મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. માર્ક ૯:૩૨આશરે ઈ.સ. ૩૨

    તેઓ આ વાત સમજ્યા ન હતા અને તેઓ તે વિષે ઈસુને પૂછતાં ગભરાતા હતા.

  2. માર્ક ૯:૩૩આશરે ઈ.સ. ૩૨

    ¶ તેઓ કપરનાહૂમમાં આવ્યા અને તે ઘરમાં હતા, ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું કે, ‘તમે માર્ગમાં શાની ચર્ચા કરતાં હતા?’”

  3. માર્ક ૯:૩૪આશરે ઈ.સ. ૩૨

    પણ તેઓ મૌન રહ્યા; કેમ કે માર્ગમાં તેઓ અંદરોઅંદર ચર્ચા કરતાં હતા કે, ‘તેઓમાં મોટો કોણ છે?’”

  4. માર્ક ૯:૩૫આશરે ઈ.સ. ૩૨

    ઈસુ બેઠા અને બાર શિષ્યોને બોલાવીને તેઓને કહ્યું કે, ‘જો કોઈ પહેલો થવા ચાહે, તો તે સહુથી છેલ્લો તથા સહુનો ચાકર થાય.’”

  5. માર્ક ૯:૩૬આશરે ઈ.સ. ૩૨

    ¶ તેમણે એક બાળકને લઈને તેઓની વચમાં ઊભું રાખ્યું અને તેને ખોળામાં લઈને તેઓને કહ્યું કે,

  6. માર્ક ૯:૩૭આશરે ઈ.સ. ૩૨

    ‘જે કોઈ મારે નામે આવાં બાળકોમાંના એકનો સ્વીકાર કરે, તે મારો સ્વીકાર કરે છે અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે કેવળ મારો જ નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમનો સ્વીકાર કરે છે.’”

  7. માર્ક ૯:૩૮આશરે ઈ.સ. ૩૨

    ¶ યોહાને ઈસુને કહ્યું કે, ‘ઉપદેશક, અમે એક જણને તમારે નામે દુષ્ટાત્માઓને કાઢતો જોયો અને અમે તેને મના કરી, કારણ કે તે આપણામાંનો નથી.’”

  8. માર્ક ૯:૩૯આશરે ઈ.સ. ૩૨

    પણ ઈસુએ કહ્યું કે, ‘તેને મના કરો નહિ, કેમ કે એવો કોઈ નથી કે જે મારે નામે પરાક્રમી કામ કરે અને પછી તરત મારી નિંદા કરી શકે.

  9. માર્ક ૯:૪૦આશરે ઈ.સ. ૩૨

    કેમ કે જે આપણી વિરુદ્ધ નથી, તે આપણા પક્ષનો છે.’”

  10. માર્ક ૯:૪૧આશરે ઈ.સ. ૩૨

    કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, ‘તમે ખ્રિસ્તનાં છો એ કારણથી જે કોઈ તમને પ્યાલો પાણી પાશે, તે પોતાનું બદલો નહિ ગુમાવે.

  11. માર્ક ૯:૪૨આશરે ઈ.સ. ૩૨

    જે નાનાંઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઈ પાપ કરવા પ્રેરે, તેને માટે તે કરતાં આ સારું છે કે ઘંટીનો પથ્થર તેના ગળે બંધાય અને તે સમુદ્રમાં નંખાય.

  12. માર્ક ૯:૪૩આશરે ઈ.સ. ૩૨

    જો તારો હાથ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખ; તને બે હાથ હોવા છતાં નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં જવું પડે

  13. માર્ક ૯:૪૪આશરે ઈ.સ. ૩૨

    તે કરતાં હાથ વિનાનો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.

  14. માર્ક ૯:૪૫આશરે ઈ.સ. ૩૨

    જો તારો પગ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખ; તને બે પગ હોવા છતાં નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં નંખાવું પડે

  15. માર્ક ૯:૪૬આશરે ઈ.સ. ૩૨

    તે કરતાં અપંગ થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.

  16. માર્ક ૯:૪૭આશરે ઈ.સ. ૩૨

    જો તારી આંખ તને પાપ કરવા પ્રેરે તો તેને કાઢી નાખ; તને બે આંખ હોવા છતાં નર્કાગ્નિમાં નંખાવું,

  17. માર્ક ૯:૪૮આશરે ઈ.સ. ૩૨

    કે જ્યાં તેઓનો કીડો મરતો નથી અને અગ્નિ હોલવાતો નથી તે કરતાં આંખ વિનાના થઈને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ તારે માટે સારું છે.

  18. માર્ક ૯:૪૯આશરે ઈ.સ. ૩૨

    કેમ કે અગ્નિથી દરેક શુદ્ધ કરાશે; જે રીતે દરેક યજ્ઞ મીઠાથી શુદ્ધ કરાશે.

  19. માર્ક ૯:૫૦આશરે ઈ.સ. ૩૨

    મીઠું તો સારું છે; પણ જો મીઠું સ્વાદ વગરનું થયું હોય, તો તેને શાથી ખારું કરાશે? પોતાનામાં મીઠું રાખો, અને એકબીજા સાથે સંપ રાખો.

  20. માર્ક ૧૦:૧આશરે ઈ.સ. ૨૯

    ¶ ત્યાંથી ઊઠીને ઈસુ યર્દન નદીને પેલે પાર યહૂદિયા પ્રદેશમાં આવે છે અને ફરી ઘણાં લોકો આવીને તેમની પાસે એકઠા થાય છે; તેમની પ્રથા પ્રમાણે તેમણે ફરી તેઓને બોધ કર્યો.

  21. માર્ક ૧૦:૨આશરે ઈ.સ. ૨૯

    ફરોશીઓએ પાસે આવીને ઈસુનું પરીક્ષણ કરતાં તેમને પૂછ્યું કે, ‘શું પતિએ પોતાની પત્નીને છોડી દેવી ઉચિત છે?’”

  22. માર્ક ૧૦:૩આશરે ઈ.સ. ૨૯

    ઈસુએ જવાબ આપતાં તેઓને પૂછ્યું કે, ‘મૂસાએ તમને શી આજ્ઞા આપી છે?’”

  23. માર્ક ૧૦:૪આશરે ઈ.સ. ૨૯

    તેઓએ કહ્યું કે, છૂટાછેડા લખીને ત્યાગી દેવાની રજા મૂસાએ આપેલી છે.’”

  24. માર્ક ૧૦:૫આશરે ઈ.સ. ૨૯

    ¶ પણ ઈસુએ તેઓને કહ્યું કે, તમારાં હૃદયની કઠોરતાને લીધે મૂસાએ તમારે સારુ તે આજ્ઞા આપી છે.

  25. માર્ક ૧૦:૬આશરે ઈ.સ. ૨૯

    પણ ઉત્પત્તિના આરંભથી ઈશ્વરે તેઓને એક પુરુષ તથા એક સ્ત્રી બનાવ્યાં.