મુખ્ય સામગ્રી પર જાઓ

Zion

139 verses · 2 known names

આ નામે પણ ઓળખાય છે: Sion

31.7700, 35.2300 ગૂગલ નકશા પર જુઓ

Zion નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. અરણ્યને માર્ગે સેલાથી સિયોનની દીકરીના પર્વતની પાસે દેશના અમલદારને માટે હલવાન મોકલો.

  2. તેથી પ્રભુ યહોવાહ કહે છે કે, “જુઓ: સિયોનમાં હું પાયાનો પથ્થર મૂકુ છું, તે કસી જોયેલો પથ્થર, મૂલ્યવાન ખૂણાનો પથ્થર, મૂળ પાયો છે. જે વિશ્વાસ રાખે છે તે લજ્જિત થશે નહિ.

  3. હે યરુશાલેમમાં સિયોન પર રહેનારી પ્રજા, તું ફરી રડીશ નહિ. તારા પોકારનો અવાજ સાંભળીને તે તારા પર દયા કરશે જ કરશે. તે સાંભળતાં જ તને ઉત્તર આપશે.

  4. તેઓ ત્રાસને કારણે પોતાનો બધો ભરોસો ખોઈ બેસશે અને તેના સરદારો યહોવાહની યુદ્ધની ધ્વજાથી બીશે.” યહોવાહ, જેમનો અગ્નિ સિયોનમાં અને જેમની ભઠ્ઠી યરુશાલેમમાં છે, તેમનું આ વચન છે.

  5. યહોવાહ મોટા મનાયા છે; તે ઉચ્ચસ્થાનમાં રહે છે. તે સિયોનને ઇનસાફ અને ન્યાયથી ભરે છે.

  6. સિયોનમાં પાપીઓ ભયભીત થયા છે, અધર્મીઓને ધ્રૂજારી ચઢી છે. આપણામાંનો કોણ બાળી નાખનાર અગ્નિ સાથે વાસો કરશે? આપણામાંનો કોણ સદા બળતી આગ સાથે વાસો કરશે?

  7. સિયોન જે આપણા પર્વોનું નગર છે તેને જો; તારી આંખો યરુશાલેમને વિશ્રામના નિવાસસ્થાન જેવું, જેનો તંબુ ઉખેડવામાં આવશે નહિ, જેની મેખો સર્વકાળ માટે કઢાશે નહિ અને જેની દોરીઓ તૂટશે નહિ, તેવા તંબુ જેવું થયેલું જોશે.

  8. કેમ કે, તે યહોવાહનો વેર વાળવાનો દિવસ છે અને સિયોન સાથેની તકરારનો બદલો લેવાનું વર્ષ છે.

  9. યહોવાહે જે લોકો માટે મુક્તિ મૂલ્ય ચૂકવ્યું છે તેઓ પાછા ફરશે અને હર્ષનાદ કરતા કરતા સિયોન સુધી પહોંચશે અને તેઓને માથે હંમેશા આનંદ રહેશે; તેઓને હર્ષ અને આનંદ પ્રાપ્ત થશે, તેઓના શોક તથા નિશ્વાસ જતા રહેશે.

  10. તે માટે યહોવાહ સાનહેરિબ વિષે જે વચન બોલ્યા છે તે આ છે: “સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણ્યો છે અને હસી કાઢ્યો છે; યરુશાલેમની દીકરીએ તારી તરફ માથું ધુણાવ્યું છે.

  11. હે સિયોન, વધામણીના સમાચાર કહેનારી, તું ઊંચા પર્વત પર ચઢી જા; મોટા અવાજે સામર્થ્યથી પોકાર; યરુશાલેમને વધામણીના સમાચાર આપ. ઊંચા અવાજે પોકાર, બીશ નહિ. યહૂદિયાના નગરોને કહે, “તમારો ઈશ્વર આ છે!”

  12. સિયોનને હું પ્રથમવાર કહેનાર છું કે, “જો તેઓ અહીંયાં છે;” હું યરુશાલેમને વધામણી કહેનાર મોકલી આપીશ.

  13. હું મારું ન્યાયીપણું પાસે લાવું છું; તે દૂર રહેનાર નથી અને હવે હું તમારો ઉદ્ધાર કરવાનો છું; અને હું સિયોનનો ઉદ્ધાર કરીશ અને મારી સુંદરતા ઇઝરાયલને આપીશ.

  14. પણ સિયોને કહ્યું, “યહોવાહે મને તજી દીધી છે અને પ્રભુ મને ભૂલી ગયા છે.”

  15. હા, યહોવાહ સિયોનને દિલાસો આપશે; તેની સર્વ ઉજ્જડ જગાઓને દિલાસો આપશે; તેના અરણ્યને એદન સરખું અને રણને યર્દન નદીની ખીણની બાજુમાં યહોવાહના ઉપવન સરખું કર્યું છે; આનંદ અને ઉત્સવ તેનામાં મળી આવશે, ત્યાં આભારસ્તુતિ તથા ગીતોનો અવાજ સંભળાશે.

  16. યહોવાહથી ઉદ્ધાર પામેલાઓ પાછા આવીને હર્ષનાદસહિત સિયોન પહોંચશે અને તેઓના માથે સદાકાળ આનંદ રહેશે; તેઓને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે અને દુ:ખ તથા શોક જતાં રહેશે.

  17. મેં મારાં વચનો તારા મુખમાં મૂક્યાં છે અને મારા હાથની છાયામાં તને ઢાંક્યો છે, જેથી હું આકાશોને સ્થાપું, પૃથ્વીનો પાયો નાખું અને સિયોનને કહું કે, ‘તું મારી પ્રજા છે.’”

  18. હે સિયોન, જાગૃત થા, જાગૃત થા, તારા સામર્થ્યથી વેષ્ટિત થા; હે યરુશાલેમ, પવિત્ર નગર, તારાં સુંદર વસ્ત્રો પહેરી લે; કેમ કે હવે પછી બેસુન્નતી તથા અશુદ્ધ કદી તારામાં પ્રવેશ કરશે નહિ.

  19. હે યરુશાલેમ, તારા પરની ધૂળ ખંખેરી નાખ, ઊઠ અને બેસ: હે સિયોનની બંદીવાન દીકરી, તારી ગરદન પરની સાંકળ કાઢી નાખ.

  20. સુવાર્તાનો સંદેશ લાવનારનાં પગલાં પર્વતો પર કેવાં શોભાયમાન છે, જે શાંતિની જાહેરાત કરે છે, જે વધામણીના સમાચાર લાવે છે, જે ઉદ્ધારની વાત જાહેર કરે છે, જે સિયોનને કહે છે, “તારા ઈશ્વર રાજ કરે છે!”

  21. સાંભળ, તારા ચોકીદારો પોકારે છે, તેઓ સાથે હર્ષનાદ કરે છે, કેમ કે યહોવાહ કેવી રીતે સિયોનમાં પાછા આવે છે, તે તેઓ નજરોનજર જોશે.

  22. યહોવાહ એવું કહે છે કે, “સિયોનને માટે, અને યાકૂબમાંના અધર્મથી પાછા ફરનારને માટે ઉદ્ધાર કરનાર આવશે.”

  23. જેઓએ તારા પર જુલમ કર્યો તેઓના દીકરા તારી પાસે નમતા આવશે; તેઓ સર્વ તારા પગનાં તળિયાં સુધી નમશે; તેઓ તને યહોવાહનું નગર, ઇઝરાયલના પવિત્રનું સિયોન, કહેશે.

  24. સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુગટ શોકને બદલે હર્ષનું તેલ, ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર, આપવા માટે મને મોકલ્યો છે; જેથી તેઓ તેમના મહિમાને અર્થે ધાર્મિકતાનાં વૃક્ષ, યહોવાહની રોપણી કહેવાય.

  25. જુઓ, યહોવાહે પૃથ્વીના છેડા સુધી આ પ્રગટ કર્યું છે: “સિયોનની દીકરીને કહો, ‘જો તારો તારનાર આવે છે! જો, તેનું ઈનામ તેની સાથે છે અને તેનું પ્રતિફળ તેની આગળ છે.’”