કરો.

  21. 2 કરિંથીઓને ૧૩:૮આશરે ઈ.સ. ૬૦

    કેમ કે સત્યની વિરુદ્ધ અમે કંઈ કરી શકતા નથી પણ સત્યનાં સમર્થન માટે કરીએ છીએ.

  22. 2 કરિંથીઓને ૧૩:૯આશરે ઈ.સ. ૬૦

    ¶ કેમ કે જયારે અમે નબળા છીએ ત્યારે અમે આનંદ પામીએ છીએ પણ તમે મજબૂત છો, અને તમે સંપૂર્ણ થાઓ માટે અમે પ્રાર્થના કરીએ છીએ.

  23. એ માટે હું તમારી મધ્યે ન હોવા છતાં આ વાતો લખું છું, કે હાજર હોઈશ ત્યારે કઠોર રીતે નહિ પણ જે અધિકાર પ્રભુએ નુકસાન માટે નહિ પણ ઘડતરને માટે આપ્યો છે તે પ્રમાણે હું વર્તું.

  24. ¶ અંતે, ભાઈઓ, આનંદ કરો, પુનઃસ્થાપિત થવા પ્રયત્ન કરો, ઉત્તેજન પામો, એક મતના થાઓ, શાંતિમાં રહો; પ્રેમ તથા શાંતિના ઈશ્વર તમારી સાથે રહો.

  25. પવિત્ર ચુંબનથી એકબીજાને સલામ કહેજો.