મુખ્ય સામગ્રી પર જાઓ

Israel

1,007 કલમો · 20 કુટુંબના સભ્યો

આ નામે પણ ઓળખાય છે: Jacob

Israel નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ પછી મૂસાએ હારુનને કહ્યું, તું ઇઝરાયલી લોકોને કહે કે, ‘તમે યહોવાહની સમક્ષ આવો. કારણ કે તેમણે તમારી ફરિયાદો સાંભળી છે.’”

  2. ઇઝરાયલનો સમગ્ર સમુદાય એક જ સ્થાને ભેગો થયો હતો. ત્યારે હારુન તેઓની સાથે વાત કરતો હતો. તે દરમિયાન તેઓએ અરણ્ય તરફ જોયું, તો વાદળમાં યહોવાહના ગૌરવનું દર્શન થયું.

  3. “મેં ઇઝરાયલના લોકોની ફરિયાદ સાંભળી છે; તેઓને કહે કે, ‘સાંજે તમે માંસ ખાશો અને સવારે તમે ઘરાઈને રોટલી ખાશો;’ અને તમને ખાતરી થશે કે હું તમારો ઈશ્વર યહોવાહ છું.”

  4. ઇઝરાયલી લોકો એ જોઈને પરસ્પર પૂછવા લાગ્યા, “એ શું છે?” કેમ કે તેઓ આ પદાર્થ વિષે જાણતા નહોતા. ત્યારે મૂસાએ તેઓને કહ્યું, “એ તો યહોવાહે તમને ખાવા માટે આપેલો ખોરાક છે.”

  5. અને ઇઝરાયલી લોકોએ એ પ્રમાણે કર્યું. પણ તેમાંના કેટલાકે વધારે તો કેટલાકે ઓછું ભેગું કરી લીધું.

  6. ¶ ઇઝરાયલી લોકોએ તે વિશિષ્ટ ખોરાકનું નામ “માન્ના” પાડ્યું. માન્ના ધાણાના દાણા જેવું સફેદ હતું. તેનો સ્વાદ મધ ચોપડેલી પાતળી પૂરીના જેવો હતો.

  7. પછી ત્યાંથી ઇઝરાયલી લોકો વસવાટ કરવા યોગ્ય પ્રદેશમાં આવ્યા, એ દરમિયાન તેઓએ તે માન્ના ખાધું. તેઓ કનાન દેશની સરહદમાં પહોંચ્યા ત્યાં સુધી તેઓએ માન્ના ખાધું.

  8. ¶ ઇઝરાયલના લોકોની સમગ્ર જમાતે સીનના રણમાંથી છાવણી ઉઠાવીને યહોવાહની આજ્ઞા મુજબ આગળ પ્રયાણ કરીને રફીદીમમાં મુકામ કર્યો. પરંતુ ત્યાં લોકોને પીવા માટે પાણી દુર્લભ હતું.

  9. યહોવાહે મૂસાને કહ્યું, “જા, ઇઝરાયલના કેટલાક વડીલોને સાથે લઈને તું લોકોની આગળ ચાલતો થા. જે લાકડીથી તેં નીલ નદી પર પ્રહાર કર્યો હતો તે તારા હાથમાં રાખજે.

  10. જો, હોરેબ પર્વતના એક ખડક ઉપર હું તારી સામે ઊભો રહીશ, પછી તું તે ખડક પર પ્રહાર કરજે, એટલે તે ખડકમાંથી પાણી નીકળશે, જેથી લોકોને પીવા પાણી મળશે.” ઇઝરાયલના વડીલોના દેખતાં મૂસાએ તે મુજબ કર્યુ. એટલે ત્યાં પાણીનું વહેણ થયું.

  11. મૂસાએ તે જગ્યાનું નામ માસ્સાહ અને મરીબાહ રાખ્યું. કારણ કે આ એ જ જગ્યા હતી જ્યાં ઇઝરાયલના લોકો એની વિરુદ્ધ થયા હતા. અને તેઓએ યહોવાહની કસોટી કરી હતી, તે લોકો જાણવા માગતા હતા કે યહોવાહ અમારી વચ્ચે છે કે નહિ?

  12. ¶ અમાલેકીઓએ રફીદીમ આગળ આવીને ઇઝરાયલીઓ પર હુમલો કર્યો.

  13. ¶ ત્યાં મૂસા જ્યારે પોતાના હાથ ઊંચા કરતો, ત્યારે ઇઝરાયલનો વિજય થતો; પરંતુ જ્યારે તે પોતાના હાથ નીચા કરતો, ત્યારે અમાલેકીઓ જીતતા હતા.

  14. ¶ યહોવાહે મૂસા અને ઇઝરાયલી લોકોને જે અનેક પ્રકારે સહાય કરી હતી, તે બાબતમાં તથા જે રીતે તે ઇઝરાયલના લોકોને માટે જે કંઈ કર્યું હતું તે વિષે તથા યહોવાહે ઇઝરાયલીઓને કેવીરીતે મિસરમાંથી મુક્ત કર્યા હતા તે વિષે મૂસાના સસરાએ એટલે મિદ્યાનના યાજક યિથ્રોએ સાંભળ્યું.

  15. ¶ યહોવાહે ઇઝરાયલના લોકોને મિસરના લોકોના હાથમાંથી છોડાવીને તેઓના પર જે ઉપકાર કર્યો હતો તે જાણીને યિથ્રો ખૂબ પ્રસન્ન થયો.

  16. ¶ પછી મૂસાના સસરા યિથ્રો યાજકે ઈશ્વરને યજ્ઞો અને દહનીયાર્પણો ચઢાવ્યાં. અને હારુન ઇઝરાયલના સર્વ વડીલોને સાથે લઈને ઈશ્વર સમક્ષ મૂસાના સસરા સાથે રોટલી ખાવાને માટે આવ્યો.

  17. મૂસાએ સર્વ ઇઝરાયલના લોકોમાંથી ચુનંદા માણસો પસંદ કર્યા અને તેઓમાંથી હજારના, સોના, પચાસના, તથા દશ માણસોના ઉપરી તરીકે નિયુક્ત કર્યાં.

  18. ¶ મિસર દેશમાંથી પ્રયાણ કર્યા પછી ત્રીજા માસના પ્રથમ દિવસે જ ઇઝરાયલીઓ સિનાઈના અરણ્યમાં આવી પહોંચ્યા.

  19. ઇઝરાયલીઓ રફીદીમથી સિનાઈના અરણ્યમાં આવ્યા ત્યારે સિનાઈ પર્વતની આગળ છાવણી કરી.

  20. ¶ એ પર્વત પર જઈને મૂસા યહોવાહ સમક્ષ ઊભો રહ્યો. અને યહોવાહે તેને પર્વત પર કહ્યું, “ઇઝરાયલી લોકોને અને યાકૂબનાં સંતાનોને આ કહેજે કે,

  21. તમે મારે સારુ ખાસ યાજકોનું રાજ્ય બનશો તથા પવિત્ર દેશજાતિ થશો.’ આ બધું તારે ઇઝરાયલના લોકોને કહેવાનું છે.”

  22. ¶ પછી યહોવાહે મૂસાને કહ્યું, “તું ઇઝરાયલના લોકોને એમ કહે કે, મેં તમારી સાથે આકાશમાંથી વાત કરી છે એ તમે જાતે જોયું છે.

  23. ¶ યહોવાહે મૂસાને કહ્યું, “તું અને હારુન, નાદાબ તથા અબીહૂ તેમ જ ઇઝરાયલના વડીલોમાંના સિત્તેર મારી સમક્ષ આવો; અને થોડે દૂર રહીને મારું ભજન કરો.

  24. પછી મૂસાએ યહોવાહનાં બધા આદેશો લખી નાખ્યા અને સવારમાં વહેલા ઊઠીને તેણે પર્વતની તળેટીમાં એક વેદી બાંધી અને ઇઝરાયલના બાર કુળસમૂહ પ્રમાણે બાર સ્તંભ બાંધ્યા.”

  25. ¶ પછી તેણે કેટલાક ઇઝરાયલી નવયુવાનોને યજ્ઞો અર્પવા મોકલ્યા. અને તેઓએ યહોવાહને દહનીયાર્પણ અને શાંત્યર્પણ તરીકે બળદોનું અર્પણ કર્યું.