મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. માર્ક ૭:૩૨આશરે ઈ.સ. ૩૨

    લોકો એક મૂક બધિરને તેમની પાસે લાવ્યા અને તેના પર હાથ મૂકવાને તેમને વિનંતી કરી.

  2. માર્ક ૭:૩૩આશરે ઈ.સ. ૩૨

    ¶ ઈસુએ લોકો પાસેથી તેને એકાંતમાં લઈ જઈને તેના કાનોમાં પોતાની આંગળી નાખી અને તેની જીભ પર પોતાનું થૂંક લગાડ્યું;

  3. માર્ક ૭:૩૪આશરે ઈ.સ. ૩૨

    અને સ્વર્ગ તરફ જોઈને તેમણે નિસાસો નાખ્યો અને કહ્યું કે, ‘એફફથા,’ એટલે ‘ઊઘડી જા.’”

  4. માર્ક ૭:૩૫આશરે ઈ.સ. ૩૨

    તરત તેના કાનો ઊઘડી ગયા, તેની જીભનું બંધન છૂટ્યું. તે સ્પષ્ટ રીતે બોલતો થયો.

  5. માર્ક ૭:૩૬આશરે ઈ.સ. ૩૨

    ¶ ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, ‘તમારે કોઈને કહેવું નહિ;’ પણ જેમ જેમ તેમણે વધારે આજ્ઞા કરી તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું.

  6. માર્ક ૭:૩૭આશરે ઈ.સ. ૩૨

    લોકો વધારે અચંબો પામ્યા અને બોલ્યા કે, ‘તેમણે બધું સારું જ કર્યું છે; તેઓ બધિરોને સાંભળતાં અને મૂકજનોને બોલતાં કરે છે.

  7. માર્ક ૮:૧આશરે ઈ.સ. ૩૨

    ¶ તે દિવસોમાં જયારે ફરી અતિ ઘણાં લોકો હતા અને તેઓની પાસે કંઈ ખાવાનું ન હતું, ત્યારે ઈસુ પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહે છે કે,

  8. માર્ક ૮:૨આશરે ઈ.સ. ૩૨

    ‘લોકો પર મને અનુકંપા આવે છે, કેમ કે ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે અને તેઓની પાસે કશું ખાવાનું નથી;

  9. માર્ક ૮:૩આશરે ઈ.સ. ૩૨

    અને જો હું તેઓને ભૂખ્યા ઘરે મોકલું તો રસ્તામાં તેઓ થાકીને પડી જશે; વળી તેઓમાંના કેટલાક તો દૂરથી આવ્યા છે.’”

  10. માર્ક ૮:૪આશરે ઈ.સ. ૩૨

    શિષ્યોએ ઈસુને જવાબ આપ્યો કે, ‘અહીં અરણ્યમાં ક્યાંથી કોઈ એટલા બધાને રોટલીથી તૃપ્ત કરી શકે?’”

  11. માર્ક ૮:૫આશરે ઈ.સ. ૩૨

    ¶ ઈસુએ તેઓને પૂછ્યું કે, ‘તમારી પાસે કેટલી રોટલીઓ છે?’ તેઓએ કહ્યું, ‘સાત.’”

  12. માર્ક ૮:૬આશરે ઈ.સ. ૩૨

    ઈસુએ લોકોને જમીન પર બેસવાનો આદેશ આપ્યો; અને સાત રોટલીઓ લઈને તેમણે સ્તુતિ કરીને ભાંગી અને વહેંચવા સારુ પોતાના શિષ્યોને આપી; અને તેઓએ તે લોકોને પીરસી.

  13. માર્ક ૮:૭આશરે ઈ.સ. ૩૨

    ¶ તેઓની પાસે થોડી નાની માછલીઓ પણ હતી; અને ઈસુએ તેના પર આશીર્વાદ માગીને તે પણ લોકોને પીરસવાનું કહ્યું.

  14. માર્ક ૮:૮આશરે ઈ.સ. ૩૨

    લોકો ખાઈને તૃપ્ત થયા; અને બાકી વધેલા ટુકડાંઓથી સાત ટોપલીઓ ભરાઈ. તે તેઓએ ઉઠાવી.

  15. માર્ક ૮:૯આશરે ઈ.સ. ૩૨

    જમનારાં આશરે ચાર હજાર લોકો હતા; અને ઈસુએ તેઓને વિદાય કર્યાં.

  16. માર્ક ૮:૧૦આશરે ઈ.સ. ૩૨

    તરત પોતાના શિષ્યો સાથે હોડી પર ચઢીને ઈસુ દલમાનુથાની પ્રદેશમાં આવ્યા.

  17. માર્ક ૮:૧૧આશરે ઈ.સ. ૩૨

    ¶ ત્યારે ત્યાં ફરોશીઓ આવી પહોંચ્યા અને ઈસુની કસોટી કરતાં તેમની પાસે સ્વર્ગમાંથી ચમત્કારિક ચિહ્ન માગીને તેમની સાથે વિવાદ કરવા લાગ્યા.

  18. માર્ક ૮:૧૨આશરે ઈ.સ. ૩૨

    પોતાના આત્મામાં ઊંડો નિસાસો નાખીને ઈસુ કહે છે કે, ‘આ પેઢી ચમત્કારિક ચિહ્ન કેમ માગે છે? હું તેમને નિશ્ચે કહું છું કે, આ પેઢીને કંઈ જ ચમત્કારિક ચિહ્ન અપાશે નહિ.’”

  19. માર્ક ૮:૧૩આશરે ઈ.સ. ૩૨

    તેઓને ત્યાં જ રહેવા દઈને ઈસુ પાછા હોડીમાં બેસીને સામે કિનારે ગયા.

  20. માર્ક ૮:૧૪આશરે ઈ.સ. ૩૨

    ¶ તેઓ રોટલી લાવવાનું ભૂલી ગયા હતા; અને તેઓની પાસે હોડીમાં એક કરતાં વધારે રોટલી નહોતી.

  21. માર્ક ૮:૧૫આશરે ઈ.સ. ૩૨

    ઈસુએ તેઓને આજ્ઞા આપીને કહ્યું કે, ‘જોજો, ફરોશીઓના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવધાન રહેજો.’”

  22. માર્ક ૮:૧૬આશરે ઈ.સ. ૩૨

    ¶ તેઓએ અંદરોઅંદર વાતો કરીને કહ્યું કે, ‘આપણી પાસે રોટલી નથી.’”

  23. માર્ક ૮:૧૭આશરે ઈ.સ. ૩૨

    તે જાણીને ઈસુ તેઓને કહે છે કે, ‘તમારી પાસે રોટલી નથી તે માટે તમે કેમ વિવાદ કરો છો? હજી સુધી શું તમે જોતા કે સમજતા નથી? શું તમારાં મન કઠણ થયાં છે?

  24. માર્ક ૮:૧૮આશરે ઈ.સ. ૩૨

    તમને આંખો હોવા છતાં શું તમે દેખતા નથી? અને કાનો છતાં, શું તમે સાંભળતાં નથી? અને શું યાદ રાખતાં નથી?

  25. માર્ક ૮:૧૯આશરે ઈ.સ. ૩૨

    જયારે પાંચ હજારને સારુ પાંચ રોટલી મેં ભાંગી, ત્યારે તમે ટુકડાંઓથી ભરેલી કેટલી ટોપલીઓ ઉઠાવી?’ તેઓ ઈસુને કહે છે કે, ‘બાર ટોપલીઓ.’”