મુખ્ય સામગ્રી પર જાઓ

Jericho

58 verses

31.8700, 35.4400 ગૂગલ નકશા પર જુઓ

Jericho નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ યહોશુઆએ યરીખો અને આયના જે હાલહવાલ કર્યા હતા તે જયારે ગિબ્યોનના રહેવાસીઓએ સાંભળ્યું,

  2. ¶ હવે, યરુશાલેમના રાજા અદોની-સેદેકે સાંભળ્યું કે, યહોશુઆએ જેમ યરીખો અને તેના રાજા સાથે કર્યું હતું તે જ પ્રમાણે તેણે આયને કબજે કરીને તેનો સંપૂર્ણ નાશ કર્યો છે. અને તેણે સાંભળ્યું કે, કેવી રીતે ગિબ્યોનના લોકોએ ઇઝરાયલ સાથે સુલેહ કર્યો અને તેઓની મધ્યે રહે છે.

  3. ¶ તે રીતે, તે દિવસે યહોશુઆએ માક્કેદા કબજે કર્યું અને ત્યાં રાજા સહિત દરેકને તલવારથી મારી નાખ્યા. તેણે તેઓનો અને ત્યાંના સર્વ પ્રાણીઓનો સંપૂર્ણપણે નાશ કર્યો. તેણે કોઈને પણ જીવતા રહેવા દીધાં નહિ. જેમ તેણે યરીખોના રાજાને કર્યું હતું તેમ તેણે માક્કેદાના રાજાને કર્યું.

  4. યહોવાહે તેને પણ તેના રાજા સહિત ઇઝરાયલના હાથમાં આપ્યું. યહોશુઆએ તેમાંના સર્વ પ્રાણીઓ પર તલવારથી હુમલો કર્યો. તેમાંના કોઈને તેણે જીવતાં છોડ્યા નહિ. અને જેમ તેણે યરીખોના રાજાને કર્યું હતું તેમ તેણે તે રાજાને કર્યું.

  5. ¶ મારી નંખાયેલા રાજાઓમાં યરીખોનો રાજા, બેથેલની પાસેના આયનો રાજા,

  6. ¶ યરીખોની પૂર્વ દિશાએ યર્દન પાર, મોઆબના પ્રદેશમાં મૂસાએ વારસા તરીકે સોંપ્યાં તે એ છે.

  7. ¶ યૂસફના કુળ માટે જમીનની ભાગ થઈ એટલે યર્દનથી યરીખો તરફ, યરીખોની પૂર્વના ઝરાથી અરણ્યમાં, યરીખોથી ઉપર તરફ બેથેલના પર્વતીય દેશ સુધી.

  8. પછી યાનોઆથી નીચે અટારોથ સુધી, નારા સુધી અને પછી યરીખોથી, યર્દનના છેડા સુધી પહોંચી.

  9. ઉત્તર ભાગે તેઓની સીમા યર્દન હતી. તે સીમા યર્દનથી યરીખોની ઉત્તર બાજુએ ગઈ, પછી પશ્ચિમ તરફ પહાડી પ્રદેશમાં તે ગઈ. ત્યાં તે બેથ-આવેનના રણ સુધી પહોંચી.

  10. ¶ હવે બિન્યામીનના કુળનાં નગરો તેઓના કુટુંબો પ્રમાણે આ હતા: એટલે યરીખો, બેથ-હોગ્લા, એમેક-કસીસ,

  11. પૂર્વમાં યરીખો પાસે યર્દનને પેલે પાર તેઓએ રુબેનના કુળમાંથી સપાટ પ્રદેશ પરના અરણ્યમાં બેસેર, ગાદ કુળમાંથી રામોથ ગિલ્યાદ, મનાશ્શાના કુળમાંથી બાશાનમાં ગોલાન પસંદ કર્યા.

  12. ¶ પછી તમે યર્દનથી પાર ઊતરીને યરીખો પાસે આવ્યા. ત્યારે યરીખોના આગેવાનો, અમોરી, પરિઝી, કનાની, હિત્તી, ગિર્ગાશી, હિવ્વી અને યબૂસી લોકોએ તમારી સાથે યુદ્ધ કર્યું. મેં તમને તેઓના પર વિજય આપ્યો અને તેઓને તમારા નિયંત્રણમાં સોંપી દીધા.

  13. આ બાબત તેઓએ દાઉદને જણાવી, ત્યારે તેણે તેઓને મળવા માટે માણસ મોકલ્યા, કેમ કે તે માણસો ઘણાં શરમાતા હતા. એટલે રાજાએ કહ્યું કે, તમારી દાઢી પાછી વધે ત્યાં સુધી તમે યરીખોમાં રહો અને પછીથી પાછા આવજો.

  14. ¶ તેના સમય દરમિયાન બેથેલના હીએલે યરીખો નગર ફરી બંધાવ્યું. તેણે જ્યારે તેનો પાયો નાખ્યો ત્યારે તેનો સૌથી મોટો પુત્ર અબિરામ મૃત્યુ પામ્યો અને જ્યારે તેના દરવાજાઓ બેસાડ્યા. ત્યારે તેનો સૌથી નાનો પુત્ર સગુબ મૃત્યુ પામ્યો. યહોવાહ જે વચન નૂનના પુત્ર યહોશુઆની મારફતે બોલ્યા હતા તે પ્રમાણે થયું.

  15. એલિયાએ એલિશાને કહ્યું, “એલિશા, કૃપા કરી તું અહીં રહે, કેમ કે ઈશ્વર મને યરીખો મોકલે છે.” એલિશાએ ફરીથી કહ્યું, “જીવતા ઈશ્વરના અને તારા સમ કે, હું તને છોડીશ નહિ.” માટે તેઓ યરીખો ગયા.

  16. ¶ પછી યરીખોમાં રહેતા પ્રબોધકોના દીકરાઓએ એલિશા પાસે આવીને તેને કહ્યું, “શું તું જાણે છે કે, ઈશ્વર આજે તારા ગુરુને તારા શિરેથી દૂર લઈ લેશે?” એલિશાએ કહ્યું, “હા, હું તે જાણું છું, પણ તમે તે વિષે કશી વાત કરશો નહિ.”

  17. ¶ જયારે યરીખોના પ્રબોધકોના દીકરાઓ તેની સામે ઊભેલા હતા તેઓએ તેને જોયો અને કહ્યું, “એલિયાનો આત્મા એલિશા પર ઊતરેલો છે!” માટે તેઓ તેને મળવા આવ્યા અને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.

  18. તે યરીખોમાં હતો, તે દરમિયાન તેઓ તેની પાસે પાછા આવ્યા. તેણે તેઓને કહ્યું, “શું મેં તમને નહોતું કહ્યું કે, જશો નહિ?”

  19. ખાલદીઓનું સૈન્ય સિદકિયા રાજાની પાછળ પડ્યું અને તેને યરીખો પાસેના યર્દન નદીના મેદાનોમાં પકડી પાડ્યો. તેનું આખું સૈન્ય તેની પાસેથી વિખેરાઈ ગયું.

  20. તેઓના કુળોને યરીખોની પાસે યર્દનને પેલે પાર, એટલે નદીની પૂર્વ તરફ, અરણ્યમાંનું બેસેર તેના ગોચરો સહિત, યાહસા તેના ગોચરો સહિત;

  21. જ્યારે દાઉદને આ બાબતની ખબર મળી કે તેના માણસોના બૂરા હાલ કરવામાં આવ્યા છે, ત્યારે તેણે તેઓને મળવા માણસો મોકલ્યા, કારણ કે, તેઓ છોભીલા પડી ગયા હતા. દાઉદ રાજાએ તેઓને કહેવડાવ્યું કે, “તમારી દાઢી પાછી ઊગે ત્યાં સુધી યરીખોમાં રહેજો, પછી જ અહીં પાછા આવજો.

  22. પછી જે પુરુષોનાં નામ ઉપર દર્શાવેલાં છે તેઓએ ઊઠીને બંદીવાનોમાંથી જેઓ નિર્વસ્ત્ર હતા તેઓને લૂંટમાંથી વસ્ત્ર પહેરાવ્યાં. તેઓએ તેમને વસ્ત્ર ઉપરાંત પગરખાં તેમ જ ખોરાક અને દ્રાક્ષારસ પણ આપ્યાં, વળી તેઓએ તેમના ઘા પર મલમ લગાવ્યો અને જે અશક્ત હતા તેઓને ગધેડા પર બેસાડીને ખજૂરીઓનાં નગર યરીખોમાં તેઓનાં કુટુંબ પાસે લઈ ગયા. પછી તેઓ સમરુનમાં પાછા ફર્યા.

  23. ¶ યરીખોના લોકો: ત્રણસો પિસ્તાળીસ.

  24. તેની પાસે યરીખોના માણસો બાંધકામ કરતા હતા. તેઓની પાસે ઈમ્રીનો દીકરો ઝાક્કૂર બાંધકામ કરતો હતો.

  25. યરીખોના વંશજો ત્રણસો પિસ્તાળીસ,