મુખ્ય સામગ્રી પર જાઓ

Regeneration વિશે બાઇબલની કલમો

256 કલમો · 1 પાસું

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ ઈસુ એ જ ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે, તે ઈશ્વરથી જન્મેલો છે. અને પિતા પર જે પ્રેમ રાખે છે તે તેનાથી જન્મેલાં પર પણ પ્રેમ રાખે છે.

  2. ¶ કેમ કે જે ઈશ્વરથી જન્મેલું છે તે જગતને જીતે છે અને જે વિજય જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ છે.

  3. જે વિશ્વાસ કરે છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે તે વગર અન્ય કોણ જગતને જીતી શકે છે?

  4. ¶ આ સાક્ષી એવી છે કે ઈશ્વરે આપણને અનંતજીવન આપ્યું છે અને એ જીવન તેમના પુત્ર ઈસુમાં છે.

  5. જેની પાસે ઈશ્વરના પુત્ર છે તેને જીવન છે. જેની પાસે ઈશ્વરના પુત્ર નથી, તેને જીવન નથી.

  6. ¶ આપણે જાણીએ છીએ કે દરેક જે ઈશ્વરથી જન્મેલો છે તે પાપમાં ચાલુ રહેતો નથી, પણ જે ઈશ્વરથી જનમ્યો છે તે તેને સંભાળે છે. તેથી દુષ્ટ તેને નુકસાન કરી શકતો નથી.