circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
આ કાળની કલમો
- યર્મિયા ૪:૩આશરે ઈ.પૂ. ૬૧૨
કેમ કે યહૂદિયાના લોકોને અને યરુશાલેમને યહોવાહ આ પ્રમાણે કહે છે, તમારી પડતર જમીન ખેડો, અને કાંટા ઝાંખરાં વચ્ચે વાવશો નહિ.’”
- યર્મિયા ૪:૪આશરે ઈ.પૂ. ૬૧૨
¶ હે યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓ યહોવાહને માટે તમે પોતાની સુન્નત કરો. અને પોતાના હૃદયની સુન્નત કરો, નહિ તો તમારા કામની ભૂંડાઈને લીધે મારો કોપ અગ્નિની જેમ પ્રગટે. અને એવો બળે કે કોઈ તેને હોલવી શકે નહિ.
- યર્મિયા ૪:૫આશરે ઈ.પૂ. ૬૧૨
આ પ્રમાણે યરુશાલેમમાં અને સર્વ યહૂદિયામાં પોકારીને કહો કે, આખા દેશમાં રણશિંગડું વગાડો. અને પોકારીને કહો કે, “આપણે એકઠા થઈએ” અને ચાલો કિલ્લેબંધ નગરોમાં જઈએ’
- યર્મિયા ૪:૬આશરે ઈ.પૂ. ૬૧૨
સિયોન તરફ ધ્વજ ઊંચો કરો, જીવ લઈને ભાગી જાઓ અને વિલંબ કરશો નહિ. કેમ કે હું ઉત્તર તરફથી વિપત્તિ તથા ભયંકર વિનાશ લાવીશ.
- યર્મિયા ૪:૭આશરે ઈ.પૂ. ૬૧૨
¶ સિંહ પોતાની ઝાડીમાંથી ચઢી આવ્યો છે; તે તો પ્રજાઓનો વિનાશક છે. તારા દેશને ઉજ્જડ કરવા માટે તે પોતાના રહેઠાણમાંથી બહાર આવ્યો છે. તારાં નગરો એવાં ઉજ્જડ થશે કે, તેઓમાં કોઈ રહેવાસી જોવામાં આવશે નહિ.
- યર્મિયા ૪:૮આશરે ઈ.પૂ. ૬૧૨
માટે શોકનાં વસ્ત્રો ધારણ કરો, વિલાપ અને રુદન કરો, કેમ કે યહોવાહનો ઉગ્ર કોપ હજુ આપણા પરથી ઊતર્યો નથી.
- યર્મિયા ૪:૯આશરે ઈ.પૂ. ૬૧૨
¶ યહોવાહ કહે છે. તે દિવસે રાજાઓ અને અધિકારીઓ ભયને લીધે કાંપશે, યાજકો વિસ્મિત થશે. અને પ્રબોધકો અચંબો પામશે.’
- યર્મિયા ૪:૧૦આશરે ઈ.પૂ. ૬૧૨
તેથી હું બોલ્યો, આહા, પ્રભુ યહોવાહ, ‘તમને શાંતિ થશે.’ એમ કહીને તમે આ લોકને તથા યરુશાલેમને સંપૂર્ણ છેતર્યા છે. અહીં તો તલવાર જીવ સુધી આવી પહોંચી છે.”
- યર્મિયા ૪:૧૧આશરે ઈ.પૂ. ૬૧૨
¶ તે સમયે આ લોકને તથા યરુશાલેમને કહેવામાં આવશે કે, ‘અરણ્યમાં ખાલી ટેકરીઓ પરથી લૂ મારા લોકની દીકરીઓ તરફ આવશે. તે તો ઊપણવાના કે સ્વચ્છ કરવાના ઉપયોગમાં આવશે નહિ.
- યર્મિયા ૪:૧૨આશરે ઈ.પૂ. ૬૧૨
મારી આજ્ઞાથી તે તરફ ખૂબ શક્તિશાળી પવન આવશે. હમણાં હું તેઓને ન્યાયશાસન જણાવીશ.
- યર્મિયા ૪:૧૩આશરે ઈ.પૂ. ૬૧૨
¶ જુઓ, તે વાદળાંની જેમ અમારા પર ચઢી આવશે. તેના રથો વંટોળીયા જેવા થશે. તેના ઘોડા ગરુડ કરતાં પણ વેગીલા છે. અમને અફસોસ! કેમ કે અમે લૂંટાઈ ગયા છીએ.
- યર્મિયા ૪:૧૪આશરે ઈ.પૂ. ૬૧૨
હે યરુશાલેમ દુષ્ટતા દૂર કરીને તારું અંત:કરણ શુદ્ધ કર. એટલે તારો ઉદ્ધાર થશે. તારામાં વ્યર્થ વિચારો ક્યાં સુધી રહેશે?
- યર્મિયા ૪:૧૫આશરે ઈ.પૂ. ૬૧૨
કેમ કે દાનથી વાણી સંભળાય છે. અને એફ્રાઇમના પર્વતો પરથી વિપત્તિ પ્રગટ કરવામાં આવે છે.
- યર્મિયા ૪:૧૬આશરે ઈ.પૂ. ૬૧૨
¶ દેશના લોકોને જાણ કરો. જુઓ, યરુશાલેમને ચેતવણી આપો કે દૂર દેશથી ઘેરો ઘાલનારા આવે છે. તેઓ યહૂદિયાનાં નગરો સામે યુદ્ધનાદો કરે છે.
- યર્મિયા ૪:૧૭આશરે ઈ.પૂ. ૬૧૨
ખેતરના રખેવાળોની જેમ તેઓ ચારે તરફ પડાવ નાખે છે કેમ કે તેઓએ મારી વિરુદ્ધ બંડ પોકાર્યું છે. એમ યહોવાહ કહે છે.
- યર્મિયા ૪:૧૮આશરે ઈ.પૂ. ૬૧૨
તારા પોતાના વર્તન અને કાર્યોને કારણે આ બધું તારા પર વીત્યું છે. આ તારી દુષ્ટતા છે. અને ખરેખર તે કડવી છે, તે તારા હૃદયને વીંધી નાખે છે.
- યર્મિયા ૪:૧૯આશરે ઈ.પૂ. ૬૧૨
¶ અરે મારું હૈયું! મારું હૈયું! મારા અંતરમાં જ દુઃખ થાય છે. મારી છાતી કેવી ધડકે છે! હું શાંત રહી શકતો નથી, કારણ કે મેં રણશિંગડાનો ધ્વનિ સાંભળ્યો છે.
- યર્મિયા ૪:૨૦આશરે ઈ.પૂ. ૬૧૨
સંકટ પર સંકટ આવે છે, દેશ આખો ખેદાન મેદાન થઈ ગયો છે. તેઓએ મારા તંબુ અને મારા પવિત્રસ્થાનને વેરાન કર્યું છે.
- યર્મિયા ૪:૨૧આશરે ઈ.પૂ. ૬૧૨
¶ હું ક્યાં સુધી ધ્વજા જોઈશ? ક્યાં સુધી રણશિંગડાનો સાદ સાંભળીશ?
- યર્મિયા ૪:૨૨આશરે ઈ.પૂ. ૬૧૨
મારા લોકો મૂર્ખ છે. તેઓ મને ઓળખતા નથી, તેઓ મૂર્ખ છોકરાં છે. તેઓને કશી સમજ નથી. તેઓ ભૂંડું કરી જાણે છે. પરંતુ ભલું કરી જાણતાં નથી.
- યર્મિયા ૪:૨૩આશરે ઈ.પૂ. ૬૧૨
¶ મેં પૃથ્વીને જોઈ તે ખાલી હતી! અને આકાશોને જોયાં, તો તેઓમાં અજવાળું નહોતું.
- યર્મિયા ૪:૨૪આશરે ઈ.પૂ. ૬૧૨
મેં પર્વતો તરફ જોયું, તો જુઓ, તેઓ ધ્રૂજતા હતા. બધા ડુંગરો થરથરતા હતા.
- યર્મિયા ૪:૨૫આશરે ઈ.પૂ. ૬૧૨
મેં જોયું, તો જુઓ, કોઈ મનુષ્ય દેખાતું નહોતું. આકાશના પક્ષીઓ સુદ્ધાં ઊડી ગયાં હતાં.
- યર્મિયા ૪:૨૬આશરે ઈ.પૂ. ૬૧૨
મેં જોયું, તો જુઓ, રસાળ ભૂમિ વેરાન થઈ ગઈ હતી અને યહોવાહની સમક્ષ તેના ભારે કોપને લીધે, બધાં નગરો પાયમાલ થયાં હતાં.
- યર્મિયા ૪:૨૭આશરે ઈ.પૂ. ૬૧૨
¶ કેમ કે યહોવાહ કહે છે કે, આખો દેશ ઉજ્જડ થઈ જશે પણ હું તેનો સંપૂર્ણ નાશ નહિ કરું.