Skip to content

Shepherds વિશે બાઇબલની કલમો

57 કલમો · 24 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. પછી તેણે બીજા પુત્ર હાબેલને જન્મ આપ્યો. બન્ને ભાઈઓમાંનો હાબેલ ઘેટાંપાળક હતો અને કાઈન ખેડૂત હતો.

  2. તેણે તેઓને પૂછ્યું, “શું તે ક્ષેમકુશળ છે?” તેઓએ કહ્યું, “તે ક્ષેમકુશળ છે. તું સામે જો, તેની દીકરી રાહેલ ઘેટાંને લઈને આવી રહી છે.”

  3. યાકૂબે તેને કહ્યું, “મારા માલિક તું જાણે છે કે સંતાનો કિશોર છે અને બકરીઓનાં તથા અન્ય જાનવરોના બચ્ચાં મારી સાથે છે. જો તેઓને એક દિવસ પણ વધારે લાંબા અંતરે હાંકવામાં આવે તો સર્વ ટોળાં મરી જાય એવું થાય.

  4. માટે મારા માલિક તારા દાસની આગળ જા. હું સેઈરમાં તારી પાસે આવી પહોંચીશ, ત્યાં સુધી જે જાનવરો મારી આગળ છે તેઓ તથા સંતાનો ચાલી શકે તે પ્રમાણે હું ધીમે ધીમે ચાલતો આવીશ.”

  5. ત્યારે તમારે આ પ્રમાણે કહેવું, ‘તારા ચાકરોનો એટલે અમારો તથા અમારા પિતૃઓનો વ્યવસાય નાનપણથી તે અત્યાર સુધી જાનવરો પાળવાનો છે.’ આ પ્રમાણે કહેશો એટલે તમને ગોશેન દેશમાં રહેવાની પરવાનગી મળશે. કેમ કે મિસરીઓ ભરવાડોને ધિક્કારે છે.”

  6. ¶ જાનવરો તથા ઘેટાંબકરાંનો દશાંશ એટલે જે કોઈ લાકડી નીચે આવી જાય છે તેનો દશાંશ યહોવાહને સારુ પવિત્ર ગણાય.

  7. ¶ પછી શમુએલે યિશાઈને કહ્યું, “શું તારા સર્વ દીકરાઓ અહીં છે?” તેણે જવાબ આપ્યો, “હજી નાનો બાકી રહ્યો છે, પણ તે ઘેટાં સંભાળે છે.” શમુએલે યિશાઈને કહ્યું,” માણસ મોકલીને તેને તેડાવી મંગાવ; કેમ કે જ્યાં સુધી તે અહીં આવશે નહિ ત્યાં સુધી અમે જમવા નહિ બેસીએ.”

  8. દાઉદ પોતાના પિતાનાં ઘેટાંને ચરાવવાને માટે શાઉલ પાસેથી બેથલેહેમમાં આવ જા કરતો હતો.

  9. દાઉદ સવારે વહેલો ઊઠયો અને એક રખેવાળને પોતાનાં ઘેટાં સ્વાધીન કરીને જેમ યિશાઈએ તેને આજ્ઞા આપી હતી તેમ તે સામાન લઈને ગયો. જયારે દાઉદ છાવણી આગળ પહોંચ્યો ત્યારે સૈન્ય યુદ્ધને સારું લલકાર આપી રહ્યું હતું.

  10. ¶ દાઉદે શાઉલને કહ્યું, “તારો સેવક પોતાના પિતાના ઘેટાં સાચવતો હતો. જયારે કોઈ સિંહ તથા રીંછ આવીને અને ટોળાંમાંના એક ઘેટાં પર ત્રાટકે,

  11. ત્યારે હું તેની પાછળ પડીને હુમલો કરતો અને તેના મુખમાંથી ઘેટાંને છોડાવતો. અને જયારે રીંછ કે સિંહ મારા પર હુમલો કરતો, ત્યારે હું તેઓની દાઢી પકડીને, તેઓના પર સામો ધસીને તેઓને મારી નાંખતો હતો.

  12. ¶ તારા સેવકે સિંહ તથા રીંછ બન્નેને મારી નાખ્યા છે. આ બેસુન્નત પલિસ્તીના હાલ પણ એમાંના એકના જેવા થશે, કેમ કે તેણે જીવતા ઈશ્વરના સૈન્યનો ધિક્કાર કર્યો છે.”

  13. તેણે પોતાની લાકડી પોતાના હાથમાં લીધી અને નાળાંમાંથી પાંચ સુંવાળા પથ્થરો પોતાને લીધા; તેણે પોતાની પાસે જે થેલી હતી તેમાં મૂક્યા. તેની ગોફણ તેના હાથમાં હતી તે પલિસ્તી તરફ તે ગયો.

  14. ¶ તેઓ જાનવરોને માટે ઘાસચારો શોધવા ખીણની પૂર્વ બાજુ ગદોર સુધી ગયા.

  15. ત્યાં તેઓને પુષ્કળ પ્રમાણમાં સારો ઘાસચારો મળ્યો. તે પ્રદેશ વિશાળ, શાંત તથા સુલેહશાંતિવાળો હતો. અગાઉ હામના વંશજો ત્યાં રહેતા હતા.

  16. આ નામવાર જણાવેલા આગેવાનો, યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં તે પ્રદેશ પર ચઢાઈ કરીને અગાઉ હામના વંશજોનો વસવાટ હતો ત્યાં આવ્યા. મેઉનીમ ત્યાં જ મળી આવ્યા હતા. તેઓએ તેનો સંપૂર્ણપણે નાશ કર્યો અને ત્યાં રહ્યા કારણ કે તેઓને પોતાના જાનવરો માટે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ઘાસચારો મળ્યો.

  17. તે મને લીલાં ઘાસમાં સુવાડે છે તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે.

  18. જો કે હું મૃત્યુની છાયાની ખીણમાં ચાલું, તોય હું કંઈપણ દુષ્ટતાથી બીશ નહિ, કેમ કે તમે મારી સાથે છો; તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે.

  19. તમે મૂસા તથા હારુનની મારફતે તમારા લોકોને ઘેટાંનાં ટોળાંની જેમ દોર્યા.

  20. તે પોતાના લોકોને ઘેટાંનાં ટોળાંની જેમ બહાર લાવ્યાં અને તેમણે અરણ્યમાં થઈને તેઓને ટોળાંની જેમ દોર્યા.

  21. દૂઝણી ઘેટીઓની પાછળ ફરતો હતો, ત્યાંથી તેમના લોકો યાકૂબના સંતાનનું તથા તેમના વારસા ઇઝરાયલનું પાલન કરવા તે તેને લાવ્યા.

  22. હે ઇઝરાયલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો; જેમણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા; કરુબો પર બિરાજમાન અમારા પર પ્રકાશ પાડો!

  23. યુવતીઓમાં અતિ સુંદર, જો તું જાણતી ના હોય તો, મારા ટોળાંની પાછળ ચાલ, તારી બકરીના બચ્ચાંને ભરવાડોના તંબુઓ પાસે ચરાવ.

  24. મારું નિવાસસ્થાન ભરવાડોના તંબુની જેમ ઉખેડી અને દૂર કરવામાં આવ્યું છે. વણકરની જેમ મારું જીવન સમેટી લીધું છે; મને તાકામાંથી કાપી નાખવામાં આવ્યો છે. રાત અને દિવસની વચ્ચે તમે મારું જીવન પૂરું કરી નાખો છો.

  25. ભરવાડની જેમ તે પોતાના ટોળાંનું પાલન કરશે, તે પોતાના હાથમાં હલવાનોને એકઠા કરશે અને પોતાની ગોદમાં ઊંચકી લેશે અને સ્તનપાન કરાવનારી સ્ત્રીઓને તે સંભાળીને ચલાવશે.