મુખ્ય સામગ્રી પર જાઓ

Shepherds વિશે બાઇબલની કલમો: (Searching out straying sheep,) of Christ seeking the lost

7 કલમો · 24 પાસાં

(Searching out straying sheep,) of Christ seeking the lost વિશે કલમો

  1. જેમ ભરવાડ તે દિવસે પોતાનાં વેરવિખેર થયેલાં ટોળું સાથે હોય તેમ દિવસે પોતાના ટોળાને શોધી કાઢશે. હું મારાં ઘેટાંને શોધીશ અને વાદળવાળા તથા અંધકારમય દિવસે તેઓ જ્યાં જ્યાં વિખેરાઈ ગયાં હશે તે સર્વ જગ્યાએથી તેઓને છોડાવીશ.

  2. ફરોશીઓએ તથા શાસ્ત્રીઓએ કચકચ કરીને કહ્યું કે, ‘આ માણસ પાપીઓનો સ્વીકાર કરે છે, અને તેઓની સાથે ભોજન પણ કરે છે.’”

  3. ¶ ઈસુએ તેઓને આ દ્રષ્ટાંત કહ્યું કે,

  4. ‘જો કોઈ માણસ પાસે સો ઘેટાં હોય, અને એ સો ઘેટાંમાંથી એક ઘેટું ખોવાય, તો શું તે પેલાં બાકીનાં નવ્વાણું ઘેટાંને અરણ્યમાં મૂકીને ખોવયેલું ઘેટું મળે નહિ ત્યાં સુધી તેની શોધમાં નહિ જાય?

  5. તે ઘેટું તેને મળે છે ત્યારે તે હર્ષથી પોતાના ખભા પર ઊંચકીને ઘરે લઈ જાય છે.

  6. ઘરે આવીને પોતાના મિત્રોને તથા પડોશીઓને બોલાવે છે, અને તેઓને કહે છે કે, મારી સાથે આનંદ કરો, કેમ કે મારું ઘેટું જે ખોવાયું હતું તે મને પાછું મળ્યું છે.

  7. હું તમને કહું છું કે, તે જ રીતે નવ્વાણું ન્યાયીઓ કે જેઓને પસ્તાવાની જરૂર નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે સ્વર્ગમાં આનંદ થશે.