મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1900–1700 BC

Jacob, Joseph & Egypt

Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.

840 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. ઊત્પત્તિ ૪૮:૧૭આશરે ઈ.પૂ. ૧૬૮૯

    ¶ જયારે યૂસફે જોયું કે તેના પિતાએ તેનો જમણો હાથ એફ્રાઇમના માથા પર મૂક્યો, ત્યારે તે નાખુશ થયો. એફ્રાઇમના માથા પરથી મનાશ્શાના માથા પર મૂકવાને તેણે તેના પિતાનો હાથ ઊંચો કર્યો,

  2. ઊત્પત્તિ ૪૮:૧૮આશરે ઈ.પૂ. ૧૬૮૯

    યૂસફે પિતાને કહ્યું, “મારા પિતા, એમ નહિ; કેમ કે મનાશ્શા જ્યેષ્ઠ છે. તેના માથા પર તારો જમણો હાથ મૂક.”

  3. ઊત્પત્તિ ૪૮:૧૯આશરે ઈ.પૂ. ૧૬૮૯

    ¶ તેનો પિતાએ ઇનકાર કરતા કહ્યું, “હું જાણું છું, મારા દીકરા, હું જાણું છું. તે પણ એક પ્રજા થશે અને તે પણ મહાન થશે. પણ તેનો નાનો ભાઈ તો તેના કરતાં વધારે મહાન થશે અને તેનાં વંશજોની બેશુમાર વૃદ્ધિ થશે.”

  4. ઊત્પત્તિ ૪૮:૨૦આશરે ઈ.પૂ. ૧૬૮૯

    ઇઝરાયલે તે દિવસે તેઓને આ રીતે આશીર્વાદ આપ્યો, “ઇઝરાયલ લોકો તમારું નામ લઈને એકબીજાને આશીર્વાદ આપીને કહેશે, ‘ઈશ્વર એફ્રાઇમ તથા મનાશ્શા જેવો તને બનાવે.’ આ રીતે તેણે એફ્રાઇમને મનાશ્શા કરતાં અગ્રસ્થાન આપ્યું.

  5. ઊત્પત્તિ ૪૮:૨૧આશરે ઈ.પૂ. ૧૬૮૯

    ¶ ઇઝરાયલે યૂસફને કહ્યું, “હું મરણ પામી રહ્યો છું, પણ ઈશ્વર તમારી સાથે રહેશે અને તમને આપણા પિતૃઓના કનાન દેશમાં પાછા લઈ જશે.

  6. ઊત્પત્તિ ૪૮:૨૨આશરે ઈ.પૂ. ૧૬૮૯

    મેં શખેમનો પ્રદેશ તારા ભાઈઓને નહિ પણ તને આપ્યો છે. એ પ્રદેશ મેં મારી તલવારથી તથા ધનુષ્યથી અમોરીઓના હાથમાંથી જીતી લીધો હતો.”

  7. ઊત્પત્તિ ૪૯:૧આશરે ઈ.પૂ. ૧૬૮૯

    ¶ યાકૂબે તેના દીકરાઓને બોલાવીને કહ્યું, “તમે ભેગા થાઓ કે ભવિષ્યમાં તમારું શું થશે તે હું તમને કહી જણાવું.

  8. ઊત્પત્તિ ૪૯:૨આશરે ઈ.પૂ. ૧૬૮૯

    “યાકૂબના પુત્રો, તમે એકઠા થાઓ અને સાંભળો. તમારા પિતા ઇઝરાયલને સાંભળો.

  9. ઊત્પત્તિ ૪૯:૩આશરે ઈ.પૂ. ૧૬૮૯

    રુબેન, તું મારો જયેષ્ઠ પુત્ર, મારું બળ તથા મારા સામર્થ્યમાં પ્રથમ છે, ગૌરવમાં તથા તાકાતમાં તું ઉત્કૃષ્ટ છે.

  10. ઊત્પત્તિ ૪૯:૪આશરે ઈ.પૂ. ૧૬૮૯

    તું વહેતા પાણી જેવો અસ્થિર હોવાથી અગ્રીમસ્થાનની પ્રતિષ્ઠા પામશે નહિ, તું તારા પિતાની પથારીએ ગયો અને તેને ભ્રષ્ટ કરી; તેં આવું દુરાચરણ કર્યું તેથી સૌ કરતાં તારું સ્થાન ઊતરતું રહેશે.

  11. ઊત્પત્તિ ૪૯:૫આશરે ઈ.પૂ. ૧૬૮૯

    શિમયોન તથા લેવી ભાઈઓ છે. હિંસાખોરીના હથિયારો તેઓની તલવારો છે.

  12. ઊત્પત્તિ ૪૯:૬આશરે ઈ.પૂ. ૧૬૮૯

    તેથી હે મારા આત્મા તું અલગ રહે, તેઓની બેઠકોમાં સામેલ ન થા. જો કે મારા હૃદયમાં તેઓને માટે ગર્વ તો છે. તેઓએ ક્રોધમાં માણસની હત્યા કરી છે. ઉન્મત્તાઈથી બળદની નસ કાપી નાખીને તેને લંગડો કર્યો છે.

  13. ઊત્પત્તિ ૪૯:૭આશરે ઈ.પૂ. ૧૬૮૯

    તેઓનો ક્રોધ શાપિત થાઓ, કેમ કે તે ઉગ્ર હતો - તેઓનો રોષ શાપિત થાઓ - કેમ કે તેઓ નિર્દય હતા. હું તેઓને યાકૂબના સંતાનોમાંથી અલગ કરીશ અને ઇઝરાયલમાં તેઓને વિખેરી નાખીશ.

  14. ઊત્પત્તિ ૪૯:૮આશરે ઈ.પૂ. ૧૬૮૯

    યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે. તારો હાથ તારા શત્રુઓનો નાશ કરશે. તારા ભાઈના પુત્રો તને નમન કરશે.

  15. ઊત્પત્તિ ૪૯:૯આશરે ઈ.પૂ. ૧૬૮૯

    યહૂદા એક મોટું સિંહનું બચ્ચું છે. મારા દીકરા, તું શિકારનું ભોજન પતાવીને આવ્યો છે. તે સિંહ તથા સિંહણની જેમ શાંતિથી નીચે બેઠો છે. તેને ઉઠાડવાની હિંમત કોણ કરશે?

  16. ઊત્પત્તિ ૪૯:૧૦આશરે ઈ.પૂ. ૧૬૮૯

    જ્યાં સુધી શીલો આવશે નહિ ત્યાં સુધી યહૂદાથી રાજદંડ અલગ થશે નહિ, લોકો તેની આધીનતામાં રહેશે.

  17. ઊત્પત્તિ ૪૯:૧૧આશરે ઈ.પૂ. ૧૬૮૯

    તેણે તેના વછેરાને દ્રાક્ષવેલાએ બાંધ્યો છે, અને તેના ગધેડાને શ્રેષ્ઠ દ્રાક્ષવેલાઓમાં બાંધ્યા છે. તેણે તેના વસ્ત્ર દ્રાક્ષારસમાં ધોયાં છે અને તેનો ઝભ્ભો દ્રાક્ષોના રસરૂપી રક્તમાં ધોયો છે.

  18. ઊત્પત્તિ ૪૯:૧૨આશરે ઈ.પૂ. ૧૬૮૯

    દ્રાક્ષારસને લીધે તેની આંખો લાલ અને દૂધને લીધે તેના દાંત શ્વેત થશે.

  19. ઊત્પત્તિ ૪૯:૧૩આશરે ઈ.પૂ. ૧૬૮૯

    ઝબુલોન સમુદ્રના કાંઠાની પાસે રહેશે. તે વહાણોને સારુ બંદરરૂપ થશે અને તેની સરહદ સિદોન સુધી વિસ્તારવામાં આવશે.

  20. ઊત્પત્તિ ૪૯:૧૪આશરે ઈ.પૂ. ૧૬૮૯

    ઇસ્સાખાર બળવાન ગધેડો, બે ઘેટાંવાડાઓના વચ્ચે સૂતેલો છે.

  21. ઊત્પત્તિ ૪૯:૧૫આશરે ઈ.પૂ. ૧૬૮૯

    તેણે સારી આરામદાયક જગ્યા અને અને સુખપ્રદ પ્રદેશ જોયો છે. તે બોજો ઊંચકવાને તેનો ખભો નમાવશે; અને તે વૈતરું કરનારો ગુલામ થશે.

  22. ઊત્પત્તિ ૪૯:૧૬આશરે ઈ.પૂ. ૧૬૮૯

    ઇઝરાયલનાં અન્ય કુળોની માફક, દાન તેના લોકોનો ન્યાય કરશે.

  23. ઊત્પત્તિ ૪૯:૧૭આશરે ઈ.પૂ. ૧૬૮૯

    દાન માર્ગની બાજુમાંના સાપ જેવો, અને સીમમાં ઊડતા ઝેરી સાપ જેવો થશે, તે ઘોડાની એડીને એવો ડંખ મારશે, કે તેનો સવાર લથડી પડશે.

  24. ઊત્પત્તિ ૪૯:૧૮આશરે ઈ.પૂ. ૧૬૮૯

    હે ઈશ્વર, મેં તમારા ઉદ્ધારની રાહ જોઈ છે.

  25. ઊત્પત્તિ ૪૯:૧૯આશરે ઈ.પૂ. ૧૬૮૯

    ગાદ પર હુમલાખોરો હુમલો કરશે, પણ ગાદ પ્રતિકાર કરીને તેમને પછાડશે.