મુખ્ય સામગ્રી પર જાઓ

Holy Spirit

251 કલમો

આ નામે પણ ઓળખાય છે: Spirit

Holy Spirit નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ તમે સત્યને આધીન રહીને ભાઈ પરના નિષ્કપટ પ્રેમને માટે તમારાં મનને પવિત્ર કર્યા છે, માટે શુદ્ધ હૃદયથી એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો.

  2. ¶ કેમ કે ખ્રિસ્તે પણ એક વાર પાપોને સારુ, એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે સહ્યું કે, જેથી તેઓ આપણને ઈશ્વર પાસે લાવે; તેમને દેહમાં મારી નંખાયા, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા.

  3. કેમ કે ભવિષ્યવાણી કદી માણસની ઇચ્છા પ્રમાણે આવી નથી, પણ પ્રબોધકો પવિત્ર આત્માની પ્રેરણાથી ઈશ્વરનાં વચનો બોલ્યા.

  4. જે તેમની આજ્ઞાઓ પાળે છે, તે તેમનાંમાં રહે છે અને તેઓ તેનામાં રહે છે. જે આત્મા તેમણે આપણને આપ્યો છે તેથી આપણે જાણીએ છીએ કે તેઓ આપણામાં રહે છે.

  5. ઈસુ ખ્રિસ્ત દેહમાં આવ્યા છે, એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે ઈશ્વરનો છે, તેથી તમે ઈશ્વરનો આત્મા ઓળખી શકો છો.

  6. તેમણે પોતાના પવિત્ર આત્માનું દાન આપણને આપ્યું છે, તે પરથી આપણે જાણીએ છીએ કે આપણે તેમનાંમાં રહીએ છીએ અને તે આપણામાં રહે છે.

  7. ¶ પાણીથી તથા રક્તથી જે આવ્યા તે એ છે; એટલે ઈસુ ખ્રિસ્ત. તેઓ કેવળ પાણીથી નહિ, પણ પાણી તથા રક્તથી આવ્યા છે.

  8. જે સાક્ષી પૂરે છે તે તો પવિત્ર આત્મા છે, કેમ કે આત્મા સત્ય છે.

  9. સ્વર્ગમાં ત્રણ સાક્ષી આપે છે. પવિત્ર આત્મા, પાણી અને રક્ત આ ત્રણ એક સાથે સમંત છે.

  10. તેઓ ભાગલા પાડનારા અને વિષયી છે, તેઓમાં પવિત્ર આત્મા નથી.

  11. ¶ પણ પ્રિયો તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં પોતાને દૃઢ કરીને, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને

  12. ¶ જે સાત મંડળીના વિશ્વાસી સમુદાય આસિયામાં છે તેઓને યોહાન લખે છે. જે છે અને જે હતા અને જે આવનાર છે તેમનાંથી, તથા તેમના સિંહાસન આગળ જે સાત આત્મા છે તેઓના તરફથી,

  13. પ્રભુના દિવસે હું આત્મામાં હતો, ત્યારે મેં મારી પાછળ રણશિંગડાના અવાજ જેવી મોટી વાણી એમ કહેતી સાંભળી કે,

  14. પવિત્ર આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે વિજય પ્રાપ્ત કરશે તેને ઈશ્વરના પારાદૈસમાંના જીવનનાં વૃક્ષ પરનું ફળ હું ખાવાને આપીશ.

  15. પવિત્ર આત્મા મંડળીને જે કહે છે, તે જેને કાન છે તે સાંભળે; જે વિજય પ્રાપ્ત કરશે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહિ.

  16. આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે વિજય પ્રાપ્ત કરશે તેને હું ગુપ્તમાં રાખેલા માન્નામાંથી આપીશ, વળી હું તેને સફેદ પથ્થર આપીશ, તેના પર એક નવું નામ લખેલું છે, તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી.

  17. આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.

  18. સાર્દિસમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે. જેમને ઈશ્વરના સાત આત્મા તથા સાત તારા છે, તેઓ આ વાતો કહે છે તારાં કામ હું જાણું છું કે “તું જીવંત તરીકે જાણીતો છે, પણ ખરેખર તું મૃત છે.”

  19. આત્મા મંડળીને જે કહે છે, તે જેને કાન છે તે સાંભળે.

  20. આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.

  21. આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.

  22. રાજ્યાસનમાંથી વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ નીકળતી હતી અને રાજ્યાસનની આગળ અગ્નિના સાત દીવા બળતા હતા જે ઈશ્વરના સાત આત્માઓ હતા.

  23. ¶ રાજ્યાસનની તથા ચાર પ્રાણીઓની વચ્ચે તથા વડીલોની વચ્ચે મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું. તેને સાત શિંગડાં તથા સાત આંખ હતી; એ આંખો ઈશ્વરના સાત આત્મા છે, જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે.

  24. સાડાત્રણ દિવસ પછી ઈશ્વર તરફથી જીવનનો આત્મા તેઓમાં પ્રવેશ્યો. તેથી તેઓ પોતાના પગ પર ઊભા રહ્યા; પછી તેઓને જોનારાઓને ઘણી બીક લાગી.

  25. ¶ પછી મેં સ્વર્ગમાંથી એક વાણી એવું બોલતી સાંભળી કે, ‘તું એમ લખ કે, હવે પછી જે મરનારાંઓ પ્રભુમાં મૃત્યુ પામે છે, તેઓ આશીર્વાદિત છે; આત્મા કહે છે, હા, કે તેઓ પોતાના શ્રમથી આરામ લે; કેમ કે તેઓના કામ તેઓની સાથે આવે છે.’”