મુખ્ય સામગ્રી પર જાઓ

circa AD 95

The Revelation

John's vision on Patmos unveils the cosmic victory of the Lamb over evil and the final restoration of all creation.

404 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. પ્રકટીકરણ ૩:૨આશરે ઈ.સ. ૯૬

    તું જાગૃત થા અને બાકીના જે કાર્યો તારામાં બચી ગયો છે તે મરણ પામવાની તૈયારીમાં છે, તેઓને બળવાન કર; કેમ કે મેં તારાં કામ મારા ઈશ્વરની આગળ સંપૂર્ણ થયેલાં જોયાં નથી.

  2. પ્રકટીકરણ ૩:૩આશરે ઈ.સ. ૯૬

    માટે તને જે મળ્યું, તેં જે સાંભળ્યું છે, તેને યાદ કર અને ધ્યાનમાં રાખ, અને પસ્તાવો કર. કેમ કે જો તું જાગૃત નહિ રહે તો હું ચોરની માફક આવીશ, અને કઈ ઘડીએ હું તારા પર આવીશ તેની તને ખબર નહિ પડે.

  3. પ્રકટીકરણ ૩:૪આશરે ઈ.સ. ૯૬

    તોપણ જેઓએ પોતાનાં વસ્ત્રો અશુદ્ધ કર્યાં નથી, એવાં થોડા લોકો તારી પાસે સાર્દિસમાં છે; તેઓ સફેદ વસ્ત્ર પહેરીને મારી સાથે ફરશે; કેમ કે તેઓ લાયક છે.

  4. પ્રકટીકરણ ૩:૫આશરે ઈ.સ. ૯૬

    જે જીતે છે તેને એ જ પ્રમાણે સફેદ વસ્ત્ર પહેરાવાશે; જીવનનાં પુસ્તકમાંથી તેનું નામ હું ભૂંસી નાખીશ નહિ. પણ મારા પિતાની આગળ તથા તેમના સ્વર્ગદૂતોની આગળ હું તેનું નામ સ્વીકારીશ.

  5. પ્રકટીકરણ ૩:૬આશરે ઈ.સ. ૯૬

    આત્મા મંડળીને જે કહે છે, તે જેને કાન છે તે સાંભળે.

  6. પ્રકટીકરણ ૩:૭આશરે ઈ.સ. ૯૬

    ફિલાડેલ્ફિયામાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે, જે પવિત્ર છે, જે સત્ય છે, જેની પાસે દાઉદની ચાવી છે, જે તે ઉઘાડે છે એને કોઈ બંધ કરશે નહિ, તથા જે તે બંધ કરશે એને કોઈ ઉઘાડી શકશે નથી, તે આ વાતો કહે છે.

  7. પ્રકટીકરણ ૩:૮આશરે ઈ.સ. ૯૬

    તારાં કામ હું જાણું છું. જુઓ, તારી આગળ મેં બારણું ખુલ્લું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે તેમ નથી. તારામાં થોડી શક્તિ છે, તોપણ તેં મારી વાત માની છે અને મારા નામનો ઇનકાર કર્યો નથી.

  8. પ્રકટીકરણ ૩:૯આશરે ઈ.સ. ૯૬

    જુઓ, જેઓ શેતાનની સભામાંના છે, જેઓ કહે છે કે અમે યહૂદી છીએ, તોપણ એવા નથી, તેઓ જૂઠું બોલે છે. હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ આવીને તારા પગ આગળ નમશે, અને મેં તારા પર પ્રેમ રાખ્યો છે એવું તેઓ જાણશે.

  9. પ્રકટીકરણ ૩:૧૦આશરે ઈ.સ. ૯૬

    તેં ધીરજપૂર્વક મારા વચન પાળ્યું છે, તેથી પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા સારુ કસોટીનો જે સમય આખા માનવજગત પર આવનાર છે, તેનાથી હું પણ તને બચાવીશ.

  10. પ્રકટીકરણ ૩:૧૧આશરે ઈ.સ. ૯૬

    હું વહેલો આવું છું; તારું જે છે તેને તું વળગી રહે કે, કોઈ તારો મુગટ લઈ લે નહિ.

  11. પ્રકટીકરણ ૩:૧૨આશરે ઈ.સ. ૯૬

    જે જીતે છે તેને હું મારા ઈશ્વરના ભક્તિસ્થાનમાં સ્તંભ કરીશ, તે ફરી ત્યાંથી બહાર જશે નહિ; વળી તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ, એટલે જે નવું યરુશાલેમ મારા ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરે છે તેનું, તથા મારું પોતાનું નવું નામ લખીશ.

  12. પ્રકટીકરણ ૩:૧૩આશરે ઈ.સ. ૯૬

    આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.

  13. પ્રકટીકરણ ૩:૧૪આશરે ઈ.સ. ૯૬

    લાઓદિકિયામાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે, જે આમીન છે, જે વિશ્વાસુ તથા ખરા સાક્ષી છે, જે ઈશ્વરની સૃષ્ટિના મૂળરૂપ છે, તે આ વાતો કહે છે.

  14. પ્રકટીકરણ ૩:૧૫આશરે ઈ.સ. ૯૬

    તારાં કામ હું જાણું છું, કે તું ઠંડો નથી, તેમ જ ગરમ પણ નથી; તું ઠંડો અથવા ગરમ થાય એમ હું ચાહું છું!

  15. પ્રકટીકરણ ૩:૧૬આશરે ઈ.સ. ૯૬

    પણ તું હૂંફાળો છે, એટલે ગરમ નથી તેમ જ ઠંડો પણ નથી, માટે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ.

  16. પ્રકટીકરણ ૩:૧૭આશરે ઈ.સ. ૯૬

    તું કહે છે કે, હું શ્રીમંત છું, મેં સંપત્તિ મેળવી છે, મને કશાની ખોટ નથી; પણ તું જાણતો નથી કે, તું કંગાળ, દયાજનક, ગરીબ, અંધ તથા નિર્વસ્ત્ર છે.

  17. પ્રકટીકરણ ૩:૧૮આશરે ઈ.સ. ૯૬

    માટે હું તને એવી સલાહ આપું છું કે તું શ્રીમંત થાય, માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે; તું વસ્ત્ર પહેર, કે તારી નિર્વસ્ત્ર હોવાની શરમ પ્રગટ ન થાય, માટે સફેદ વસ્ત્ર વેચાતાં લે; તું દેખતો થાય, માટે અંજન વેચાતું લઈને તારી આંખોમાં આંજ.

  18. પ્રકટીકરણ ૩:૧૯આશરે ઈ.સ. ૯૬

    હું જેટલાં પર પ્રેમ રાખું છું, તે સર્વને ઠપકો આપું છું તથા શીખવવું છું; માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર.

  19. પ્રકટીકરણ ૩:૨૦આશરે ઈ.સ. ૯૬

    જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવવું છું; જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉઘાડશે, તો હું તેની પાસે અંદર આવીને તેની સાથે જમીશ, તે પણ મારી સાથે જમશે.

  20. પ્રકટીકરણ ૩:૨૧આશરે ઈ.સ. ૯૬

    જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી પાસે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની પાસે તેમના રાજ્યાસન પર બેઠેલો છું.

  21. પ્રકટીકરણ ૩:૨૨આશરે ઈ.સ. ૯૬

    આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.

  22. પ્રકટીકરણ ૪:૧આશરે ઈ.સ. ૯૬

    ¶ એ ઘટનાઓ બન્યા પછી મેં જોયું, તો જુઓ, સ્વર્ગમાં એક દ્વાર ખૂલેલું હતું. જે પ્રથમ વાણી રણશિંગડાના અવાજ જેવી મેં સાંભળી તે મારી સાથે બોલતી હતી. તેણે કહ્યું કે, ‘અહીં ઉપર આવ, હવે પછી જે જે થવાનું છે તે હું તને બતાવીશ.’”

  23. પ્રકટીકરણ ૪:૨આશરે ઈ.સ. ૯૬

    એકાએક હું આત્મામાં હતો; ત્યારે જુઓ, સ્વર્ગમાં એક રાજ્યાસન મૂકવામાં આવ્યું, તેના પર એક જણ બિરાજેલા હતા.

  24. પ્રકટીકરણ ૪:૩આશરે ઈ.સ. ૯૬

    તે દેખાવમાં લાલ પાષાણ તથા અકીક જેવા હતા; રાજ્યાસનની આસપાસ એક મેઘધનુષ હતું. તેનો દેખાવ નીલમણિ જેવો હતો.

  25. પ્રકટીકરણ ૪:૪આશરે ઈ.સ. ૯૬

    ¶ રાજ્યાસનની આસપાસ ચોવીસ આસનો હતાં; તેના પર ચોવીસ વડીલો બેઠેલા મેં જોયા, તેઓએ સફેદ વસ્ત્ર પહેરેલાં હતાં; તેઓનાં માથાં પર સોનાનાં મુગટ હતા.