Skip to content

Regeneration વિશે બાઇબલની કલમો

256 કલમો · 1 પાસું

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. પણ યહોવાહે તમને સમજણવાળું હૃદય કે નિહાળતી આંખ કે સાંભળવાને કાન આજ દિન સુધી આપ્યાં નથી.

  2. ¶ યહોવાહ તમારા ઈશ્વર તમારાં તથા તમારાં સંતાનોનાં હૃદયની સુન્નત કરશે, જેથી તમે યહોવાહ તમારા ઈશ્વરને તમારા પૂરા હૃદયથી તથા પૂરા અંત:કરણથી પ્રેમ કરો, અને જીવતા રહો.

  3. તે આપણાં હૃદયને તેઓની તરફ વાળે કે જેથી આપણે તેમના માર્ગમાં જીવીએ, તેમની આજ્ઞા પાળીએ અને તેમણે જે વિધિઓ તથા નિયમો આપણા પૂર્વજોને ફરમાવ્યા હતા તેનું પાલન કરીએ.

  4. કારણ કે તમારી પાસે જીવનનો ઝરો છે; અમે તમારા અજવાળામાં અજવાળું જોઈશું.

  5. મારા અપરાધથી મને પૂરો ધૂઓ અને મારા પાપોથી મને શુદ્ધ કરો.

  6. ઝુફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો એટલે હું હિમ કરતાં સફેદ થઈશ.

  7. હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અને મારા આત્માને નવો અને દ્રઢ કરો.

  8. ભૂંડાઈની વાતો અમારા પર જય પામે છે; અમારા અપરાધો માટે, અમને માફ કરશો.

  9. તમે ઉચ્ચસ્થાનમાં ગયા છો; તમે બંદીવાનોને લઈને આવ્યા; તમે માણસો પાસેથી ભેટો લીધી, એ લોકો પાસેથી પણ જેઓ તમારી વિરુદ્ધ હતા, કે જેથી યહોવાહ ઈશ્વર ત્યાં રહે.

  10. હું મારા અનુયાયીઓમાં રાહાબ તથા બાબિલનો ઉલ્લેખ કરું છું. જુઓ, ત્યાં પલિસ્તી અને તૂર, કૂશ સાથે છે. આનો જન્મ ત્યાં થયો હતો.

  11. યહોવાહ લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે, “આનો જન્મ ત્યાં થયો.” સેલાહ

  12. તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવા ઇચ્છશે પવિત્રતાની સુંદરતા પહેરીને અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો; તારી યુવાવસ્થાનું જોર તને દોરે છે.

  13. પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ, કારણ કે તેમાંથી જ જીવનનો ઉદ્દભવ છે.

  14. નેકીના માર્ગમાં જીવન છે. અને એ માર્ગમાં મરણ છે જ નહિ.

  15. મોતના ફાંદામાંથી છૂટી જવાને માટે, યહોવાહનો ભય જીવનનો ઝરો છે.

  16. માણસો મનમાં સંકલ્પ કરે છે, પણ જીભથી ઉત્તર આપવો તે યહોવાહના હાથમાં છે.

  17. સ્નાન કરો અને શુદ્ધ થાઓ; મારી આંખ આગળથી તમારાં દુષ્ટ કાર્યો દૂર કરો; ભૂંડું કરવું બંધ કરો;

  18. સારું કરતા શીખો; ન્યાય શોધો, જુલમથી દુ:ખી થયેલાંને મદદ કરો, અનાથને ઇનસાફ આપો, વિધવાની હિમાયત કરો.”

  19. તારા પર હું મારો હાથ ઉગામીશ, તારામાંથી ભેળસેળ અને સર્વ અશુદ્ધિઓ દૂર કરીશ.

  20. જ્યારે પ્રભુ સિયોનની દીકરીઓની મલિનતા ધોઈ નાખશે અને યરુશાલેમમાંથી રક્તના ડાઘ ન્યાયના આત્મા તથા બળતી અગ્નિના આત્માથકી શુદ્ધ કરી નાખશે.

  21. તમે આનંદ સહિત તારણના ઝરાઓમાંથી પાણી ભરશો.

  22. હે યહોવાહ, તમે અમને શાંતિ આપશો; કેમ કે અમારાં સર્વ કામ પણ તમે અમારે માટે કર્યાં છે.

  23. પરંતુ જ્યારે પોતાની મધ્યે પોતાના સંતાનો એટલે મારા હાથની કૃતિઓને જોશે, ત્યારે તેઓ મારા નામને પવિત્ર માનશે. તેઓ યાકૂબના પવિત્રને પવિત્ર માનશે અને ઇઝરાયલના ઈશ્વરના આદરમાં ઊભા રહેશે.

  24. પછી જોનારની આંખો ઝાંખી થશે નહિ અને જેઓ સાંભળી શકે છે તેઓના કાન ધ્યાનપૂર્વક સાંભળશે.

  25. ઉતાવળિયાઓનાં મન ડહાપણ સમજશે અને મૂંગાઓની જીભ સ્પષ્ટ બોલશે.