મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. માર્ક ૯:૭આશરે ઈ.સ. ૩૨

    ¶ એક વાદળું આવ્યું. તેણે તેઓ પર છાયા કરી; વાદળામાંથી એવી વાણી થઈ કે, ‘આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો.’”

  2. માર્ક ૯:૮આશરે ઈ.સ. ૩૨

    તરત તેઓએ ચારેબાજુ જોયું ત્યાર પછી તેઓની સાથે એકલા ઈસુ વિના કોઈને જોયા નહિ.

  3. માર્ક ૯:૯આશરે ઈ.સ. ૩૨

    ¶ તેઓ પહાડ પરથી ઊતરતા હતા ત્યારે ઈસુએ તેઓને ફરમાવ્યું કે, ‘તમે જે જોયું છે તે માણસનો દીકરો મૃત્યુમાંથી પાછો ઊઠે, ત્યાં સુધી કોઈને કહેશો નહિ.’”

  4. માર્ક ૯:૧૦આશરે ઈ.સ. ૩૨

    તેઓએ તે સૂચના મનમાં રાખીને ‘મૃત્યુમાંથી પાછા ઊઠવું’ એ શું હશે, તે વિષે અંદરોઅંદર ચર્ચા કરી.

  5. માર્ક ૯:૧૧આશરે ઈ.સ. ૩૨

    ¶ તેઓએ ઈસુને પૂછ્યું, ‘શાસ્ત્રીઓ કેમ કહે છે કે એલિયાએ પ્રથમ આવવું જોઈએ?’”

  6. માર્ક ૯:૧૨આશરે ઈ.સ. ૩૨

    ઈસુએ તેઓને કહ્યું કે, ‘એલિયા અગાઉ આવીને સર્વને સુધારે છે ખરો; પણ માણસના દીકરા વિષે એમ કેમ લખ્યું છે કે, તેમણે ઘણું દુઃખ સહેવું પડશે અને ત્યજી દેવામાં આવશે?’”

  7. માર્ક ૯:૧૩આશરે ઈ.સ. ૩૨

    પણ હું તમને કહું છું કે, ‘એલિયા ખરેખર આવ્યો છે; અને તેને વિષે લખેલું છે તે પ્રમાણે તેઓએ પોતાની મરજી મુજબ તેની સાથે આચરણ કર્યું.’”

  8. માર્ક ૯:૧૪આશરે ઈ.સ. ૩૨

    ¶ તેઓએ શિષ્યોની પાસે આવીને તેઓની આસપાસ ઘણાં લોકોને તથા તેઓની સાથે ચર્ચા કરતા શાસ્ત્રીઓને જોયા.

  9. માર્ક ૯:૧૫આશરે ઈ.સ. ૩૨

    તે બધા લોકો ઈસુને જોઈને વધારે આશ્ચર્ય પામ્યા અને દોડીને તેમને સલામ કરી.

  10. માર્ક ૯:૧૬આશરે ઈ.સ. ૩૨

    ઈસુએ તેઓને પૂછ્યું કે, ‘તેઓની સાથે તમે શી ચર્ચા કરો છો?’”

  11. માર્ક ૯:૧૭આશરે ઈ.સ. ૩૨

    ¶ લોકોમાંથી એકે તેમને ઉત્તર આપ્યો કે, ‘ઉપદેશક, હું મારો દીકરો તમારી પાસે લાવ્યો છું, તેને મૂંગો દુષ્ટાત્મા વળગેલો છે;

  12. માર્ક ૯:૧૮આશરે ઈ.સ. ૩૨

    જ્યાં કહી તે તેને પકડે છે, ત્યાં તે તેને પાડી નાખે છે; તે ફીણ કાઢે છે, દાંત ભીડે છે અને તે શરીર કડક થઈ જાય છે. મેં તમારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું; પણ તેઓ તેને કાઢી શક્યા નહિ,’

  13. માર્ક ૯:૧૯આશરે ઈ.સ. ૩૨

    પણ ઈસુ જવાબ આપતાં તેઓને કહે છે કે, ‘ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો.’”

  14. માર્ક ૯:૨૦આશરે ઈ.સ. ૩૨

    ¶ તેઓ તેને ઈસુની પાસે લાવ્યા અને તેમને જોઈને દુષ્ટાત્માએ તરત તેને મરડ્યો અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડવા લાગ્યો.

  15. માર્ક ૯:૨૧આશરે ઈ.સ. ૩૨

    ઈસુએ તેના પિતાને પૂછ્યું કે, ‘તેને કેટલા વખતથી આવું થયું છે?’ તેણે કહ્યું કે, ‘બાળપણથી.’”

  16. માર્ક ૯:૨૨આશરે ઈ.સ. ૩૨

    તેનો નાશ કરવા માટે અશુદ્ધ આત્માએ ઘણી વખત તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે; પણ જો તમે કંઈ કરી શકો તો અમારા પર દયા રાખીને અમને મદદ કરો.’”

  17. માર્ક ૯:૨૩આશરે ઈ.સ. ૩૨

    ¶ ઈસુએ તેને કહ્યું કે, ‘જો તમે કરી શકો! વિશ્વાસ રાખનારને તો બધું જ શક્ય છે.’”

  18. માર્ક ૯:૨૪આશરે ઈ.સ. ૩૨

    તરત દીકરાના પિતાએ ઘાંટો પાડતાં કહ્યું કે, ‘હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિષે મને મદદ કરો.’”

  19. માર્ક ૯:૨૫આશરે ઈ.સ. ૩૨

    ઘણાં લોકો દોડતા આવે છે, એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને તેને કહ્યું કે, ‘મૂંગા તથા બહેરા આત્મા, હું તને હુકમ કરું છું કે, તેનામાંથી નીકળ. અને ફરી તેનામાં પ્રવેશીશ નહિ.’”

  20. માર્ક ૯:૨૬આશરે ઈ.સ. ૩૨

    ¶ ચીસ પાડીને અને તેને બહુ મરડીને તે નીકળ્યો. અને તે મૂઆ જેવો થઈ ગયો, એવો કે ઘણાંખરાએ કહ્યું કે, ‘તે મરી ગયો છે.’”

  21. માર્ક ૯:૨૭આશરે ઈ.સ. ૩૨

    પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને ઉઠાડ્યો અને તે ઊભો થયો.

  22. માર્ક ૯:૨૮આશરે ઈ.સ. ૩૨

    ¶ ઈસુ ઘરમાં આવ્યા ત્યારે તેમના શિષ્યોએ તેમને એકાંતમાં પૂછ્યું કે, ‘અમે કેમ અશુદ્ધ આત્માને કાઢી ન શક્યા?’”

  23. માર્ક ૯:૨૯આશરે ઈ.સ. ૩૨

    ઈસુએ કહ્યું કે, ‘પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી.’”

  24. માર્ક ૯:૩૦આશરે ઈ.સ. ૩૨

    ¶ ત્યાંથી નીકળીને તેઓ ગાલીલમાં થઈને ગયા અને તે વિષે કોઈ ન જાણે, એવી તેમની ઇચ્છા હતી.

  25. માર્ક ૯:૩૧આશરે ઈ.સ. ૩૨

    કેમ કે ઈસુ પોતાના શિષ્યોને શીખવતા અને તેઓને કહેતાં કે, ‘માણસના દીકરાની માણસો ધરપકડ કરશે અને તેઓ તેને મારી નાખશે. મારી નંખાયા પછી તે ત્રીજે દિવસે પાછો ઊઠશે.’”