- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 605–538 BC
The Babylonian Exile
Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.
આ કાળની કલમો
- હઝકિયેલ ૨૪:૫આશરે ઈ.પૂ. ૫૯૦
ટોળાંમાંથી એક ઉત્તમ ઘેટું લો, પેલાં હાડકાં તેની નીચે નાખો, તેને ખૂબ ઉકાળો, હાડકાંને બફાવા દો.
- હઝકિયેલ ૨૪:૬આશરે ઈ.પૂ. ૫૯૦
માટે પ્રભુ યહોવાહ કહે છે: કઢાઈની માફક જેની અંદર મેલ છે, જેમાંથી મેલ કદી નીકળ્યો નથી એવી ખૂની નગરીને અફસોસ. તેમાંથી ટુકડે ટુકડે લો, પણ તેના પર ચિઠ્ઠી નાખવાની નથી.
- હઝકિયેલ ૨૪:૭આશરે ઈ.પૂ. ૫૯૦
¶ કેમ કે તેનું લોહી તેની અંદર છે. તેણે તેને ખુલ્લા ખડક પર પાડ્યું છે, તેણે તેને જમીન પર રેડ્યું નથી જેથી તે ધૂળથી ઢંકાય જાય,
- હઝકિયેલ ૨૪:૮આશરે ઈ.પૂ. ૫૯૦
તે ઢંકાય નહિ માટે મેં તેને ખુલ્લા ખડક પર રાખ્યું છે. જેથી મારો કોપ સળગે અને હું વૈર વાળું.
- હઝકિયેલ ૨૪:૯આશરે ઈ.પૂ. ૫૯૦
¶ તેથી પ્રભુ યહોવાહ આમ કહે છે: ખૂની નગરીને અફસોસ, હું લાકડાંનો મોટો ઢગલો પણ કરીશ.
- હઝકિયેલ ૨૪:૧૦આશરે ઈ.પૂ. ૫૯૦
લાકડાંને વધારો, અગ્નિ સળગાવો, માંસને બરાબર ઉકાળો. રસો જાડો કરો! હાડકાંને બળી જવા દો!
- હઝકિયેલ ૨૪:૧૧આશરે ઈ.પૂ. ૫૯૦
¶ પછી ખાલી કઢાઈને અંગારા પર મૂકો, જેથી તે ગરમ થાય અને તેનું પિત્તળ તપી જાય, તેની અંદરનો તેનો મેલ પીગળીને તેનો કાટ પીગળી જાય.
- હઝકિયેલ ૨૪:૧૨આશરે ઈ.પૂ. ૫૯૦
તે સખત પરિશ્રમથી કંટાળી ગઈ છે, પણ તેનો કાટ એટલો બધો છે કે તે અગ્નિથી પણ જતો નથી.
- હઝકિયેલ ૨૪:૧૩આશરે ઈ.પૂ. ૫૯૦
¶ તારી અશુદ્ધતામાં લંપટતા સમાયેલી છે, કેમ કે મેં શુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તું શુદ્ધ થઈ નહિ. હું તારા પર મારો પૂરો રોષ ઉતારીશ નહિ ત્યાં સુધી તું ફરી શુદ્ધ થશે નહિ.
- હઝકિયેલ ૨૪:૧૪આશરે ઈ.પૂ. ૫૯૦
¶ મેં, યહોવાહે તે કહ્યું છે અને તે પ્રમાણે થશે અને હું તે પૂરું કરીશ, હું પીછેહઠ કરીશ નહિ. દયા રાખીશ નહિ. તારાં આચરણ પ્રમાણે અને તારાં કૃત્યો પ્રમાણે તેઓ ન્યાય કરશે.” એવું પ્રભુ યહોવાહ કહે છે.
- હઝકિયેલ ૨૪:૧૫આશરે ઈ.પૂ. ૫૯૦
¶ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
- હઝકિયેલ ૨૪:૧૬આશરે ઈ.પૂ. ૫૯૦
“હે મનુષ્યપુત્ર, જે તારી આંખોને પ્રિય છે તેને હું એક મરકી મોકલીને તારી પાસેથી લઈ લઈશ. પણ તારે રડવું કે શોક કરવો નહિ, આંસુ પાડવાં નહિ.
- હઝકિયેલ ૨૪:૧૭આશરે ઈ.પૂ. ૫૯૦
તું ચૂપચાપ નિસાસા નાખજે. મૃત્યુ પામેલા માટે અંતિમ યાત્રાની વ્યવસ્થા કરતો નહિ. તારા માથે પાઘડી બાંધ અને તારા પગમાં ચંપલ પહેર. તું તારા હોઠને ઢાંકતો નહિ કે જે માણસ પોતાની પત્ની ગુમાવ્યાને કારણે શોક કરે છે તેની રોટલી ખાતો નહિ.”
- હઝકિયેલ ૨૪:૧૮આશરે ઈ.પૂ. ૫૯૦
¶ સવારમાં મેં મારા લોકોને કહ્યું, સાંજે મારી પત્ની મૃત્યુ પામી. મને આજ્ઞા આપી હતી તે પ્રમાણે મેં સવારે કર્યું.
- હઝકિયેલ ૨૪:૧૯આશરે ઈ.પૂ. ૫૯૦
¶ લોકોએ મને પૂછ્યું, “તું જે બાબતો કરે છે, તે બધાનો શો અર્થ છે તે અમને નહિ કહે?”
- હઝકિયેલ ૨૪:૨૦આશરે ઈ.પૂ. ૫૯૦
ત્યારે મેં તેઓને કહ્યું, “યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
- હઝકિયેલ ૨૪:૨૧આશરે ઈ.પૂ. ૫૯૦
‘ઇઝરાયલી લોકોને કહે, પ્રભુ યહોવાહ કહે છે કે, જુઓ, મારું પવિત્રસ્થાન, જે તમારા સામર્થ્યનું ગર્વ છે, જે તમારી આંખોની ઇચ્છા છે, જે તમારા આત્માની અભિલાષા છે તેને હું ભ્રષ્ટ કરીશ. તમારા જે દીકરા તથા દીકરીઓને તમે પાછળ છોડી આવ્યા છો તેઓ તલવારથી મરશે.
- હઝકિયેલ ૨૪:૨૨આશરે ઈ.પૂ. ૫૯૦
¶ ત્યારે જેમ મેં કર્યું છે તેમ તમે કરશો:. તમારા હોઠને ઢાંકશો નહિ કે શોકની રોટલી ખાશો નહિ.
- હઝકિયેલ ૨૪:૨૩આશરે ઈ.પૂ. ૫૯૦
તમારી પાઘડી તમારા માથા પર, તમારાં ચંપલ તમારા પગમાં હશે. શોક કરશો કે રડશો નહિ, તમે તમારા અન્યાયમાં પીગળી જશો, દરેક માણસ પોતાના ભાઈને માટે નિસાસા નાખશે.
- હઝકિયેલ ૨૪:૨૪આશરે ઈ.પૂ. ૫૯૦
હઝકિયેલ તમારે માટે ચિહ્નરૂપ થશે. જ્યારે તે આવશે ત્યારે જે સર્વ તેણે કર્યું તે પ્રમાણે તમે કરશો. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ યહોવાહ છું!”
- હઝકિયેલ ૨૪:૨૫આશરે ઈ.પૂ. ૫૯૦
¶ “પણ હે મનુષ્યપુત્ર, જે દિવસે હું તેઓનું સામર્થ્ય, જે તેઓનો આનંદ છે, તેઓનો ગર્વ, જે તેઓ જુએ છે અને તેઓની ઇચ્છા છે તેને કબજામાં લઈ લઈશ અને તેઓના દીકરા તથા દીકરીઓને લઈ લઈશ.
- હઝકિયેલ ૨૪:૨૬આશરે ઈ.પૂ. ૫૯૦
તે દિવસે એમ નહિ થશે કે, બચી ગયેલો તારી પાસે આવીને તને તે સમાચાર કહી સંભળાવે.
- હઝકિયેલ ૨૪:૨૭આશરે ઈ.પૂ. ૫૯૦
તે જ દિવસે તારું મુખ ખૂલશે અને તું બચી ગયેલાઓ સાથે વાત કરશે. ત્યાર પછી તું શાંત રહેશે નહિ. તું તેઓ માટે ચિહ્નરૂપ થશે ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!”
- હઝકિયેલ ૨૫:૧આશરે ઈ.પૂ. ૫૯૦
¶ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
- હઝકિયેલ ૨૫:૨આશરે ઈ.પૂ. ૫૯૦
હે મનુષ્યપુત્ર, આમ્મોનીઓ તરફ તારું મુખ ફેરવ અને તેઓની વિરુદ્ધ ભવિષ્યવાણી કર.