Skip to content

Ben-Hadad વિશે બાઇબલની કલમો

17 કલમો · 3 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

  1. ¶ પછી આસાએ યહોવાહનું ભક્તિસ્થાનમાં તથા રાજમહેલના ભંડારોમાં બાકી રહેલું સોનું અને ચાંદી એકઠાં કરીને દમસ્કસમાં રહેતા અરામના રાજા હેઝ્યોનના પુત્ર, ટાબ્રિમ્મોનના પુત્ર બેન-હદાદને આપવા પોતાના અધિકારીઓને મોકલ્યા. તેઓએ રાજાને કહ્યું કે,

  2. “તારા પિતા અને મારા પિતા વચ્ચે શાંતિકરાર હતો તેમ મારી અને તારી વચ્ચે પણ શાંતિકરાર થાય. જો હું તને સોનાચાંદીની ભેટ મોકલું છું. તું ઇઝરાયલના રાજા બાશા સાથેનો શાંતિકરાર તોડી નાખ. કે જેથી તે મારી પાસેથી એટલે મારા દેશમાંથી જતો રહે.”

  3. ¶ બેનહદાદે આસા રાજાનું કહેવું માન્યું અને તેણે પોતાના સેનાપતિઓને ઇઝરાયલનાં નગરો સામે ચઢાઈ કરવા મોકલ્યાં. તેઓએ ઇયોન, દાન, આબેલ-બેથ-માઅખાહ, આખું કિન્નેરેથ અને આખા નફતાલી પ્રદેશ પર હુમલો કર્યો.

  4. ¶ પછી એલિશા દમસ્કસમાં ગયો તે સમયે અરામનો રાજા બેન-હદાદ બીમાર હતો. રાજાને એવી ખબર મળી કે, “ઈશ્વરભક્ત અહીં આવ્યો છે.”

  5. રાજાએ હઝાએલને કહ્યું, “તારા હાથમાં ભેટ લઈને ઈશ્વરભક્તને મળવા જા, તેની મારફતે યહોવાહને પુછાવ કે, ‘શું હું આ બીમારીમાંથી સાજો થઈશ?’”

  6. માટે હઝાએલ તેની સાથે દમસ્કસની સારી મૂલ્યવાન વસ્તુઓ ચાલીસ ઊંટો પર એ વસ્તુઓ ભેટ તરીકે લઈને તેને મળવા ગયો. હઝાએલે આવીને એલિશા આગળ આવીને કહ્યું, “તારા દીકરા અરામના રાજા બેન-હદાદે મને તારી પાસે એવું પૂછવા મોકલ્યો છે કે, ‘શું હું આ બીમારીમાંથી સાજો થઈશ?’”

  7. ¶ એલિશાએ તેને કહ્યું, “જઈને બેન-હદાદને કહે કે, ‘તું નિશ્ચે સાજો થશે.’ પણ યહોવાહે તો મને એવું બતાવ્યું છે કે તે નિશ્ચે મરણ પામશે.”

  8. પછી હઝાએલ શરમાઈ ગયો. એલિશા તેની સામે જોઈ રહ્યો, હઝાએલ એટલો બધો શરમિંદો પડ્યો કે ઈશ્વરભક્ત રડી પડયો.

  9. હઝાએલે પૂછ્યું, “મારા માલિક, તું કેમ રડે છે?” તેણે કહ્યું, “કેમ કે, તું ઇઝરાયલી લોકો સાથે જે દુષ્ટતા કરવાનો છે તે હું જાણું છું માટે. તેઓના કિલ્લાઓને તું બાળી મૂકીશ, તેઓના જુવાનોની તું તલવારથી કતલ કરીશ, તેઓના બાળકોને તું જોરથી પછાડીને ટુકડાં કરીશ અને તેઓની ગર્ભવતી સ્ત્રીઓને તું ચીરી નાખીશ.”

  10. ¶ હઝાએલે કહ્યું, “તારો સેવક એક કૂતરા તુલ્ય છે, તે કોણ છે કે આવાં કામ કરે?” એલિશાએ કહ્યું, “યહોવાહે મને બતાવ્યું છે કે તું અરામનો રાજા થશે.”

  11. પછી હઝાએલ એલિશા પાસેથી રવાના થઈને પોતાના માલિક પાસે આવ્યો. તેણે તેને પૂછ્યું, “એલિશાએ તને શું કહ્યું?” તેણે જવાબ આપ્યો, “તેણે મને કહ્યું તું નિશ્ચે સાજો થશે.”

  12. પછી બીજે દિવસે હઝાએલે ધાબળો લઈને તેને પાણીમાં પલાળીને રાજાના મોં પર ઓઢાડ્યો તેથી તે મરણ પામ્યો. અને તેની જગ્યાએ હઝાએલ રાજા થયો.

  13. ¶ અરામનો રાજા હઝાએલ મરણ પામ્યો અને તેના દીકરા બેન-હદાદે તેની જગ્યાએ રાજ કર્યું.

  14. જે નગરો હઝાએલના દીકરા બેન-હદાદે યુદ્ધ કરીને યોઆશના પિતા યહોઆહાઝ પાસેથી જીતી લીધાં હતા. તે યોઆશે તેના હાથમાંથી પાછાં જીતી લીધાં. ઇઝરાયલનાં એ નગરો પાછાં જીતી લેતાં યોઆશે તેને ત્રણ વાર હરાવ્યો હતો.

  15. ¶ પછી આસાએ ઈશ્વરના સભાસ્થાનના તથા રાજાના મહેલના ભંડારોમાંથી સોનુંચાંદી લઈને દમસ્કસમાં રહેનાર અરામના રાજા બેન-હદાદ પર મોકલીને તેને કહેવડાવ્યું,

  16. “જેમ તારા પિતા તથા મારા પિતા વચ્ચે સંપ હતો, તેમ મારી તથા તારી વચ્ચે છે. આ ચાંદી તથા સોનું મેં તારા માટે મોકલ્યું છે. ઇઝરાયલના રાજા બાશાની સાથે તારો સંબંધ તોડી નાખ, કે જેથી તે અહીંથી ચાલ્યો જાય.”

  17. ¶ બેન-હદાદે આસા રાજાનું સાંભળીને પોતાના સૈન્યના સેનાપતિઓને ઇઝરાયલનાં નગરો પર ચઢાઈ કરવા મોકલી આપ્યાં. તેઓએ ઇયોન, દાન, આબેલ-માઈમ તથા નફતાલીનાં સર્વ ભંડાર નગરો પર હુમલો કર્યો.