મુખ્ય સામગ્રી પર જાઓ

Waiting Upon God વિશે બાઇબલની કલમો

61 કલમો · 68 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. હે મારો આત્મા, તું શાંતિથી ઈશ્વરની રાહ જો; કેમ કે મારી આશા તેમના પર જ છે.

  2. હું રડી રડીને નિર્બળ થઈ ગયો છું; મારું ગળું સુકાઈ ગયું છે; મારા ઈશ્વરની રાહ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે.

  3. તમે તેઓને યોગ્ય સમયે ખાવાનું આપો છો, તેથી આ સર્વ તમારી રાહ જુએ છે.

  4. જ્યારે તમે તેઓને આપો છો, ત્યારે તેઓ ભેગા થાય છે; જ્યારે તમે તમારો હાથ ખોલો છો, ત્યારે તેઓ તૃપ્ત થાય છે.

  5. જુઓ, જેમ સેવકની આંખો પોતાના માલિકના હાથ તરફ, જેમ દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ તાકેલી રહે છે, તેમ અમારા ઈશ્વર યહોવાહની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી અમારી આંખો તેમના તરફ તાકી રહે છે.

  6. હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે અને તેમના વચનમાં હું આશા રાખું છું.

  7. સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે.

  8. સર્વની આંખો તમને આતુરતાથી જોઈ રહી છે; તમે તેઓને રાતના સમયે પણ અન્ન આપો છો.

  9. તમે તમારો હાથ ખોલો છો, એટલે સર્વ સજીવોની ઇચ્છા તૃપ્ત થાય છે.

  10. “હું દુષ્ટતાનો બદલો લઈશ!” એવું તારે ન કહેવું જોઈએ; યહોવાહની રાહ જો અને તે તને ઉગારી લેશે.

  11. હું યહોવાહની રાહ જોઈશ, જે યાકૂબના સંતાનોથી પોતાનું મુખ સંતાડે છે, તેમને માટે હું રાહ જોઈશ.

  12. તે દિવસે એવું કહેવામાં આવશે, “જુઓ, આ આપણા ઈશ્વર છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ અને તે આપણો ઉદ્ધાર કરશે; આ યહોવાહ છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તેમણે કરેલા ઉદ્ધારથી આપણે હરખાઈને આનંદ કરીશું.”

  13. હે યહોવાહ, અમે તમારા ન્યાયના માર્ગોમાં, તમારી રાહ જોતા આવ્યા છીએ; તમારું નામ અને તમારું સ્મરણ એ અમારા પ્રાણની ઝંખના છે.

  14. તે માટે યહોવાહ તમારા પર દયા કરવાની રાહ જોશે. તેથી તમારા પર કૃપા કરવા માટે તે ઉચ્ચસ્થાને બેસશે. કેમ કે યહોવાહ ન્યાયના ઈશ્વર છે; જેઓ તેમની વાટ જુએ છે તેઓ સર્વ પરમસુખી છે.

  15. હે યહોવાહ, અમારા પર કૃપા કરો, અમે તમારી વાટ જોયા કરીએ છીએ; દર સવારે તમે અમારો ભુજ અને દુઃખના સમયે અમારા ઉદ્ધારનાર થાઓ.

  16. પણ યહોવાહની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે; તેઓ દોડશે અને થાકશે નહિ, તેઓ આગળ ચાલશે અને નિર્બળ થશે નહિ.

  17. તે નિર્બળ થશે નહિ કે નિરાશ થશે નહિ ત્યાં સુધી તે પૃથ્વી પર ન્યાય સ્થાપે નહિ; અને ટાપુઓ તેના નિયમની વાત જોશે.

  18. રાજાઓ તારા વાલી અને તેઓની રાણીઓ તારી સંભાળ રાખનાર થશે; તેઓ તને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરશે અને તારા પગની ધૂળ ચાટશે; અને ત્યારે તું જાણશે કે, હું યહોવાહ છું; જેઓ મારી વાટ જુએ છે તેઓ કદી લજવાશે નહિ.”

  19. દ્વીપો મારી રાહ જોશે અને તારા ઈશ્વર યહોવાહના નામની પાસે અને ઇઝરાયલના પવિત્રની પાસે, તારા દીકરાઓને તેમના સોનાચાંદી સહિત દૂરથી લઈને તાર્શીશનાં વહાણો પ્રથમ આવશે, કારણ કે તેમણે તને શોભાયમાન કર્યો છે.

  20. આદિકાળથી કોઈએ સાંભળ્યું નથી કે માનવામાં આવ્યું નથી, કે કોઈ આંખે તમારા સિવાય બીજા કોઈ ઈશ્વરને જોયો નથી, કે જે તેમની રાહ જોનારને માટે એવું કરે.

  21. પ્રજાઓની વ્યર્થ વસ્તુઓમાંથી કોઈ પણ વરસાદ લાવી શકે શું? હે યહોવાહ શું તમે અમારા ઈશ્વર નથી? તેને લીધે અમે તમારી આશા રાખીશું. કેમ કે તમે જ આ સર્વ ઉત્પન્ન કર્યું છે.”

  22. જેઓ તેમની રાહ જુએ છે અને જે માણસ તેમને શોધે છે તેઓ પ્રત્યે યહોવાહ ભલા છે.

  23. યહોવાહના ઉદ્ધારની આશા રાખવી અને શાંતિથી તેમના આવવાની રાહ જોવી તે સારું છે.

  24. ¶ જે માણસ એક હજાર ત્રણસો પાંત્રીસ દિવસ સુધી રાહ જોશે અને ટકી રહેશે તેને ધન્ય છે.

  25. માટે તમારા ઈશ્વરની તરફ પાછા ફરો. ન્યાય અને વિશ્વાસુપણાને વળગી રહો, તમારા ઈશ્વરની રાહ જોતા રહો.