મુખ્ય સામગ્રી પર જાઓ

Israel

1,007 કલમો · 20 કુટુંબના સભ્યો

આ નામે પણ ઓળખાય છે: Jacob

Israel નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ તે પછી મૂસા, હારુન, નાદાબ, અબીહૂ અને ઇઝરાયલીઓના સિત્તેર વડીલોને સાથે લઈને તે ઉપર ગયો.

  2. ત્યાં તેઓએ ઇઝરાયલના ઈશ્વરનું દર્શન કર્યું અને ઈશ્વરના પગ નીચે જાણે નીલમના જેવી ફરસબંધી હતી. તે સ્વચ્છ આકાશના જેવી હતી.

  3. ઇઝરાયલના બધા આગેવાનોએ યહોવાહને જોયાં. પણ યહોવાહે તેઓનો નાશ ન કર્યો. તેઓ બધાએ સાથે ખાધું અને પીધું.

  4. અને યહોવાહનું ગૌરવ ઇઝરાયલીઓને પર્વતની ટોચે પ્રચંડ અગ્નિ જેવું દેખાયું.

  5. “ઇઝરાયલી લોકોને કહે કે, તેઓ મારા માટે જે અર્પણ આપવા ઇચ્છે છે તે રાજીખુશીથી આપે. તે તમારે મારે માટે અર્પણ તરીકે સ્વીકારવું.

  6. ¶ અને ત્યાં હું તને મળીશ. ઇઝરાયલી લોકો માટે જે આજ્ઞાઓ હું તને આપીશ તે સર્વ વિષે, કરારલેખના કરારકોશ પરના દયાસન ઉપરથી તથા બે કરુબોની વચમાંથી, હું તારી સાથે વાત કરીશ.

  7. ¶ દીવી ઉપર મૂકવાના અખંડ દીવા માટે ઘાણીએ પીલેલું જૈતૂનનું ઉત્તમ તેલ લાવી આપવા ઇઝરાયલીઓને આજ્ઞા કરજે.

  8. મુલાકાતમંડપમાં સાક્ષ્યકોશ આગળના પડદાની બહારની બાજુએ હારુન તથા તેના પુત્રો સાંજથી તે સવાર સુધી યહોવાહ આગળ તેની વ્યવસ્થા કરે. આ વિધિનું ઇઝરાયલીઓએ અને તેઓના વંશજોએ પેઢી દર પેઢી પાલન કરવાનું છે.

  9. ¶ ઇઝરાયલીઓમાંથી તું તારા ભાઈ હારુનને અને તેના પુત્રો નાદાબ, અબીહૂ, એલાઝાર, અને ઈથામારને અલગ કરીને મારી સેવા માટે યાજકો તરીકે સમર્પિત કરજે.

  10. વળી ગોમેદના બે પાષાણો લેવા અને પછી તેના પર ઇઝરાયલ પુત્રોનાં નામ કોતરવાં.

  11. આ મુદ્રા બનાવનાર કલાકાર પાસે તારે બે પાષાણ પર ઇઝરાયલ પુત્રોનાં નામ કોતરાવવાં અને તેમને સોનાના ચોકઠામાં જડવાં. અને ઇઝરાયલ પુત્રોના સ્મારક તરીકે ઉરાવરણની સ્કંધપટી સાથે જડી દેવા.

  12. હારુને આ નામો પોતાના બે ખભા પર કિંમતી પથ્થર ધારણ કરીને યહોવાહ પાસે જવું જેથી તેને ઇઝરાયલીઓનું સ્મરણ રહે.

  13. ¶ પ્રત્યેક પાષાણ પર ઇઝરાયલના બાર પુત્રોમાંના એક પુત્રનું નામ કોતરાવવું. પ્રત્યેક પાષાણ ઇઝરાયલના એક કુળસમૂહનું પ્રતીક બનશે.

  14. ¶ જ્યારે હારુન પવિત્ર સ્થાનમાં પ્રવેશે, ત્યારે તેની પાસે ન્યાયકરણના ઉરાવરણ પર ઇઝરાયલના બાર પુત્રોનાં નામ ધારણ કરેલાં હોવાં જોઈએ. હંમેશા તેઓ યહોવાહના સ્મરણ અર્થે રહેશે.

  15. ઉરીમ અને તુમ્મીમને ન્યાયકરણના ઉરપત્રકમાં મૂકવાં. હારુન જ્યારે યહોવાહ સમક્ષ જાય, ત્યારે તે તેની છાતી પર રહે. જ્યારે હારુન યહોવાહ સમક્ષ ઉપસ્થિત હોય ત્યારે અને ઇઝરાયલીઓનો ન્યાય કરતી વખતે હંમેશા આ ઉરપત્રક તેના અંગ પર રાખશે.

  16. હારુને એ પોતાના કપાળ પર ધારણ કરવું જેથી ઇઝરાયલીઓ જે પવિત્ર અર્પણો આપે તેમાં કોઈ દોષ હોય તો તે દોષ હારુન પોતાને માથે લઈ લે અને હારુને તે કાયમ પોતાના કપાળ પર પહેરી રાખવું જેથી યહોવાહ પવિત્ર અર્પણથી પ્રસન્ન રહે.

  17. તે હારુનનો તથા તેના પુત્રોનો ઇઝરાયલ પુત્રો પાસેથી સદાનો નિયમ થશે. કેમ કે તે ઉચ્છાલીયાર્પણ છે; અને તે ઇઝરાયલપુત્રો તરફથી તેઓનાં શાંત્યર્પણના યજ્ઞોનું ઉચ્છાલીયાર્પણ થાય, એટલે યહોવાહને સારુ તેઓનું ઉચ્છાલીયાર્પણ થાય.

  18. ¶ હું ત્યાં જ તમને મળીશ અને ઇઝરાયલીઓને પણ મળીશ. મારા મહિમાથી એ સ્થાન પવિત્ર થઈ જશે.

  19. ¶ અને હું ઇઝરાયલના લોકો મધ્યે નિવાસ કરીશ અને તેઓનો ઈશ્વર થઈશ.

  20. “તું જ્યારે ઇઝરાયલીઓની વસ્તીગણતરી કરે ત્યારે જે પુરુષોનું નામ નોંધાય તેણે જ પોતાના જીવનાં બદલામાં યહોવાહ સમક્ષ ખંડણી ભરવી, જેથી તું ગણતરી કરે ત્યારે લોકો પર કોઈ આફત ન આવે.

  21. ઇઝરાયલીઓ પાસેથી મળેલાં જીવના બદલામાં અર્પણ કરેલાં પ્રાયશ્ચિતનાં નાણાં મુલાકાતમંડપની સેવામાં ખર્ચવાં. આ અર્પણ ઇઝરાયલી લોકોને માટે યહોવાહની સમક્ષતામાં સ્મરણરૂપ થશે.”

  22. તારે ઇઝરાયલીઓને કહેવું, ‘તમારે પેઢી દર પેઢી આ મારે માટે અભિષેકનું તેલ થાય.

  23. “ઇઝરાયલી લોકોને કહે: ‘તમે જરૂર મારા વિશ્રામવારો પાળો, કેમ કે તમારી પેઢી દરપેઢી મારી અને તમારી વચ્ચે તે ચિહ્નરૂપ છે; એ માટે કે તમે જાણો કે તમને પવિત્ર કરનાર તે હું યહોવાહ છું.

  24. ¶ માટે ઇઝરાયલના લોકોએ મારી અને તેઓની વચ્ચેના કરાર તરીકે વિશ્રામવાર પેઢી દર પેઢી પાળવાનો છે.

  25. સાબ્બાથ યહોવાહ અને ઇઝરાયલી લોકોની વચ્ચે હંમેશના ચિહ્નરૂપ છે, કેમ કે યહોવાહે છ દિવસ સુધી આકાશ અને પૃથ્વીની રચના કરી અને સાતમે દિવસે તેમણે કામ બંધ રાખીને વિસામો લીધો.’”