મુખ્ય સામગ્રી પર જાઓ

Shepherds વિશે બાઇબલની કલમો: (Ignorant and foolish,) of bad ministers

9 કલમો · 24 પાસાં

(Ignorant and foolish,) of bad ministers વિશે કલમો

  1. તેઓ ખાઉધરા કૂતરા છે; તેઓ કદી ધરાતા નથી; તેઓ બુદ્ધિ વિનાના ઘેટાંપાળકો છે; તેઓ સર્વ પોતપોતાને માર્ગે, દરેક અન્યાયથી લાભ મેળવવા લાલચ કરે છે.

  2. ¶ મારા લોકો ખોવાયેલાં ઘેટાં જેવાં હતા, તેઓનાં ઘેટાંને પાળકોએ ભૂલાં પડવા દીધા. અને પર્વતો પર ગમે તેમ ભટકવા દીધાં, તેઓ પોતાના માર્ગ ભૂલી ગયાં અને વાડામાં કઈ રીતે પાછા આવવું તે તેઓને યાદ રહ્યું નહિ.

  3. “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના ઘેંટાપાળકોની વિરુદ્ધ ભવિષ્યવાણી કરીને તેમને કહે, ‘પ્રભુ યહોવાહ ઘેંટાપાળકોને કહે છે, “ઇઝરાયલના ઘેંટાપાળકોને અફસોસ, કેમ કે તેઓ પોતાનું પોષણ કરે છે. શું ઘેંટાપાળકોએ તેઓના ટોળાંઓનું પોષણ ન કરવું જોઈએ?

  4. પ્રભુ યહોવાહ કહે છે, જુઓ! હું ઘેંટાપાળકોની વિરુદ્ધ છું, હું મારા ટોળાંની જવાબદારી તેમના હાથમાંથી લઈ લઈશ. મારા ઘેટાંને પાળવાનું કામ તેમની પાસેથી લઈ લઈશ; જેથી ઘેંટાપાળકો પોતાનું પોષણ કરી શકે નહિ, હું મારા ઘેટાંઓને તેમના મુખમાંથી લઈ લઈશ, જેથી મારા ઘેટાં તેમનો ખોરાક બનશે નહિ.”

  5. ¶ માટે કતલ થઈ જતા ટોળાંનું અને કંગાલ ઘેટાંનું મેં પાલન કર્યું છે. મેં બે લાકડી લીધી. એકનું નામ મેં “કરુણા” પાડ્યું અને બીજીનું નામ “એકતા” રાખ્યું. અને મેં ટોળાનું પાલન કર્યું.

  6. એક મહિનામાં મેં ત્રણ પાળકોનો નાશ કર્યો. હું ઘેટાંના વેપારીઓથી હું કંટાળી ગયો હતો અને તેઓ મારાથી કંટાળ્યા હતા.

  7. ¶ યહોવાહે મને કહ્યું, “તું ફરીથી મૂર્ખ પાળકની જવાબદારી લઈ લે,

  8. કેમ કે જુઓ, હું આ દેશમાં એવો પાળક ઊભો કરીશ કે તે નાશ પામનારાં ઘેટાંની સંભાળ નહિ લેશે. તે આડે માર્ગે ચાલનારાઓને શોધશે નહિ, અને અપંગોને સાજાં કરશે નહિ. તે નીરોગીને પણ ખાવાનું ચારશે નહિ, પણ ચરબી યુક્ત ઘેટાંનું માંસ ખાશે અને તેમની ખરીઓ ફાડી નાખશે.

  9. ટોળાંને તજી દેનાર નકામા પાળકને અફસોસ! તેના જમણા હાથ તથા તેની જમણી આંખ વિરુદ્ધ તલવાર આવશે. તેનો જમણો હાથ પૂરેપૂરો સુકાઈ જશે અને તેની જમણી આંખ અંધ થઈ જશે.”