મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ગણના ૨૮:૨૮આશરે ઈ.પૂ. ૧૪૫૨

    તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાના ત્રણ દશાંશ એફાહ દરેક બળદને સારુ, બે દશાંશ ઘેટાંને સારુ ચઢાવો.

  2. ગણના ૨૮:૨૯આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ તેલથી મોહેલો એક દશાંશ એફાહ મેંદો સાત હલવાનોમાંના દરેકને ચઢાવવો.

  3. ગણના ૨૮:૩૦આશરે ઈ.પૂ. ૧૪૫૨

    તમારા પોતાના પ્રાયશ્ચિતને માટે એક બકરો અર્પણ કરવો.

  4. ગણના ૨૮:૩૧આશરે ઈ.પૂ. ૧૪૫૨

    રોજના દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત તમારે બલિદાન માટે ખામી વગરના પશુઓ ચઢાવવાં.

  5. ગણના ૨૯:૧આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ સાતમાં મહિનાના પ્રથમ દિવસે તમારે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી. રોજનું નિયત કામ કરવું નહિ. તે દિવસ તમારે માટે રણશિંગડાં વગાડવાનો છે.

  6. ગણના ૨૯:૨આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ તે દિવસે તમે સુવાસને સારુ યહોવાહને દહનીયાર્પણ ચઢાવો. તમે ખામી વગરનો વાછરડો, એક ઘેટો, એક વર્ષની ઉંમરનાં સાત હલવાન ચઢાવો.

  7. ગણના ૨૯:૩આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાનું, વાછરડાની સાથે ત્રણ દશાંશ એફાહ અને ઘેટાંની સાથે બે દશાંશ એફાહ ચઢાવ.

  8. ગણના ૨૯:૪આશરે ઈ.પૂ. ૧૪૫૨

    સાત હલવાનોમાંના દરેક હલવાનને સારુ એક એફાહ.

  9. ગણના ૨૯:૫આશરે ઈ.પૂ. ૧૪૫૨

    પોતાના માટે પ્રાયશ્ચિત કરવા પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.

  10. ગણના ૨૯:૬આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ દરેક મહિનાને પહેલું દહનીયાર્પણ, તેનું ખાદ્યાર્પણ, રોજનું ખાદ્યાર્પણ તથા તેનાં પેયાર્પણો ચઢાવવાં. જ્યારે તું આ અર્પણો ચઢાવે ત્યારે યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ ચઢાવવાના વિધિ તું પાળજે.

  11. ગણના ૨૯:૭આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ સાતમા મહિનાને દસમે દિવસે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી. તે દિવસે તમારે પોતાને નમ્ર કરવું અને કોઈ કામ ન કરવું.

  12. ગણના ૨૯:૮આશરે ઈ.પૂ. ૧૪૫૨

    તમારે યહોવાહને સુવાસિત દહનીયાર્પણ ચઢાવવો. તમે ખામી વગરનો એક વાછરડો, એક ઘેટો તથા એક વર્ષની ઉંમરના સાત નર હલવાનો ચઢાવો.

  13. ગણના ૨૯:૯આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ તમારે વાછરડા સાથે ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલો મેંદો અને ઘેટા સાથે બે દશાંશ એફાહ મેંદો ચઢાવવો,

  14. ગણના ૨૯:૧૦આશરે ઈ.પૂ. ૧૪૫૨

    એક દશાંશ એફાહ સાત હલવાનોમાંના દરેક હલવાન માટે.

  15. ગણના ૨૯:૧૧આશરે ઈ.પૂ. ૧૪૫૨

    વળી પાપાર્થાર્પણ માટે તમારે એક બકરાનું બલિદાન આપવું. પ્રાયશ્ચિતના દિવસનું પાપાર્થાર્પણ વર્ષમાં એક વખત તે પ્રાયશ્ચિતના દિવસે અર્પણ કરવામાં આવતું અને પ્રતિદિન થતાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણો અને પેયાર્પણો ઉપરાંતનું આ અર્પણ છે.

  16. ગણના ૨૯:૧૨આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ સાતમા મહિનાના પંદરમે દિવસે તમારે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી. રોજનું નિયત કામ કરવું નહિ, સાત દિવસ સુધી યહોવાહને માટે પર્વ પાળો.

  17. ગણના ૨૯:૧૩આશરે ઈ.પૂ. ૧૪૫૨

    તે દિવસે તમે યહોવાહને માટે દહનીયાર્પણ, યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ ચઢાવો. તમારે ખામી વગરના તેર વાછરડા, બે ઘેટાં અને એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચઢાવવાં.

  18. ગણના ૨૯:૧૪આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ તેર બળદોમાંનાં દરેક બળદની સાથે તેઓનું ખાદ્યાર્પણ ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલા મેંદાનું ચઢાવવું, બે દશાંશ બે ઘેટામાંના દરેક ઘેટાંની સાથે,

  19. ગણના ૨૯:૧૫આશરે ઈ.પૂ. ૧૪૫૨

    એક દશાંશ એફાહ ચૌદ હલવાનોમાંના દરેક હલવાન સાથે.

  20. ગણના ૨૯:૧૬આશરે ઈ.પૂ. ૧૪૫૨

    નિયમિત થતાં દહનીયાર્પણો, ખાદ્યાર્પણો તથા પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.

  21. ગણના ૨૯:૧૭આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ સભાના બીજે દિવસે તમારે બાર વાછરડા, બે ઘેટાં તથા એક વર્ષની ઉંમરના ખોડખાંપણ વગરના ચૌદ નર હલવાનો ચઢાવવા.

  22. ગણના ૨૯:૧૮આશરે ઈ.પૂ. ૧૪૫૨

    તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ, હલવાનોને સારુ, તેઓની ગણતરી પ્રમાણે તથા વિધિ મુજબ ચઢાવવાં.

  23. ગણના ૨૯:૧૯આશરે ઈ.પૂ. ૧૪૫૨

    તદુપરાંત પ્રતિદિન થતાં દહનીયાર્પણ, તેઓનાં ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવવો.

  24. ગણના ૨૯:૨૦આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ સભાના ત્રીજા દિવસે અગિયાર બળદો, બે ઘેટા તથા એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ હલવાનો ચઢાવવા.

  25. ગણના ૨૯:૨૧આશરે ઈ.પૂ. ૧૪૫૨

    તથા તેની સાથે તેઓની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે તેઓનાં ખાદ્યાર્પણ તથા પેયાર્પણ બળદોને સારુ, ઘેટાઓને સારુ, હલવાનોને સારુ ચઢાવવાં.