મુખ્ય સામગ્રી પર જાઓ

The Sea વિશે બાઇબલની કલમો

95 કલમો · 55 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. સર્વ નદીઓ વહીને સમુદ્રમાં સમાય છે તો પણ સમુદ્ર તેઓનાથી ભરાઈ જતો નથી જે જગાએ નદીઓ જાય છે ત્યાંથી તેઓ પાછી આવે છે.

  2. તે દિવસે તેના પર તે સમુદ્રના ઘુઘવાટની જેમ ઘૂરકશે. જો કોઈ તે દેશને ધારીને જોશે, તો જ્યાં જુઓ અંધકાર તથા વિપત્તિ દેખાશે અને આકાશમાં પ્રકાશને સ્થાને અંધકાર દેખાશે.

  3. મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ હાનિ કે વિનાશ કરશે નહિ; કેમ કે જેમ સમુદ્ર જળથી ભરપૂર છે, તેમ આખી પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.

  4. યહોવાહ મિસરના સમુદ્ર કિનારાની ભૂમિ વહેંચશે, અને પોતાના ઉગ્ર પવનથી તે ફ્રાત નદી પર પોતાનો હાથ હલાવશે, અને તેને સાત પ્રવાહમાં વહેંચી નાખશે, જેથી લોકો તેને પગરખાં પહેરેલાં રાખીને પાર કરશે.

  5. કોણે પોતાના ખોબાથી સમુદ્રનાં પાણી માપ્યાં છે, વેંતથી આકાશ કોણે માપ્યું છે, કોણે ટોપલીમાં પૃથ્વીની ધૂળને સમાવી છે, કાંટાથી પર્વતોને તથા ત્રાજવાથી પહાડોને કોણે જોખ્યા છે?

  6. જ્યારે તું પાણીમાં થઈને જઈશ, ત્યારે હું તારી સાથે હોઈશ; અને તું નદીઓમાં થઈને જઈશ, ત્યારે તેઓ તને ડુબાડશે નહિ. જ્યારે તું અગ્નિમાં ચાલીશ, ત્યારે તને આંચ લાગશે નહિ અને જ્વાળા તને બાળશે નહિ.

  7. જો તેં મારી આજ્ઞાઓ પાળી હોત તો કેવું સારું! પછી તારી શાંતિ અને સમૃદ્ધિ એક નદીની જેવી વહેતી હોત અને તારો ઉદ્ધાર સમુદ્રનાં મોજાં જેવો થાત.

  8. હું શા માટે આવ્યો પણ ત્યાં કોઈ હતું નહિ? મેં શા માટે પોકાર કર્યો પણ કોઈએ જવાબ આપ્યો નહિ? શું મારો હાથ એટલો બધો ટૂંકો થઈ ગયો છે કે તમને છોડાવી શકે નહિ? શું તમને બચાવવા માટે મારામાં શક્તિ નથી? જુઓ, મારા ઠપકાથી હું સમુદ્રને સૂકવી નાખું છું; હું નદીઓને રણ કરી નાખું છું; તેમાંની માછલીઓ પાણી વિના મરી જાય છે અને ગંધાઈ ઊઠે છે.

  9. પણ દુષ્ટો તોફાની સમુદ્રના જેવા છે, જે શાંત રહી શકતા નથી, અને તેનાં પાણી કીચડ તથા કાદવથી ડહોળા થાય છે.

  10. યહોવાહ કહે છે, શું તમે મારાથી બીતા નથી? શું તમે મારી આગળ ધ્રૂજ્શો નહિ? મેં હંમેશને માટે સમુદ્રને રેતીની મર્યાદા ઠરાવી છે કે તે તેને ઓળંગી શકે નહિ, જો કે તેનાં મોજાં ઊછળે, તોપણ તેઓ તેને ઓળંગી શકે નહિ.

  11. તેઓ ધનુષ્ય તથા ભાલા ધારણ કરે છે. તેઓ ક્રૂર અને નિર્દય છે, તેઓનો અવાજ સમુદ્રની ગર્જના જેવો છે. તેઓ ઘોડાઓ પર સવારી કરે છે. હે સિયોનની દીકરી જેમ શૂરવીર લડાઈને માટે સજ્જ થાય છે તેમ તેઓ તારી વિરુદ્ધ લડાઈ કરવા તૈયાર છે.

  12. હે સિબ્માહના દ્રાક્ષવાડી, હું યાઝેરના કરતાં પણ તારે માટે વધુ વિલાપ કરું છું. તારી ડાળીઓ સમુદ્રની પાર ફેલાયેલી છે. તેઓ યાઝેરના સમુદ્ર સુધી પહોંચી તથા ઉનાળાંનાં તારાં ફળ પર તથા તારી દ્રક્ષાની ઊપજ પર વિનાશ આવી પડ્યો છે.

  13. આથી યહોવાહ પોતાના લોકોને કહે છે, હું તમારો પક્ષ લઈશ અને તમારું વૈર વાળીશ. હું બાબિલની નદીને સૂકવી નાખીશ અને તેના ઝરણાને વહેતું બંધ કરી દઈશ.

  14. બાબિલ પર સમુદ્ર ફરી વળ્યો છે. તેનાં મોજાઓએ તેને ઢાંકી દીધું છે.

  15. હે યરુશાલેમની દીકરી, હું તારા વિષે તને શું કહું? હે સિયોનની કુંવારી દીકરી, હું તને કોની સાથે સરખાવું? તારો ઘા સમુદ્ર જેટલો ઊંડો છે. તને કોણ સાજી કરશે?

  16. ¶ તેથી પ્રભુ યહોવાહ કહે છે: ‘હે તૂર, જો હું તારી વિરુદ્ધ છું, હું ઘણી પ્રજાઓને સમુદ્રના ઉછળતાં મોજાની જેમ તારા વિરુદ્ધ ઊભી કરીશ!

  17. તેઓ તૂરના કિલ્લાઓનો નાશ કરશે અને બુરજો તોડી પાડશે. હું તેની બધી રેતીને દૂર કરીશ અને ખુલ્લા ખડક રહેવા દઈશ.

  18. તારા પતન વખતે દ્વીપો ધ્રૂજી ઊઠશે, સમુદ્રના બધા દ્વીપો તારા સર્વનાશથી ભયભીત થશે.

  19. અને તૂરને કહે, ‘હે સમુદ્રના તટ પર રહેનારા, ઘણા ટાપુઓના લોકોના વેપારી, પ્રભુ યહોવાહ કહે છે: હે તૂર, તેં કહ્યું છે કે હું સૌંદર્યમાં સંપૂર્ણ છું.’

  20. તે માણસે મને કહ્યું, “આ પાણી પૂર્વ તરફના પ્રદેશમાં અને નીચે અરાબા સુધી જશે; તે પાણી વહીને ખારા સમુદ્રમાં જશે અને તેનાં પાણી મીઠાં થઈ જશે.

  21. ¶ પણ ઈશ્વરે સમુદ્ર પર ભારે ઝંઝાવાત મોકલ્યો. સમુદ્રમાં મોટું તોફાન ઝઝૂમ્યું. ટૂંક સમયમાં જ એવું લાગવા લાગ્યું કે હવે વહાણ તૂટી જશે.

  22. ¶ તે સમુદ્રને ધમકાવે છે અને તેને સૂકવી નાખે છે; તે બધી નદીઓને પણ સૂકવી દે છે. બાશાન અને કાર્મેલના લીલાછમ પ્રાંતો સુકાઈ જાય છે; લબાનોનનાં ફૂલો કરમાઈ જાય છે.

  23. ¶ નિનવે, શું તું નોનો કરતાં પણ ઉત્તમ છે, જે નીલ નદીને કિનારે બાંધેલું હતું, જેની આસપાસ પાણી હતું, સમુદ્ર તેનો કિલ્લો હતો અને પાણી તેનો કોટ હતો?

  24. કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરેલો છે તેમ દેશ યહોવાહના ગૌરવના જ્ઞાનથી ભરાઈ જશે.

  25. કેમ કે સૈન્યોના યહોવાહ કહે છે, ‘થોડી જ વારમાં હું આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા સૂકી ધરતીને હલાવું છું.