મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. માર્ક ૧૧:૩૦આશરે ઈ.સ. ૩૩

    યોહાનનું બાપ્તિસ્મા શું સ્વર્ગથી હતું કે માણસોથી? મને જવાબ આપો.’”

  2. માર્ક ૧૧:૩૧આશરે ઈ.સ. ૩૩

    ¶ તેઓએ પરસ્પર વિચારીને કહ્યું કે, જો કહીએ કે, સ્વર્ગથી, તો તે કહેશે કે, ત્યારે તમે તેના પર વિશ્વાસ કેમ ન કર્યો?

  3. માર્ક ૧૧:૩૨આશરે ઈ.સ. ૩૩

    અને જો કહીએ કે માણસોથી, ત્યારે તેઓ લોકોથી ગભરાયા. કેમ કે બધા યોહાનને નિશ્ચે પ્રબોધક માનતા હતા.

  4. માર્ક ૧૧:૩૩આશરે ઈ.સ. ૩૩

    તેઓએ ઉત્તર આપ્યો કે, ‘અમે જાણતા નથી.’” ઈસુ તેઓને કહે છે કે, ‘કયા અધિકારથી હું આ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી.’”

  5. માર્ક ૧૨:૧આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુ તેઓને દ્રષ્ટાંતોમાં કહેવા લાગ્યા કે, ‘એક માણસે દ્રાક્ષાવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, દ્રાક્ષરસનો કૂંડ ખોદ્યો, બુરજ બાંધ્યો અને ખેડૂતોને વાડી ભાડે આપીને પરદેશ ગયો.

  6. માર્ક ૧૨:૨આશરે ઈ.સ. ૩૩

    મોસમે તેણે ખેડૂતોની પાસે ચાકર મોકલ્યો, કે તે ખેડૂતો પાસેથી દ્રાક્ષાવાડીના ફળનો ભાગ મેળવે.

  7. માર્ક ૧૨:૩આશરે ઈ.સ. ૩૩

    પણ તેઓએ તેને પકડીને માર્યો અને ખાલી હાથે પાછો મોકલ્યો.

  8. માર્ક ૧૨:૪આશરે ઈ.સ. ૩૩

    ફરી તેણે બીજો ચાકર તેઓની પાસે મોકલ્યો. તેઓએ તેનું માથું ફોડી નાખ્યું અને તેને ધિક્કારીને નસાડી મૂક્યો.

  9. માર્ક ૧૨:૫આશરે ઈ.સ. ૩૩

    તેણે બીજો ચાકર મોકલ્યો અને તેઓએ તેને મારી નાખ્યો. પછી બીજા ઘણાં ચાકરો મોકલ્યા, તેઓએ કેટલાકને કોરડા માર્યા અને કેટલાકને મારી નાખ્યા.

  10. માર્ક ૧૨:૬આશરે ઈ.સ. ૩૩

    હવે છેલ્લે માલિકનો વહાલો દીકરો બાકી રહ્યો હતો. માલિકે આખરે તેને તેઓની પાસે એમ વિચારીને મોકલ્યો કે, તેઓ મારા દીકરાનું માન રાખશે.’”

  11. માર્ક ૧૨:૭આશરે ઈ.સ. ૩૩

    પણ તે ખેડૂતોએ અંદરોઅંદર કહ્યું કે, ‘એ તો વારસ છે; ચાલો, તેને મારી નાખીએ કે વારસો આપણો થાય.’”

  12. માર્ક ૧૨:૮આશરે ઈ.સ. ૩૩

    તેઓએ તેને પકડીને મારી નાખ્યો. અને દ્રાક્ષાવાડીમાંથી બહાર ફેંકી દીધો.

  13. માર્ક ૧૨:૯આશરે ઈ.સ. ૩૩

    એ માટે દ્રાક્ષાવાડીનો માલિક શું કરશે? હવે તે પોતે આવશે, ખેડૂતોનો નાશ કરશે, અને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે.

  14. માર્ક ૧૨:૧૦આશરે ઈ.સ. ૩૩

    શું તમે આ શાસ્ત્રવચન નથી વાંચ્યું કે, ‘જે પથ્થરનો નકાર બાંધનારાઓએ કર્યો, ખૂણાનો મુખ્ય પથ્થર થયો;’

  15. માર્ક ૧૨:૧૧આશરે ઈ.સ. ૩૩

    આ કામ પ્રભુએ કર્યું છે. આપણી દ્રષ્ટિમાં તે અદ્ભૂત છે!

  16. માર્ક ૧૨:૧૨આશરે ઈ.સ. ૩૩

    તેઓએ ઈસુને પકડવાને શોધ કરી; પણ તેઓ લોકોથી ગભરાયા. કેમ કે તેઓ સમજ્યા કે તેમણે તેઓના પર આ દ્રષ્ટાંત કહ્યું હતું, અને તેઓ તેમને મૂકીને ચાલ્યા ગયા.

  17. માર્ક ૧૨:૧૩આશરે ઈ.સ. ૩૩

    ¶ તેઓએ ઈસુની પાસે કેટલાક ફરોશીઓને તથા હેરોદીઓને મોકલ્યા છે કે તેઓ વાતમાં તેમને ફસાવે.

  18. માર્ક ૧૨:૧૪આશરે ઈ.સ. ૩૩

    તેઓ આવીને તેમને કહે છે કે, ‘ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તમે સાચા છો અને પક્ષપાત કરતા નથી, કેમ કે માણસોની શરમ તમે રાખતા નથી, પણ સત્યતાથી ઈશ્વરનો માર્ગ શીખવો છો. કાઈસાર રાજાને કર આપવો ઉચિત છે કે નહિ?

  19. માર્ક ૧૨:૧૫આશરે ઈ.સ. ૩૩

    આપીએ કે ન આપીએ?’ પણ ઈસુએ તેઓનો ઢોંગ જાણીને તેઓને કહ્યું કે, ‘તમે મારી પરીક્ષા કરો છો? એક દીનાર મારી પાસે લાવો કે હું જોઉં.’”

  20. માર્ક ૧૨:૧૬આશરે ઈ.સ. ૩૩

    ¶ તેઓ લાવ્યા તે તેઓને કહે છે કે, દીનાર પર છાપ તથા લેખ કોનાં છે?’ તેઓએ તેને કહ્યું કે, ‘કાઈસારનાં.’”

  21. માર્ક ૧૨:૧૭આશરે ઈ.સ. ૩૩

    ઈસુએ જવાબ આપતાં તેઓને કહ્યું કે, ‘જે કાઈસારનાં છે કાઈસારને અને જે ઈશ્વરનાં છે તે ઈશ્વરને ભરી આપો.’” અને તેઓ તેનાથી વધારે આશ્ચર્ય પામ્યા.

  22. માર્ક ૧૨:૧૮આશરે ઈ.સ. ૩૩

    ¶ સદૂકીઓ જેઓ કહે છે કે, પુનરુત્થાન નથી, તેઓ તેમની પાસે આવ્યા. અને તેઓએ ઈસુને પૂછ્યું કે,

  23. માર્ક ૧૨:૧૯આશરે ઈ.સ. ૩૩

    ‘ઉપદેશક, મૂસાએ અમારે વાસ્તે લખ્યું છે કે, જો કોઈનો ભાઈ પત્નીને મૂકીને નિ:સંતાન મૃત્યુ પામે, તો તેનો ભાઈ તેની પત્નીને રાખે અને પોતાના ભાઈને સારુ સંતાન ઉપજાવે.

  24. માર્ક ૧૨:૨૦આશરે ઈ.સ. ૩૩

    ¶ હવે સાત ભાઈ હતા; પહેલો પત્ની સાથે લગ્ન કરીને સંતાન વિના મરણ પામ્યો.

  25. માર્ક ૧૨:૨૧આશરે ઈ.સ. ૩૩

    પછી બીજાએ તેને રાખી અને તે મરણ પામ્યો; તે પણ કંઈ સંતાન મૂકી ગયો નહિ; અને એ પ્રમાણે ત્રીજાનું પણ થયું.