મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. માર્ક ૬:૩૮આશરે ઈ.સ. ૨૮

    પણ તે તેઓને કહે છે કે, ‘તમારી પાસે કેટલી રોટલીઓ છે? તે જઈને જુઓ.’” ખબર કાઢ્યાં પછી તેઓ કહે છે કે, ‘પાંચ રોટલી તથા બે માછલી.’”

  2. માર્ક ૬:૩૯આશરે ઈ.સ. ૨૮

    ¶ તેમણે તેઓને આજ્ઞા કરી કે, ‘સઘળાં લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય.’”

  3. માર્ક ૬:૪૦આશરે ઈ.સ. ૨૮

    તેઓ હારબંધ સો સો તથા પચાસ પચાસની પંગતમાં બેઠા.

  4. માર્ક ૬:૪૧આશરે ઈ.સ. ૨૮

    ઈસુએ પાંચ રોટલી તથા બે માછલી લઈને સ્વર્ગ તરફ જોઈને આશીર્વાદ માગ્યો; અને રોટલીઓ ભાંગીને તેઓને પીરસવા સારુ પોતાના શિષ્યોને આપી; અને બે માછલીઓ બધાને વહેંચી આપી.

  5. માર્ક ૬:૪૨આશરે ઈ.સ. ૨૮

    ¶ બધા લોકો જમ્યાં અને તૃપ્ત થયા;

  6. માર્ક ૬:૪૩આશરે ઈ.સ. ૨૮

    અને તેઓએ રોટલીના વધેલા ટુકડાંઓની અને માછલીઓથી ભરેલી બાર ટોપલીઓ ભરી.

  7. માર્ક ૬:૪૪આશરે ઈ.સ. ૨૮

    જેઓએ રોટલીઓ ખાધી તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા.

  8. માર્ક ૬:૪૫આશરે ઈ.સ. ૨૮

    ¶ તત્કાળ તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને હોડીમાં બેસાડ્યા, અને પોતે લોકોને વિદાય કરે એટલામાં તેઓને પોતાની આગળ પેલે પાર બેથસાઈદામાં મોકલ્યા.

  9. માર્ક ૬:૪૬આશરે ઈ.સ. ૨૮

    તેઓને વિદાય કરીને ઈસુ પહાડ પર પ્રાર્થના કરવા ગયા.

  10. માર્ક ૬:૪૭આશરે ઈ.સ. ૨૮

    સાંજ પડી ત્યારે હોડી સમુદ્ર મધ્યે હતી; અને ઈસુ એકલા બહાર જમીન પર હતા.

  11. માર્ક ૬:૪૮આશરે ઈ.સ. ૨૮

    ¶ તેઓ હલેસાં મારતાં હેરાન થયા. કેમ કે પવન તેઓની સામો હતો, તે જોઈને, સવારે ત્રણ થી છ કલાકના સમયે ઈસુ સમુદ્ર પર ચાલતાં તેઓની પાસે આવ્યા અને જાણે તેઓથી આગળ જવાના હતા.

  12. માર્ક ૬:૪૯આશરે ઈ.સ. ૨૮

    તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોઈને વિચાર્યું કે, એ તો ભૂત છે અને બૂમ પાડી;

  13. માર્ક ૬:૫૦આશરે ઈ.સ. ૨૮

    કેમ કે બધા તેમને જોઈને ગભરાયા. પણ તરત તે તેઓની સાથે બોલ્યા અને તેઓને કહ્યું કે, ‘હિંમત રાખો, એ તો હું છું, બીશો નહિ.’”

  14. માર્ક ૬:૫૧આશરે ઈ.સ. ૨૮

    ¶ તે તેઓની પાસે હોડી પર ગયા અને પવન બંધ થયો; અને તેઓ અતિશય વિસ્મિત થયા;

  15. માર્ક ૬:૫૨આશરે ઈ.સ. ૨૮

    કેમ કે તેઓ રોટલીના ચમત્કાર સંબંધી સમજ્યા નહિ. તેઓનાં મન કઠોર રહ્યાં.

  16. માર્ક ૬:૫૩આશરે ઈ.સ. ૨૮

    ¶ તેઓ પાર જઈને ગન્નેસારેત દેશમાં આવ્યા અને કિનારે લંગર નાખ્યું.

  17. માર્ક ૬:૫૪આશરે ઈ.સ. ૨૮

    તેઓ હોડી પરથી ઊતર્યા ત્યારે તરત લોકોએ ઈસુને ઓળખ્યા,

  18. માર્ક ૬:૫૫આશરે ઈ.સ. ૨૮

    અને ચારેબાજુ તેઓ આખા પ્રદેશમાં દોડી જઈને ઈસુ ક્યાં છે તે તેઓએ સાંભળ્યું ત્યારે માંદાઓને ખાટલામાં તેમની પાસે લાવ્યાં.

  19. માર્ક ૬:૫૬આશરે ઈ.સ. ૨૮

    ¶ જે જે ગામો, શહેરો કે પરાંઓમાં ઈસુ ગયા, ત્યાં તેઓએ માંદાઓને ચોકમાં રાખ્યા અને તેમને વિનંતી કરી કે, ‘તેઓને માત્ર તમારા વસ્ત્રની કોરને અડકવા દો;’ જેટલાંએ તેમને સ્પર્શ કર્યો તેઓ સાજાં થયા.

  20. માર્ક ૭:૧આશરે ઈ.સ. ૩૨

    ¶ ફરોશીઓ તથા કેટલાક શાસ્ત્રીઓ યરુશાલેમથી આવીને ઈસુની આસપાસ ભેગા થયા.

  21. માર્ક ૭:૨આશરે ઈ.સ. ૩૨

    ¶ અને તેમના શિષ્યોમાંના અમુકને ધોયા વગરના અશુદ્ધ હાથે, રોટલી ખાતા જોયાં.

  22. માર્ક ૭:૩આશરે ઈ.સ. ૩૨

    કેમ કે ફરોશીઓ તથા બધા યહૂદીઓ વડીલોના રિવાજ પ્રમાણે હાથ ધોયા વિના ખાતા ન હતા.

  23. માર્ક ૭:૪આશરે ઈ.સ. ૩૨

    બજારમાંથી આવીને નાહ્યા વિના તેઓ જમતા નહોતા; અને વાટકા, ગાગરો, તાંબાનાં વાસણ ધોવા અને બીજી ઘણી ક્રિયાઓ પાળવાને તેઓએ સ્વીકાર્યું હતું.

  24. માર્ક ૭:૫આશરે ઈ.સ. ૩૨

    ¶ પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેમને પૂછે છે કે, ‘તમારા શિષ્યો વડીલોના રિવાજો પ્રમાણે ન ચાલતાં અશુદ્ધ હાથે રોટલી કેમ ખાય છે?’”

  25. માર્ક ૭:૬આશરે ઈ.સ. ૩૨

    ¶ ઈસુએ તેઓને કહ્યું કે, ‘ઓ ઢોંગીઓ તમારા સંબંધી યશાયાએ ઠીક પ્રબોધ કર્યો છે, જેમ લખ્યું છે કે, આ લોકો હોઠોએ મને માને છે, પણ તેઓનાં હૃદયો મારાથી વેગળાં રહે છે.