મુખ્ય સામગ્રી પર જાઓ

Syria

64 verses · 2 known names

આ નામે પણ ઓળખાય છે: Syrians

33.5100, 36.3100 ગૂગલ નકશા પર જુઓ

Syria નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. પણ યોરામ રાજા તો અરામના રાજા હઝાએલ સામે યુદ્ધ કરતો હતો, ત્યારે અરામીઓએ જે ઘા કર્યા હતા તેથી સાજો થવા માટે યિઝ્રએલ પાછો આવ્યો હતો. યેહૂએ યોરામના ચાકરોને કહ્યું, “જો તમારું મન એવું હોય, તો યિઝ્રએલમાં ખબર આપવા જવા માટે કોઈને નાસીને નગરમાંથી બહાર જવા દેશો નહિ.”

  2. ¶ તે સમયે અરામના રાજા હઝાએલે ગાથની સામે યુદ્ધ કરીને તેને જીતી લીધું. પછી હઝાએલ યરુશાલેમ પર હુમલો કરવા પાછો વળ્યો.

  3. તેથી યહૂદિયાના રાજા યોઆશે તેના પિતૃઓએ, એટલે કે યહૂદિયાના રાજા યહોશાફાટે, યહોરામે તથા અહાઝયાહએ જે સર્વ પવિત્ર વસ્તુઓ અર્પણ કરી હતી તે તથા તેની પોતાની પવિત્ર વસ્તુઓ, તેમ જ યહોવાહના સભાસ્થાનના તથા રાજાના મહેલના ભંડારમાંથી જે સોનું મળી આવ્યું તે સર્વ લઈને તે બધું અરામના રાજા હઝાએલને મોકલ્યું. એટલે હઝાએલ યરુશાલેમથી જતો રહ્યો.

  4. ¶ તેથી યહોવાહનો કોપ ઇઝરાયલીઓ પર સળગ્યો, તેઓએ તેઓને ફરીથી અરામના રાજા હઝાએલના અને તેના દીકરા બેન-હદાદના હાથમાં સોંપી દીધા.

  5. માટે યહોઆહાઝે યહોવાહને પ્રાર્થના કરી અને યહોવાહે તેની પ્રાર્થના સાંભળી, કેમ કે અરામનો રાજા ઇઝરાયલના લોકો પર જુલમ કરતો હતો, તે તેમણે જોયું હતું.

  6. અરામીઓએ યહોઆહાઝ પાસે પચાસ ઘોડેસવાર, દસ રથો તથા દસ હજાર સૈનિકો સિવાય બીજું કંઈ રહેવા દીધું નહિ. કેમ કે અરામના રાજાએ તેઓનો નાશ કરીને ખળીના ભૂસા જેવા કરી નાખ્યા હતા.

  7. ¶ એલિશાએ કહ્યું, “પૂર્વ તરફની બારી ઉઘાડ.” તેથી તેણે તે બારી ઉઘાડી. પછી એલિશાએ કહ્યું, “તીર ચલાવ!” તેણે તીર છોડ્યું. એલિશાએ કહ્યું, “આ યહોવાહના વિજયનું તીર, અરામ પરના વિજયનું તીર હતું. કેમ કે તું અરામીઓને અફેકમાં મારીને તેમનો નાશ કરશે.”

  8. પણ ઈશ્વરભક્તે ગુસ્સે થઈને કહ્યું, “તારે જમીન પર પાંચ થી છ વાર તીર મારવાં જોઈએ. જો તેં એમ કર્યું હોત તો અરામીઓનો સંપૂર્ણ નાશ થઈ જાય ત્યાં સુધી તેઓ પર તું હુમલો કરત, પણ હવે તું અરામ પર ફક્ત ત્રણ જ વાર હુમલો કરી શકશે.”

  9. ¶ યહોઆહાઝના સર્વ દિવસોમાં અરામના રાજા હઝાએલે ઇઝરાયલ પર જુલમ કર્યો.

  10. ¶ અરામનો રાજા હઝાએલ મરણ પામ્યો અને તેના દીકરા બેન-હદાદે તેની જગ્યાએ રાજ કર્યું.

  11. ¶ તે દિવસોમાં યહોવાહે અરામના રાજા રસીનને તથા રમાલ્યાના દીકરા પેકાહને યહૂદિયા પર ચઢાઈ કરવા મોકલવા માંડયા.

  12. ¶ આ સમયે અરામના રાજા રસીને અને ઇઝરાયલના રાજા રમાલ્યાના દીકરા પેકાહે યરુશાલેમ પર ચઢાઈ કરી.તેઓએ આહાઝને ઘેરી લીધો પણ તેને જીતી શકયા નહિ.

  13. તે જ સમયે, અરામના રાજા રસીને એલાથને પાછું અરામના કબજામાં લીધું, તેણે એલાથમાંથી યહૂદીઓને કાઢી મૂક્યા. અરામીઓ એલાથમાં આવીને ત્યાં વસ્યા, આજ સુધી તેઓ ત્યાં જ છે.

  14. ¶ પછી આહાઝે આશ્શૂરના રાજા તિગ્લાથ-પિલેસેરને સંદેશાવાહકો મોકલીને કહાવ્યું, “હું તારો ચાકર તથા તારો દીકરો છું. આવીને મને ઇઝરાયલના રાજા અને અરામના રાજાના હાથમાંથી છોડાવ, તેઓએ મારા પર હુમલો કર્યો છે.”

  15. મિસરથી તેઓ દરેક રથ ચાંદીના છસો શેકેલ ચૂકવીને ખરીદી લાવતા હતા. એ જ પ્રમાણે હિત્તીઓના સર્વ રાજાઓને માટે તથા અરામના રાજાઓને માટે પણ તે સોદાગરો ઘોડા લઈ આવતા.

  16. ¶ પછી આસાએ ઈશ્વરના સભાસ્થાનના તથા રાજાના મહેલના ભંડારોમાંથી સોનુંચાંદી લઈને દમસ્કસમાં રહેનાર અરામના રાજા બેન-હદાદ પર મોકલીને તેને કહેવડાવ્યું,

  17. ¶ તે જ સમયે હનાની પ્રબોધક યહૂદિયાના આસા રાજા પાસે આવીને તેને કહ્યું, “તમે પ્રભુ ઈશ્વરને બદલે અરામના રાજા ઉપર ભરોસો રાખ્યો છે, માટે અરામના રાજાનું સૈન્ય તમારા હાથમાંથી છટકી જઈ શક્યું છે.

  18. હવે અરામના રાજાએ પોતાના રથાધિપતિઓને એવી આજ્ઞા આપી હતી કે, “તમારે ઇઝરાયલના રાજા સિવાય બીજા કોઈની પર હુમલો કરવો નહિ.”

  19. અને તે તેઓની ખોટી સલાહ માનતો હતો; રામોથ ગિલ્યાદ તરફ હઝાએલની વિરુદ્ધ યુદ્ધ કરવા માટે તે ઇઝરાયલના રાજા, આહાબના દીકરા યોરામ સાથે ગયો. અરામીઓએ યોરામને ઘાયલ કર્યો.

  20. ¶ રામા આગળ અરામના રાજા હઝાએલ વિરુદ્ધ લડતાં જે ઘા થયેલો તેમાંથી સાજો થવા માટે યહોરામ યિઝ્એલ પાછો ગયો. તેથી યરોહામનો દીકરો અહાઝયાહ જે યહૂદાનો રાજા હતો, યોરામની ખબર કાઢવા યિઝ્રએલ ગયો. યોરામ અરામના સૈન્યથી ઘવાયેલો હતો.

  21. ¶ આથી તેના પ્રભુ ઈશ્વરે તેને અરામના રાજાના હાથમાં સોંપી દીધો. અરામીઓ તેને હરાવીને તેની પ્રજામાંથી ઘણાં માણસોને બંદીવાન કરીને દમસ્કસમાં લઈ ગયા. આહાઝ ઇઝરાયલના રાજાના હાથમાં કેદ પકડાયો. અને ઇઝરાયલના રાજાએ તેના સૈન્યનો ભારે સંહાર કરીને તેને હરાવ્યો.

  22. દમસ્કસના જે દેવોએ તેને હાર આપી હતી તેઓને તેણે બલિદાનો ચઢાવ્યા. તેણે કહ્યું, “કેમ કે અરામના રાજાઓના દેવોએ તેઓને સહાય કરી છે તો આ બલિદાનો ચઢાવવાને લીધે એ દેવો મારી પણ મદદ કરશે.” પણ તેમ કરવાથી ઊલટું તેને અને આખા ઇઝરાયલને ભારે નુકસાન થયું.

  23. ¶ યહૂદિયાના રાજા ઉઝિયાના દીકરા યોથામના દીકરા આહાઝના સમયમાં, અરામના રાજા રસીન તથા ઇઝરાયલના રાજા રમાલ્યાનો દીકરો પેકાહ યરુશાલેમની સામે લડવાને ચઢી આવ્યા; પણ તેઓ તેના પર ફતેહ પામી શક્યા નહિ.

  24. દાઉદના વંશના રાજાને એ ખબર મળી કે, અરામ એફ્રાઇમ સાથે મળી ગયો છે. ત્યારે તેનું મન અને તેના લોકોનાં મન જેમ વનનાં વૃક્ષો પવનથી કંપે એમ ગભરાયાં.

  25. તું તેને કહે કે, ‘સાવધ રહે, શાંત રહે, ગભરાઈશ નહિ અને આ હોલવાઈ જતી મશાલના બે છેડાથી, એટલે અરામના રસીન તથા રમાલ્યાના દીકરા પેકાના રોષથી ભયભીત ન થા.