circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
આ કાળની કલમો
- માર્ક ૧૦:૩૨આશરે ઈ.સ. ૨૯
¶ યરુશાલેમની તરફ ઢાળ ચઢતાં તેઓ માર્ગમાં હતા. ઈસુ તેઓની આગળ ચાલતા હતા; તેઓ આશ્ચર્ય પામ્યા અને તેમની પાછળ અનુસરનારા ડરી ગયા. તે ફરીથી બાર શિષ્યોને પાસે બોલાવીને પોતાના પર જે વીતવાનું હતું તે તેઓને કહેવા લાગ્યા કે,
- માર્ક ૧૦:૩૩આશરે ઈ.સ. ૨૯
‘જુઓ, આપણે યરુશાલેમમાં જઈએ છીએ; માણસના દીકરાની મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ દ્વારા ધરપકડ કરવામાં આવશે, તેઓ તેના પર મૃત્યુદંડ ઠરાવશે અને તેને વિદેશીઓને સોંપશે;
- માર્ક ૧૦:૩૪આશરે ઈ.સ. ૨૯
તેઓ તેની મશ્કરી કરશે, તેના પર થૂંકશે, તેને કોરડા મારશે, અને મારી નાખશે અને ત્રીજે દિવસે તે પાછો ઊઠશે.’”
- માર્ક ૧૦:૩૫આશરે ઈ.સ. ૨૯
¶ ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન ઈસુની પાસે આવીને કહે છે કે, ‘ઉપદેશક, અમારી ઇચ્છા છે કે, અમે જે કંઈ માગીએ તે તમે અમારે માટે કરો.’”
- માર્ક ૧૦:૩૬આશરે ઈ.સ. ૨૯
ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારી શી ઇચ્છા છે? હું તમારે માટે શું કરું?’”
- માર્ક ૧૦:૩૭આશરે ઈ.સ. ૨૯
ત્યારે તેઓએ તેમને કહ્યું કે, ‘તમારા મહિમામાં અમે એક તમારે જમણે હાથે અને એક તમારે ડાબે હાથે બેસીએ, એવું અમારે માટે કરો.’”
- માર્ક ૧૦:૩૮આશરે ઈ.સ. ૨૯
¶ પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે જે માગો છો, તે તમે સમજતા નથી. જે પ્યાલો હું પીઉં છું તે શું તમે પી શકો છો? જે બાપ્તિસ્મા હું લઉં છું, તે બાપ્તિસ્મા શું તમે લઈ શકો છો?’”
- માર્ક ૧૦:૩૯આશરે ઈ.સ. ૨૯
તેઓએ તેમને કહ્યું કે, ‘અમે તેમ કરી શકીએ છીએ.’” પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘જે પ્યાલો હું પીઉં છું તે તમે પીશો અને જે બાપ્તિસ્મા હું લઉં છું, તે બાપ્તિસ્મા તમે લેશો;
- માર્ક ૧૦:૪૦આશરે ઈ.સ. ૨૯
પણ કોઈને મારે જમણે હાથે કે ડાબે હાથે બેસવા દેવા, એ મારા અધિકારમાં નથી, પણ જેઓને સારુ તે નિયત કરેલું છે તેઓને માટે તે છે.”
- માર્ક ૧૦:૪૧આશરે ઈ.સ. ૨૯
¶ પછી બાકીના દસ શિષ્યો તે સાંભળીને યાકૂબ તથા યોહાન પ્રત્યે ગુસ્સે થયા.
- માર્ક ૧૦:૪૨આશરે ઈ.સ. ૨૯
પણ ઈસુ તેઓને પાસે બોલાવીને કહે છે કે, ‘તમે જાણો કે વિદેશીઓ પર જેઓ રાજ કરનારા કહેવાય છે, તેઓ તેમના પર શાસન કરે છે અને તેઓમાં જે મોટા છે તેઓ તેમના પર અધિકાર ચલાવે છે.
- માર્ક ૧૦:૪૩આશરે ઈ.સ. ૨૯
¶ પણ તમારામાં એવું ન થવા દો. તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તેણે તમારા ચાકર થવું.
- માર્ક ૧૦:૪૪આશરે ઈ.સ. ૨૯
જે કોઈ પ્રથમ થવા માગે તે સહુનો દાસ થાય.
- માર્ક ૧૦:૪૫આશરે ઈ.સ. ૨૯
કેમ કે માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણાંનાં મુક્તિમૂલ્યને સારુ પોતાનો જીવ આપવાને આવ્યો છે.’”
- માર્ક ૧૦:૪૬આશરે ઈ.સ. ૨૯
¶ તેઓ યરીખોમાં આવે છે. અને યરીખોમાંથી ઈસુ, તેમના શિષ્યો તથા ઘણાં લોકો બહાર જતા હતા, ત્યારે તિમાયનો દીકરો બાર્તિમાય જે અંધ ભિખારી હતો તે માર્ગની બાજુએ બેઠો હતો.
- માર્ક ૧૦:૪૭આશરે ઈ.સ. ૨૯
એ નાસરેથના ઈસુ છે, એમ સાંભળીને તે બૂમ પાડવા તથા કહેવા લાગ્યો કે, ‘ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.’”
- માર્ક ૧૦:૪૮આશરે ઈ.સ. ૨૯
લોકોએ તેને ધમકાવ્યો કે, ‘તું ચૂપ રહે;’ પણ તેણે વધારે મોટેથી બૂમ પાડતાં કહ્યું કે, ‘ઓ દાઉદના દીકરા, મારા પર દયા કરો.’”
- માર્ક ૧૦:૪૯આશરે ઈ.સ. ૨૯
¶ ઈસુએ ઊભા રહીને કહ્યું કે, ‘તેને બોલાવો’ અને અંધને બોલાવીને લોકો તેને કહે છે કે, ‘હિંમત રાખ, ઊઠ, ઈસુ તને બોલાવે છે.’”
- માર્ક ૧૦:૫૦આશરે ઈ.સ. ૨૯
પોતાનો ઝભ્ભો પડતો મૂકીને તે ઊઠ્યો, અને ઈસુની પાસે આવ્યો.
- માર્ક ૧૦:૫૧આશરે ઈ.સ. ૨૯
¶ ઈસુએ તેને ઉત્તર આપતાં કહ્યું કે, ‘હું તને શું કરું, એ વિષે તારી શી ઇચ્છા છે?’ અંધ વ્યક્તિએ કહ્યું કે, ‘ગુરુ, હું દેખતો થાઉં.’”
- માર્ક ૧૦:૫૨આશરે ઈ.સ. ૨૯
ઈસુએ તેને કહ્યું કે ‘જા, તારા વિશ્વાસે તને સાજો કર્યો છે,’ અને તરત તે દેખતો થયો અને માર્ગમાં ઈસુની પાછળ ગયો.
- માર્ક ૧૧:૧આશરે ઈ.સ. ૩૩
¶ તેઓ યરુશાલેમની નજદીક, જૈતૂનનાં પહાડ આગળ બેથફાગે તથા બેથાનિયા પાસે આવે છે, ત્યારે ઈસુ બે શિષ્યોને આગળ મોકલે છે.
- માર્ક ૧૧:૨આશરે ઈ.સ. ૩૩
અને તેઓને કહે છે કે, ‘સામેના ગામમાં જાઓ અને તેમાં તમે પેસશો કે તરત એક ગધેડાનો વછેરો જેનાં પર કોઈ માણસ કદી સવાર થયું નથી, તે તમને બાંધેલો મળશે; તેને છોડી લાવો.
- માર્ક ૧૧:૩આશરે ઈ.સ. ૩૩
જો કોઈ તમને પૂછે કે, તમે શા માટે એમ કરો છો તો કહેજો કે, પ્રભુને તેની જરૂર છે. અને તે જલ્દી એને અહીં પાછું લાવવા મોકલશે.’”
- માર્ક ૧૧:૪આશરે ઈ.સ. ૩૩
¶ તેઓ ગયા. અને ઘરની બહાર ખુલ્લાં રસ્તામાં બાંધેલો વછેરો તેઓને જોવા મળ્યો અને તેઓ તેને છોડવા લાગ્યા.