મુખ્ય સામગ્રી પર જાઓ

Revenge વિશે બાઇબલની કલમો

75 કલમો · 32 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. આબ્શાલોમે પોતાના ચાકરોને આજ્ઞા કરીને કહ્યું કે, “ધ્યાનથી સાંભળો. જયારે આમ્નોન દ્રાક્ષારસ પીવાની શરૂઆત કરે, અને હું તમને કહું કે, ‘આમ્નોન પર હુમલો કરો,’ ત્યારે તેને મારી નાખજો. બીશો નહિ. એ મારી આજ્ઞા છે. હિંમત રાખો શૂરાતન બતાવજો.”

  2. તેથી આબ્શાલોમે આજ્ઞા આપી હતી તેમ તેના ચાકરોએ આમ્નોનને પૂરો કરી નાખ્યો. પછી રાજાના સઘળા પુત્રો ઊઠ્યા અને દરેક પોતપોતાના ગધેડા પર બેસીને નાસી ગયા.

  3. પછી ઇઝબેલે સંદેશવાહક મોકલીને એલિયાને કહેવડાવ્યું કે, “જેમ તેં તે પ્રબોધકોના પ્રાણ લીધા છે તેમ હું પણ તારા પ્રાણ આવતી કાલે રાત્રે આવી જ રીતે આ સમયે લઈશ. જો હું તેમ ના કરું તો દેવ એવું જ અને તેનાથી પણ વધારે કરો.”

  4. ¶ ઇઝરાયલના રાજાએ કહ્યું, “મિખાયાને પકડીને તેને નગરના આગેવાન આમોનની પાસે તથા મારા દીકરા યોઆશની પાસે લઈ જાઓ.

  5. ¶ ત્યારે હામાને અહાશ્વેરોશ રાજાને કહ્યું, “આપના રાજ્યના બધા પ્રાંતોના લોકોમાં પસરેલી તથા વિખરાયેલી એક પ્રજા છે. બીજા બધા લોકો કરતાં તેઓના રીતરિવાજો જુદા છે અને તેઓ આપના એટલે રાજાના કાયદા પણ પાળતા નથી. તેથી તેઓને જીવતા રહેવા દેવા તે તમારા હિતમાં નથી.”

  6. માટે જો આપને યોગ્ય લાગે તો એમનો નાશ કરવાની આજ્ઞા ફરમાવો અને રાજાના ખજાનચીઓના હાથમાં હું દસ હજાર તાલંત ચાંદી રાજભંડારમાં લઈ જવા માટે આપીશ.”

  7. ¶ એ સાંભળીને રાજાએ પોતાના હાથમાંથી રાજમુદ્રા કાઢીને યહૂદીઓના શત્રુ અગાગી હામ્મદાથાના પુત્ર હામાનને તે આપી.

  8. રાજાએ હામાનને કહ્યું કે, “તારું ચાંદી તથા તે લોક પણ તને સ્વાધીન કરવામાં આવ્યાં છે, તને જેમ ઠીક લાગે તેમ કર.”

  9. ¶ ત્યાર બાદ પહેલા મહિનાને તેરમે દિવસે રાજાના મંત્રીઓને બોલાવવામાં આવ્યા; અને હામાને જે સર્વ આજ્ઞાઓ આપી તે પ્રમાણે રાજાના અમલદારો પર, દરેક પ્રાંતના સૂબાઓ પર, તથા દરેક પ્રજાના સરદારો પર, અર્થાત્ દરેક પ્રાંતની લિપિમાં અને દરેક પ્રાંતની ભાષા પ્રમાણે લખવામાં આવ્યું; અને અહાશ્વેરોશ રાજાને નામે તે હુકમો લખાયા અને રાજાની મુદ્રિકાથી તેના પર મહોર મારવામાં આવી.

  10. સંદેશાવાહકો મારફત એ પત્રો રાજાના બધાં પ્રાંતોમાં મોકલવામાં આવ્યા કે, એક જ દિવસે એટલે કે બારમા માસ અદાર માસની તેરમી તારીખે બધા જ યહૂદીઓનો જુવાન, વૃદ્ધો, બાળકો અને સ્ત્રીઓનો વિનાશ કરવો. કતલ કરીને તેઓને મારી નાખવાં અને તેઓની માલમિલકત લૂંટી લેવી.

  11. ¶ આ હુકમ બધા પ્રાંતોમાં જાહેર થાય માટે તેની નકલ સર્વ પ્રજાઓમાં પ્રગટ કરવામાં આવી કે તેઓ તે દિવસને માટે તૈયાર થઈ રહે.

  12. સંદેશાવાહકો રાજાની આજ્ઞા પ્રમાણે તરત જ રવાના થયા. તે હુકમ સૂસાના મહેલમાં જાહેર થયો. રાજા તથા હામાન દ્રાક્ષારસ પીવાને બેઠા; પણ સૂસા નગરમાં ગભરાટ અને તરખાટ મચી રહ્યો.

  13. “હું દુષ્ટતાનો બદલો લઈશ!” એવું તારે ન કહેવું જોઈએ; યહોવાહની રાહ જો અને તે તને ઉગારી લેશે.

  14. જ્યારે તારા દુશ્મનની પડતી થાય, ત્યારે હર્ષ ન કર અને જ્યારે તે પાયમાલ થાય ત્યારે તારા હૃદયમાં તું મગ્ન થતો નહિ.

  15. એમ ન કહે કે, “જેવું તેણે મને કર્યું છે, તેવું હું તેને કરીશ; તેને તેના કામ પ્રમાણે હું બદલો આપીશ.”

  16. જો તારો શત્રુ ભૂખ્યો હોય, તો તેને ખાવા માટે રોટલો આપ; અને જો તે તરસ્યો હોય, તો પીવા માટે પાણી આપ.

  17. કેમ કે એમ કરવાથી તું તેના માથા પર અંગારાનો ઢગલો કરશે અને યહોવાહ તને તેનો બદલો આપશે.

  18. તેના પર જુલમ ગુજારવામાં આવ્યો; તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મુખ ઉઘાડ્યું નહિ; જેમ હલવાનને વધ કરવા માટે લઈ જવામાં આવે છે અને જેમ ઘેટું પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે, તેમ તેણે પોતાનું મુખ ખોલ્યું નહિ.

  19. મેં ચારે બાજુથી તેઓની ધમકીઓ સાંભળી અને મને ડર છે, તેઓ કહે છે; ‘આપણે ફરિયાદ કરીશું.’ મારા નિકટના મિત્રો મને ઠોકર ખાતા નિહાળવાને તાકે છે કે, કદાચ તે ફસાઈ જાય. અને ત્યારે આપણે તેને જીતીએ તો તેના પર આપણે વેર વાળીશું.’

  20. ¶ પ્રભુ યહોવાહ આમ કહે છે: “અદોમે યહૂદિયાના લોકો પર વૈર વાળીને તેનું નુકસાન કર્યું છે, ને તેના પર વૈર વાળીને મોટો ગુનો કર્યો છે.”

  21. ¶ પ્રભુ યહોવાહ આમ કહે છે: “પલિસ્તીઓએ તેઓનાં હૃદયના તિરસ્કાર તથા જૂની દુશ્મનાવટને કારણે યહૂદિયા પર વૈર વાળીને તેનો નાશ કર્યો છે.

  22. આમ પ્રભુ યહોવાહ કહે છે: જુઓ! હું પલિસ્તીઓ વિરુદ્ધ મારો હાથ લંબાવીશ, હું કરેથીઓનો તથા દરિયાકિનારાના બાકીના ભાગનો નાશ કરીશ.

  23. હું સખત ધમકીઓ સહિત તેઓના પર વૈર વાળીશ. જ્યારે હું તેઓના પર મારું વૈર વાળીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!

  24. યહોવાહ આ મુજબ કહે છે; અદોમના ચાર ગુનાને લીધે, હા ત્રણને લીધે, હું તેમને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ, કેમ કે હાથમાં તલવાર લઈને તે પોતાના ભાઈઓની પાછળ પડ્યો, અને તેણે દયાનો છેક ત્યાગ કર્યો. તે નિત્ય ક્રોધના આવેશમાં મારફાડ કરતો હતો, અને તેનો રોષ કદી શમી ગયો નહિ.

  25. હું તેમાન પર અગ્નિ મોકલીશ, અને તે બોસરાના મહેલોને ભસ્મ કરી નાખશે.”