મુખ્ય સામગ્રી પર જાઓ

Psalms વિશે બાઇબલની કલમો

896 કલમો · 16 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. તમે રાજાઓને તારણ આપો છો; તમે તમારા સેવક દાઉદને ઘાતકી તલવારથી બચાવ્યો.

  2. મને છોડાવો અને મને આ વિદેશીઓના હાથમાંથી મુક્ત કરો તેઓનું મુખ મિથ્યા બોલે છે તેઓના જમણા હાથો કપટના હાથો છે.

  3. અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ; અને અમારી પુત્રીઓ રાજમહેલની શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ.

  4. અમારી વખારો વિવિધ જાતનાં બધાં અનાજથી ભરપૂર થાઓ; અને અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારો અને દશ હજારો બચ્ચાંને જન્મ આપનારાં થાઓ.

  5. અમારા બળદો ખેતરોની પેદાશથી લાદેલા થાઓ; ગાબડું પાડનાર કોઈ પણ ન થાઓ; નાસી છૂટનાર કોઈ ન હો અને શેરીઓમાં કોઈ બૂમ ન પડો.

  6. જે લોકો આવા હોય છે તેઓ આશીર્વાદિત હોય છે; જેઓનો ઈશ્વર યહોવાહ છે તેઓ આનંદિત છે.

  7. યહોવાહની સ્તુતિ કરો. આકાશોથી યહોવાહની સ્તુતિ કરો; ઉચ્ચસ્થાનોમાં તેમની સ્તુતિ કરો.

  8. તેમના સર્વ દૂતો, તમે તેમની સ્તુતિ કરો; તેમનાં સર્વ સૈન્યો, તેમની સ્તુતિ કરો.

  9. સૂર્ય તથા ચંદ્ર, તમે તેમની સ્તુતિ કરો; સર્વ ઝગઝગતાં તારા, તેમની સ્તુતિ કરો.

  10. આકાશોનાં આકાશ, તમે તેમની સ્તુતિ કરો આકાશ ઉપરનાં પાણી, તેમની સ્તુતિ કરો.

  11. યહોવાહના નામની સ્તુતિ તેઓ કરો, કેમ કે તેમની આજ્ઞાથી તેઓ ઉત્પન્ન થયાં.

  12. વળી તેમણે સદાકાળને માટે તેઓને સ્થાપન કર્યાં છે; જેનો અપરાધ તેઓ કરી શકે નહિ, એવો નિયમ તેમણે કર્યો છે.

  13. હે પૃથ્વી પરના બધા જ જીવો, તમે યહોવાહની સ્તુતિ કરો, હે સમુદ્રના જીવો અને મહાસાગરનાં ઊંડાણો, તમે તેમની સ્તુતિ કરો.

  14. અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ, આંધીના વાયુ, જે તેમનું વચન પૂરું કરે છે,

  15. પર્વતો તથા ડુંગરો ફળવૃક્ષો તથા સર્વ દેવદારો,

  16. વન્ય જાનવરો તથા સર્વ પશુઓ, પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ,

  17. પૃથ્વીના રાજાઓ અને સર્વ પ્રજાઓ, રાજકુમારો તથા પૃથ્વીના સર્વ ન્યાયાધીશો,

  18. જુવાન પુરુષો તથા જુવાન સ્ત્રીઓ, વૃદ્ધો તથા બાળકો.

  19. તમે સર્વ યહોવાહની સ્તુતિ કરો, કારણ કે એકલું તેમનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે અને તેમનું ગૌરવ આકાશ તથા પૃથ્વી કરતાં મોટું છે.

  20. તેમણે પોતાના લોકોનું શિંગ ઊંચું કર્યું છે જેથી તેમના ભક્તો તેમની સ્તુતિ કરે, તેમની પાસેના ઇઝરાયલ લોકોને તેમણે ઊંચા કર્યા છે. યહોવાહની સ્તુતિ કરો.

  21. યહોવાહની સ્તુતિ કરો. તેમના પવિત્રસ્થાનમાં તેમની સ્તુતિ કરો; આકાશો તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો.

  22. તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો.

  23. રણશિંગડાં વગાડીને તેમની સ્તુતિ કરો; સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.

  24. ખંજરી વગાડીને તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો; સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્તુતિ કરો.

  25. તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેમની સ્તુતિ કરો; ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો.