મુખ્ય સામગ્રી પર જાઓ

Psalms વિશે બાઇબલની કલમો

896 કલમો · 16 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. શ્વાસોચ્છવાસ લેનારાં સર્વ યહોવાહની સ્તુતિ કરો. યહોવાહની સ્તુતિ કરો.

  2. ¶ તે દિવસે તું કહેશે, “હે યહોવાહ હું તમારો આભાર માનીશ. કેમ કે તમે મારા પર કોપાયમાન થયા હતા, તોપણ હવે તમારો રોષ સમી ગયો છે અને તમે મને દિલાસો આપ્યો છે.

  3. જુઓ, ઈશ્વર મારું તારણ છે; હું તેમના પર ભરોસો રાખીશ અને બીશ નહિ, કેમ કે યહોવાહ, હા, યહોવાહ મારું સામર્થ્ય તથા મારું ગીત છે. તે મારું તારણ થયા છે.”

  4. તમે આનંદ સહિત તારણના ઝરાઓમાંથી પાણી ભરશો.

  5. તે દિવસે તમે કહેશો, “યહોવાહનો આભાર માનો અને તેમનું નામ લઈને હાંક મારો; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો, તેમનું નામ શ્રેષ્ઠ છે એવું પ્રગટ કરો.

  6. યહોવાહનાં ગીત ગાઓ, કેમ કે તેમણે મહિમાવાન કૃત્યો કર્યાં છે; આ વાત આખી પૃથ્વીમાં જાહેર થાઓ.

  7. હે સિયોનના રહેવાસીઓ, જોરથી પોકારો અને આનંદનો પોકાર કરો, કેમ કે ઇઝરાયલના પવિત્ર તમારામાં મહાન મનાય છે.”

  8. ¶ યહૂદિયાનો રાજા હિઝકિયા માંદગીમાંથી સાજો થયો ત્યારે તેણે જે પ્રાર્થના લખી હતી તે આ છે:

  9. મેં કહ્યું, મારા આયુષ્યના મધ્યકાળમાં હું શેઓલની ભાગળોમાં જવાનો છું; મારાં બાકીના વર્ષોં મારી પાસેથી લઈ લેવામાં આવ્યાં છે.

  10. મેં કહ્યું, હું કદી યહોવાહને જોઈશ નહિ, જીવતાઓની ભૂમિમાં હું યહોવાહને જોઈશ નહિ; હું ફરી કદી મનુષ્યને તથા સંસારના રહેવાસીઓને નિહાળીશ નહિ.

  11. મારું નિવાસસ્થાન ભરવાડોના તંબુની જેમ ઉખેડી અને દૂર કરવામાં આવ્યું છે. વણકરની જેમ મારું જીવન સમેટી લીધું છે; મને તાકામાંથી કાપી નાખવામાં આવ્યો છે. રાત અને દિવસની વચ્ચે તમે મારું જીવન પૂરું કરી નાખો છો.

  12. સવાર સુધી મેં વિલાપ કર્યો; સિંહની જેમ તે મારાં હાડકાં ભાંગી નાખે છે; રાત અને દિવસની વચ્ચે તમે મારું જીવન પૂરું કરી નાખો છો.

  13. અબાબીલની જેમ હું કિલકિલાટ કરું છું, હોલાની જેમ હું વિલાપ કરું છું, મારી આંખો ઉચ્ચસ્થાન તરફ જોઈ રહેવાથી નબળી થઈ છે. હે પ્રભુ, હું પીડા પામી રહ્યો છું, મને મદદ કરો.

  14. હું શું બોલું? તેઓએ મારી સાથે વાત કરી છે અને તેઓએ જ તે કર્યું છે; મારા જીવની વેદનાને લીધે હું મારી આખી જિંદગી સુધી ધીમે ધીમે ચાલીશ.

  15. હે પ્રભુ, તમે મોકલેલું દુઃખ મારા માટે સારું છે; મારું જીવન મને પાછું મળે તો સારું; તમે મને સાજો કર્યો છે અને જીવતો રાખ્યો છે.

  16. આવા શોકનો અનુભવ કરવો તે મારા લાભને માટે હતું. તમે મને વિનાશના ખાડામાંથી બહાર કાઢ્યો છે; કેમ કે તમે મારાં સર્વ પાપ તમારી પીઠ પાછળ નાખી દીધાં છે.

  17. કેમ કે શેઓલ તમારી આભારસ્તુતિ કરે નહિ, મરણ તમારાં સ્તોત્ર ગાય નહિ; જેઓ કબરમાં ઊતરે છે તેઓ તમારી વિશ્વસનીયતાની આશા રાખે નહિ.

  18. જીવિત વ્યક્તિ, હા, જીવિત વ્યક્તિ તો, જેમ આજે હું કરું છું તેમ, તમારી આભારસ્તુતિ કરશે. પિતા પોતાનાં સંતાનોને તમારી વિશ્વસનીયતા જાહેર કરશે.

  19. યહોવાહ મારો ઉદ્ધાર કરવાના છે અને અમે અમારી આખી જિંદગી સુધી યહોવાહના ઘરમાં વાજિંત્રો વગાડીને ઉજવણી કરીશું.”

  20. ¶ તથા ઊંચા સ્વરથી કહ્યું કે, ‘સ્ત્રીઓમાં તું આશીર્વાદિત છે, તારું બાળક પણ આશીર્વાદિત છે!’

  21. એ કૃપા મને ક્યાંથી કે, મારા પ્રભુની મા મારી પાસે આવે?

  22. કેમ કે, જો, તારી સલામનો અવાજ મારે કાને પડતાં બાળક મારા પેટમાં આનંદથી કૂદ્યું.

  23. જેણે વિશ્વાસ કર્યો તે આશીર્વાદિત છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂર્ણ થશે.

  24. ¶ મરિયમે કહ્યું કે, મારો જીવ પ્રભુને મહાન માને છે,

  25. અને ઈશ્વર, મારા ઉદ્ધારકમાં મારો આત્મા હરખાયો છે.