મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ગણના ૨૬:૪૧આશરે ઈ.પૂ. ૧૪૫૨

    આ બિન્યામીનના વંશજોનાં કુટુંબો હતાં. જેઓની સંખ્યા પિસ્તાળીસહજાર છસો માણસોની હતી.

  2. ગણના ૨૬:૪૨આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ દાનના કુટુંબોના વંશજો, શૂહામથી શૂહામીઓનું કુટુંબ. આ દાનના વંશજોનું કુટુંબ હતું.

  3. ગણના ૨૬:૪૩આશરે ઈ.પૂ. ૧૪૫૨

    શૂહામીઓના બધાં કુટુંબોની સંખ્યા ચોસઠહજાર ચારસો માણસોની હતી.

  4. ગણના ૨૬:૪૪આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ આશેરના વંશજોનાં કુટુંબો આ હતાં. યિમ્નાથી યિમ્નીઓનું કુટુંબ. યિશ્વીથી યિશ્વીઓનું કુટુંબ, બરિયાથી બરિયાઓનું કુટુંબ.

  5. ગણના ૨૬:૪૫આશરે ઈ.પૂ. ૧૪૫૨

    બરિયાના વંશજોનાં કુટુંબો આ હતાં. હેબેરથી હેબેરીઓનું કુટુંબ. માલ્કીએલથી માલ્કીએલીઓનું કુટુંબ.

  6. ગણના ૨૬:૪૬આશરે ઈ.પૂ. ૧૪૫૨

    આશેરની દીકરીનું નામ સેરાહ હતું.

  7. ગણના ૨૬:૪૭આશરે ઈ.પૂ. ૧૪૫૨

    આ આશેરના વંશજોનાં કુટુંબો હતાં, જેઓની સંખ્યા તેપનહજાર ચારસો માણસોની હતી.

  8. ગણના ૨૬:૪૮આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ નફતાલીના વંશજોનાં કુટુંબો આ હતાં: યાહસએલથી યાહસએલીઓનું કુટુંબ, ગૂનીથી ગૂનીઓનું કુટુંબ,

  9. ગણના ૨૬:૪૯આશરે ઈ.પૂ. ૧૪૫૨

    યેસેરથી યેસેરીઓનું કુટુંબ, શિલ્લેમથી શિલ્લેમીઓનું કુટુંબ.

  10. ગણના ૨૬:૫૦આશરે ઈ.પૂ. ૧૪૫૨

    નફતાલીના વંશજોનાં કુટુંબો આ હતાં. જેઓની સંખ્યા પિસ્તાળીસહજાર ચારસો માણસોની હતી.

  11. ગણના ૨૬:૫૧આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ ઇઝરાયલ લોકો મધ્યેના માણસોની કુલ ગણતરી છ લાખ એક હજાર સાતસો ત્રીસની હતી.

  12. ગણના ૨૬:૫૨આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ પછી યહોવાહે મૂસાને કહ્યું,

  13. ગણના ૨૬:૫૩આશરે ઈ.પૂ. ૧૪૫૨

    “તેઓનાં નામોની સંખ્યા પ્રમાણે માણસોને આ દેશનો વારસો વહેંચી આપવો.

  14. ગણના ૨૬:૫૪આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ મોટા કુટુંબને વધારે વારસો આપવો, નાના કુટુંબને થોડો વારસો આપવો. દરેક કુટુંબના માણસોની ગણતરી પ્રમાણે તેમને વારસો આપવો.

  15. ગણના ૨૬:૫૫આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ચિઠ્ઠી નાખીને દેશની વહેંચણી કરવી. દરેકને તેમના પિતૃઓનાં કુળો પ્રમાણે વારસો મળે.

  16. ગણના ૨૬:૫૬આશરે ઈ.પૂ. ૧૪૫૨

    વધારે તથા થોડા કુટુંબોની વચ્ચે ચિઠ્ઠીઓ નાખીને વારસાની વહેંચણી કરવી.”

  17. ગણના ૨૬:૫૭આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ લેવીઓનાં કુટુંબો: તેઓનાં કુટુંબો પ્રમાણે ગણતરી થઈ તે આ હતી: ગેર્શોનથી ગેર્શોનીઓનું કુટુંબ. કહાથથી કહાથીઓનું કુટુંબ. મરારીથી મરારીઓનું કુટુંબ,

  18. ગણના ૨૬:૫૮આશરે ઈ.પૂ. ૧૪૫૨

    લેવીઓનાં કુટુંબો નીચે મુજબ છે: લિબ્નીઓનું કુટુંબ. હેબ્રોનીઓનું કુટુંબ. માહલીઓનું કુટુંબ. મુશીઓનું કુટુંબ. તથા કોરાહીઓનું કુટુંબ. કહાથ આમ્રામનો પૂર્વજ હતો.

  19. ગણના ૨૬:૫૯આશરે ઈ.પૂ. ૧૪૫૨

    આમ્રામની પત્નીનું નામ યોખેબેદ હતું, તે લેવીની દીકરી હતી, જે મિસરમાં લેવીને ઘરે જન્મી હતી. તેનાથી હારુન, મૂસા તથા તેમની બહેન મરિયમ જન્મ્યા હતા.

  20. ગણના ૨૬:૬૦આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ હારુનની પત્નીએ નાદાબ તથા અબીહૂ, એલાઝાર તથા ઈથામારને જન્મ આપ્યો. આમ્રામ તેનો પતિ હતો.

  21. ગણના ૨૬:૬૧આશરે ઈ.પૂ. ૧૪૫૨

    નાદાબ તથા અબીહૂ યહોવાહ સમક્ષ અમાન્ય અગ્નિ ચઢાવતા મૃત્યુ પામ્યા.

  22. ગણના ૨૬:૬૨આશરે ઈ.પૂ. ૧૪૫૨

    તેઓ મધ્યેના જેઓની ગણતરી થઈ તેઓ એટલે એક મહિનો તથા તેનાથી વધારે ઉંમરના પુરુષોની સંખ્યા તેવીસ હજારની હતી. પણ તેઓની ગણતરી ઇઝરાયલ લોકો વચ્ચે થઈ ન હતી, કેમ કે તેઓને ઇઝરાયલ લોકો મધ્યે વારસો મળ્યો ન હતો.

  23. ગણના ૨૬:૬૩આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ મૂસા તથા એલાઝાર યાજકથી જેઓની ગણતરી થઈ તેઓ આ હતા. તેઓએ યર્દનને કિનારે યરીખો સામે મોઆબના મેદાનમાં ઇઝરાયલ લોકોની ગણતરી કરી.

  24. ગણના ૨૬:૬૪આશરે ઈ.પૂ. ૧૪૫૨

    મૂસાએ તથા હારુન યાજકે સિનાઈ અરણ્યમાં ઇઝરાયલના વંશજોની ગણતરી કરી ત્યારે જેઓની ગણતરી થઈ હતી તેઓમાંનો એક પણ માણસ ત્યાં ન હતો.

  25. ગણના ૨૬:૬૫આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ કેમ કે, યહોવાહે કહ્યું હતું કે આ બધા લોકો અરણ્યમાં મૃત્યુ પામશે. ફક્ત યફૂન્નેનો દીકરો કાલેબ તથા નૂનનો દીકરો યહોશુઆ સિવાય તેઓમાંનો એક પણ માણસ બચશે નહિ.