Waiting Upon God વિશે બાઇબલની કલમો: Should be done especially in adversity
Should be done especially in adversity વિશે કલમો
હે મારા ઈશ્વર, મારા શત્રુઓથી મને છોડાવો; મારી વિરુદ્ધ જેઓ ઊઠે છે, તેઓથી તમે મને ઉગારો.
દુષ્ટતા કરનારાઓથી મને દૂર રાખો અને ખૂની માણસોથી મને બચાવો.
કેમ કે, જુઓ, તેઓ મારો પ્રાણ લેવા સંતાઈ રહ્યા છે; શક્તિશાળી દુષ્ટો મારી સામે એકત્ર થાય છે, પણ, હે યહોવાહ, મારા ઉલ્લંઘન કે મારાં પાપને લીધે આ થાય છે, એમ નથી.
જો કે મારો કંઈ પણ દોષ ન હોવા છતાં તેઓ દોડી આવીને તૈયારી કરે છે; મને સહાય કરવાને જાગો અને જુઓ.
તમે, હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, તમે સર્વ દેશોને શિક્ષા કરવાને ઊઠો; કોઈ પણ દુષ્ટ અપરાધીઓ પર તમે દયા કરશો નહિ. સેલાહ
તેઓ સાંજના સમયે પાછા આવે છે, અને તેઓ કૂતરાની જેમ ઘૂરકે છે; અને નગરની આસપાસ ફરે છે.
જુઓ, તેઓ પોતાના મુખથી ઓડકાર લે છે; તેઓના હોઠોમાં તલવારો છે, કેમ કે તેઓ કહે છે કે, “અમારું સાંભળનાર કોણ છે?”
પણ, હે યહોવાહ, તમે તેઓને હસી કાઢશો; તમે સર્વ દેશોની મજાક ઉડાવો છો.
હે ઈશ્વર, મારા સામર્થ્ય, હું તમારી તરફ લક્ષ રાખીશ; તમે મારો ઊંચો ગઢ છો.
હું યહોવાહની રાહ જોઈશ, જે યાકૂબના સંતાનોથી પોતાનું મુખ સંતાડે છે, તેમને માટે હું રાહ જોઈશ.