circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
આ કાળની કલમો
- ગલાતીઓને પત્ર ૩:૨૯આશરે ઈ.સ. ૫૮
અને જો તમે ખ્રિસ્તનાં છો, તો તમે ઇબ્રાહિમનાં સંતાન અને વચન પ્રમાણે વારસ પણ છો.
- ગલાતીઓને પત્ર ૪:૧આશરે ઈ.સ. ૫૮
¶ હવે હું કહું છું કે, વારસ જ્યાં સુધી બાળક છે, ત્યાં સુધી સર્વનો માલિક છે; તે છતાં પણ તેનામાં અને દાસમાં કંઈ પણ તફાવત નથી.
- ગલાતીઓને પત્ર ૪:૨આશરે ઈ.સ. ૫૮
પણ પિતાએ ઠરાવેલી મુદત સુધી તે વાલીઓ તથા કારભારીઓને આધીન છે.
- ગલાતીઓને પત્ર ૪:૩આશરે ઈ.સ. ૫૮
¶ તે પ્રમાણે આપણે પણ જયારે બાળક હતા, ત્યારે જગતના તત્વોને આધીન દાસત્વમાં હતા.
- ગલાતીઓને પત્ર ૪:૪આશરે ઈ.સ. ૫૮
પણ સમયની સંપૂર્ણતાએ, ઈશ્વરે સ્ત્રીથી જન્મેલો અને નિયમશાસ્ત્રને આધીન જન્મેલો, એવો પોતાનો પુત્ર એવા હેતુથી મોકલ્યો,
- ગલાતીઓને પત્ર ૪:૫આશરે ઈ.સ. ૫૮
કે જેઓ નિયમશાસ્ત્રના દાસત્વમાં હતા તેઓને તે મુક્ત કરાવે, જેથી આપણે તેમના દત્તક સંતાનો તરીકે સ્વીકારાઈએ.
- ગલાતીઓને પત્ર ૪:૬આશરે ઈ.સ. ૫૮
¶ તમે દીકરા છો, તે માટે ઈશ્વરે તમારા હૃદયમાં પોતાના દીકરાનો આત્મા મોકલ્યો છે, જે ‘પિતા, અબ્બા’, તેવું કહીને પોકારે છે.
- ગલાતીઓને પત્ર ૪:૭આશરે ઈ.સ. ૫૮
એ માટે હવેથી તું દાસ નથી, પણ દીકરો છે; અને જો તું દીકરો છે, તો ઈશ્વરને આશરે વારસ પણ છે.
- ગલાતીઓને પત્ર ૪:૮આશરે ઈ.સ. ૫૮
¶ પણ પહેલાં જયારે તમે ઈશ્વરને જાણતા નહોતા, ત્યારે જેઓ વાસ્તવમાં દેવો નથી તેઓની સેવા તમે કરતા હતા.
- ગલાતીઓને પત્ર ૪:૯આશરે ઈ.સ. ૫૮
પણ હવે તમે ઈશ્વરને ઓળખ્યા છે, અથવા સાચું એ છે કે ઈશ્વરે તમને ઓળખ્યા છે, તો આ નબળા તથા નિર્માલ્ય જેવા તત્વોના દાસત્વની ફરીથી ઇચ્છા રાખીને, તેઓની તરફ બીજી વાર શા માટે પાછા ફરો છો?
- ગલાતીઓને પત્ર ૪:૧૦આશરે ઈ.સ. ૫૮
¶ તમે ખાસ દિવસો, મહિનાઓ, તહેવારો તથા વર્ષોનાં પર્વો પાળો છો.
- ગલાતીઓને પત્ર ૪:૧૧આશરે ઈ.સ. ૫૮
તમારે વિષે મને ભય રહે છે કે, રખેને તમારા માટે કરેલો મારો શ્રમ કદાચ વ્યર્થ જાય.
- ગલાતીઓને પત્ર ૪:૧૨આશરે ઈ.સ. ૫૮
¶ ઓ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, તમે મારા જેવા થાઓ, કેમ કે હું તમારા જેવો થયો છું; તમે મારો કંઈ અન્યાય કર્યો નથી.
- ગલાતીઓને પત્ર ૪:૧૩આશરે ઈ.સ. ૫૮
પણ તમે જાણો છો કે, શરીરની નિર્બળતામાં મેં પહેલાં તમને સુવાર્તા પ્રગટ કરી.
- ગલાતીઓને પત્ર ૪:૧૪આશરે ઈ.સ. ૫૮
અને મારા શરીરમાં જે તમને પરીક્ષણરૂપ હતું, તેનો તિરસ્કાર કે તુચ્છકાર તમે કર્યો નહિ; પણ જાણે કે હું ઈશ્વરનો સ્વર્ગદૂત હોઉં, વળી ઈસુ ખ્રિસ્ત હોઉં, તેવી રીતે તમે મારો સ્વીકાર કર્યો.
- ગલાતીઓને પત્ર ૪:૧૫આશરે ઈ.સ. ૫૮
¶ તો પછી તમે મારી જે કદર કરી હતી તે હવે ક્યાં ગઈ? કેમ કે તમારે વિષે મને ખાતરી છે કે, જો બની શકત, તો તે સમયે તમે તમારી આંખો પણ કાઢીને મને આપી હોત!
- ગલાતીઓને પત્ર ૪:૧૬આશરે ઈ.સ. ૫૮
ત્યારે શું તમને સાચું કહેવાને લીધે હું તમારો દુશ્મન થયો છું?
- ગલાતીઓને પત્ર ૪:૧૭આશરે ઈ.સ. ૫૮
¶ તેઓ તમને પોતાના કરી લેવા ઇચ્છે છે પણ તે સારું કરવા માટે નહિ, તેઓ તમને મારાથી વિખૂટાપાડવા ઇચ્છે છે કે જેથી તમે તેઓને અનુસરો.
- ગલાતીઓને પત્ર ૪:૧૮આશરે ઈ.સ. ૫૮
તમે સારાં કામને માટે હંમેશા ખંત રાખો તે સારું છે અને પણ તે માત્ર હું તમારી પાસે હાજર હોઉં એટલા પૂરતું જ ન હોવું જોઈએ.
- ગલાતીઓને પત્ર ૪:૧૯આશરે ઈ.સ. ૫૮
¶ હે મારાં બાળકો, ઈસુ ખ્રિસ્તની પ્રતિમા તમારામાં ઉત્પન્ન થાય, ત્યાં સુધી તમારે માટે મને ફરીથી પ્રસૂતાને થતી હોય એવી પીડા થાય છે,
- ગલાતીઓને પત્ર ૪:૨૦આશરે ઈ.સ. ૫૮
પણ હમણાં તમારી પાસે હાજર થવાની અને મારી બોલવાની પધ્ધતિ બદલવાની મને ઇચ્છા થાય છે, કેમ કે તમારે વિષે હું મૂંઝવણ અનુભવું છું.
- ગલાતીઓને પત્ર ૪:૨૧આશરે ઈ.સ. ૫૮
¶ નિયમશાસ્ત્રને આધીન રહેવાની ઇચ્છા રાખનારાઓ, મને કહો કે, શું તમે નિયમશાસ્ત્ર સાંભળતાં નથી?
- ગલાતીઓને પત્ર ૪:૨૨આશરે ઈ.સ. ૫૮
કેમ કે એમ લખેલું છે કે, ઇબ્રાહિમને બે દીકરા હતા, એક દાસી દ્વારા જન્મેલો અને બીજો પત્ની દ્વારા જન્મેલો.
- ગલાતીઓને પત્ર ૪:૨૩આશરે ઈ.સ. ૫૮
જે દાસીનો તે મનુષ્યદેહ પ્રમાણે જન્મેલો હતો અને જે પત્નીનો તે વચન પ્રમાણે જન્મેલો હતો.
- ગલાતીઓને પત્ર ૪:૨૪આશરે ઈ.સ. ૫૮
¶ તેઓ તો નમૂનારૂપ છે કેમ કે તે સ્ત્રીઓ જાણે બે કરારો છે; એક તો સિનાઈ પહાડ પરનો, કે જે દાસત્વને જન્મ આપે છે અને તે તો હાગાર દાસી છે.