- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
આ કાળની કલમો
- ગણના ૨૭:૧આશરે ઈ.પૂ. ૧૪૫૨
¶ યૂસફના દીકરા મનાશ્શાના કુટુંબોમાંથી મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના દીકરા હેફેરના દીકરા સલોફહાદની દીકરીઓ મૂસા પાસે આવી. તેની દીકરીઓના નામ આ પ્રમાણે હતા: માહલાહ, નૂહ, હોગ્લાહ, મિલ્કાહ તથા તિર્સા.
- ગણના ૨૭:૨આશરે ઈ.પૂ. ૧૪૫૨
¶ તેઓએ મૂસાની, એલાઝાર યાજકની, વડીલોની તથા આખી જમાતની આગળ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ઊભી રહીને કહ્યું,
- ગણના ૨૭:૩આશરે ઈ.પૂ. ૧૪૫૨
“અમારો પિતા અરણ્યમાં મૃત્યુ પામ્યો. યહોવાહ વિરુદ્ધ ઊઠનાર કોરાહની ટોળીમાં તે ન હતા. તે તેના પોતાના પાપમાં મૃત્યુ પામ્યા; તેને કોઈ દીકરા ન હતા.
- ગણના ૨૭:૪આશરે ઈ.પૂ. ૧૪૫૨
¶ અમારા પિતાને દીકરો ન હોવાથી અમારા પિતાનું નામ કુટુંબમાંથી શા માટે દૂર કરાય? અમારા પિતાના ભાઈઓ મધ્યે અમને વારસો આપવામાં આવે.”
- ગણના ૨૭:૫આશરે ઈ.પૂ. ૧૪૫૨
માટે મૂસા આ બાબત યહોવાહ સમક્ષ લાવ્યો.
- ગણના ૨૭:૬આશરે ઈ.પૂ. ૧૪૫૨
¶ અને યહોવાહે મૂસાને કહ્યું,
- ગણના ૨૭:૭આશરે ઈ.પૂ. ૧૪૫૨
“સલોફહાદની દીકરીઓ સાચું બોલે છે. તું નિશ્ચે તે લોકોને તેમના પિતાના ભાઈઓની સાથે વારસાનો દેશ આપ; તેઓના પિતાનો વારસો તેઓને આપ.
- ગણના ૨૭:૮આશરે ઈ.પૂ. ૧૪૫૨
ઇઝરાયલ લોકોને સાથે વાત કરીને કહે, ‘જો કોઈ માણસ મૃત્યુ પામે અને તેને દીકરો ન હોય, તો તેની દીકરીને તેનો વારસો આપ.
- ગણના ૨૭:૯આશરે ઈ.પૂ. ૧૪૫૨
¶ જો તેને દીકરી ના હોય, તો તું તેનો વારસો તેના ભાઈઓને આપ.
- ગણના ૨૭:૧૦આશરે ઈ.પૂ. ૧૪૫૨
જો તેને ભાઈઓ ના હોય, તો તેનો તેના પિતાના ભાઈઓને આપ.
- ગણના ૨૭:૧૧આશરે ઈ.પૂ. ૧૪૫૨
અને જો તેને કાકાઓ ન હોય, તો તેનો વારસો તેના નજીકના સગાને આપ, તે તેનો માલિક બને. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે આ કાયદો ઇઝરાયલી લોકો માટે કાનૂન થાય.’”
- ગણના ૨૭:૧૨આશરે ઈ.પૂ. ૧૪૫૨
¶ યહોવાહે મૂસાને કહ્યું, “તું અબારીમના પર્વત પર જા અને જે દેશ મેં ઇઝરાયલી લોકોને આપેલો છે તે જો.
- ગણના ૨૭:૧૩આશરે ઈ.પૂ. ૧૪૫૨
તે જોયા પછી તું પણ તારા ભાઈ હારુનની જેમ તારા લોકો સાથે ભળી જશે.
- ગણના ૨૭:૧૪આશરે ઈ.પૂ. ૧૪૫૨
કેમ કે સીનના અરણ્યમાં આખી જમાતની દ્રષ્ટિમાં ખડકમાંથી વહેતા પાણી પાસે કાદેશમાં મરીબાહનાં પાણી મને પવિત્ર માનવા વિષે તેં મારી આજ્ઞાની વિરુદ્ધ બળવો કર્યો.
- ગણના ૨૭:૧૫આશરે ઈ.પૂ. ૧૪૫૨
¶ પછી મૂસાએ યહોવાહની સાથે વાત કરીને કહ્યું,
- ગણના ૨૭:૧૬આશરે ઈ.પૂ. ૧૪૫૨
“યહોવાહ, સર્વ માનવજાતના આત્માઓના ઈશ્વર, તે લોકો પર એક માણસને નિયુક્ત કરે.
- ગણના ૨૭:૧૭આશરે ઈ.પૂ. ૧૪૫૨
કોઈ માણસ તેઓની આગળ બહાર જાય અને અંદર આવે, જે તેઓને બહાર ચલાવે અને અંદર લાવે, જેથી તમારા લોકો પાળક વગરનાં ઘેટાં જેવા ન રહે.”
- ગણના ૨૭:૧૮આશરે ઈ.પૂ. ૧૪૫૨
¶ યહોવાહે મૂસાને કહ્યું, “નૂનનો દીકરો યહોશુઆ, જેનામાં મારો આત્મા રહે છે, તેના પર તારો હાથ મૂક.
- ગણના ૨૭:૧૯આશરે ઈ.પૂ. ૧૪૫૨
તું તેને એલાઝાર યાજક તથા આખી જમાત સમક્ષ ઊભો કર, તેઓના દેખતાં તેને તારો ઉત્તરાધિકારી નિયુક્ત કર.
- ગણના ૨૭:૨૦આશરે ઈ.પૂ. ૧૪૫૨
¶ તારો કેટલોક અધિકાર તેના પર મૂક, જેથી ઇઝરાયલી લોકોની આખી જમાત તેની આજ્ઞા પાળે.
- ગણના ૨૭:૨૧આશરે ઈ.પૂ. ૧૪૫૨
એલાઝાર યાજક પાસે તે ઊભો રહે, ઉરીમના નિર્ણય વડે યહોવાહની સમક્ષ તેને માટે પૂછે. તેના કહેવાથી તેઓ, એટલે તે તથા ઇઝરાયલી લોકોની આખી જમાત બહાર જાય અને અંદર આવે.
- ગણના ૨૭:૨૨આશરે ઈ.પૂ. ૧૪૫૨
¶ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેણે કર્યું. તેણે યહોશુઆને લઈને એલાઝાર યાજક તથા સમગ્ર જમાતની સમક્ષ રજૂ કર્યો.
- ગણના ૨૭:૨૩આશરે ઈ.પૂ. ૧૪૫૨
યહોવાહે જેમ કરવાનું કહ્યું હતું તેમ મૂસાએ તેનો હાથ તેના પર મૂકીને સોંપણી કરી.
- ગણના ૨૮:૧આશરે ઈ.પૂ. ૧૪૫૨
¶ યહોવાહે મૂસા સાથે વાત કરતાં કહ્યું,
- ગણના ૨૮:૨આશરે ઈ.પૂ. ૧૪૫૨
“ઇઝરાયલ લોકોને આજ્ઞા કરીને તેઓને કહે, ‘તમારે નિશ્ચિત સમયે મારે સારુ બલિદાન ચઢાવવું, મારે સારુ સુવાસિત હોમયજ્ઞને સારુ મારું અન્ન તમે સંભાળીને તેમને યોગ્ય સમયે મને ચઢાવો.