મુખ્ય સામગ્રી પર જાઓ

God

11,427 કલમો · 2 કુટુંબના સભ્યો

God નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ યહોવાહ આવેશી ઈશ્વર છે અને બદલો લેનાર છે; યહોવાહ બદલો લે છે અને તે કોપાયમાન થયા છે; યહોવાહ પોતાના દુશ્મનો પર વૈર વાળે છે, અને પોતાના દુશ્મનો માટે ગુસ્સો સંઘરી રાખે છે.

  2. યહોવાહ કોપ કરવામાં ધીમા અને સામર્થ્યમાં પરાક્રમી છે; તે ગુનેગારોને નિર્દોષ ગણનાર નથી. યહોવાહ પોતાનો માર્ગ વંટોળીયા તથા તોફાનમાં બનાવે છે, અને વાદળો તેમના ચરણોની ધૂળ સમાન છે.

  3. તેમની હાજરીમાં પર્વતો ધ્રૂજે છે, અને ડુંગરો ઓગળી જાય છે; તેમની હાજરીમાં પૃથ્વી, હા, દુનિયા તથા તેમાં વસતા બધા લોકો હાલી ઊઠે છે.

  4. ¶ તેમના ક્રોધ આગળ કોણ ઊભો રહી શકે? તેમના ઉગ્ર ક્રોધનો સામનો કોણ કરી શકે? તેમનો ક્રોધ અગ્નિની જેમ વ્યાપે છે, અને તેમના કોપથી ખડકો તૂટી જાય છે.

  5. ¶ યહોવાહ સારા છે; સંકટના સમયમાં તે ગઢરૂપ છે; તેમના પર ભરોસો રાખનારને તે ઓળખે છે.

  6. પણ તે પ્રચંડ પૂરથી પોતાના શત્રુઓનો અંત લાવશે; તે તેઓને અંધારામાં ધકેલી દેશે.

  7. ¶ શું તમે યહોવાહની વિરુદ્ધ ષડયંત્ર રચો છો? તે સંપૂર્ણપણે અંત લાવશે; બીજીવાર કશી વિપત્તિ ઊભી થશે નહિ.

  8. હે નિનવે તારામાંથી જે નીકળીને બહાર ગયો, તે યહોવાહની વિરુદ્ધ દુષ્ટ યોજના કરે છે, તે દુષ્ટતા કરવાનું પ્રોત્સાહન આપે છે.

  9. ¶ યહોવાહ આમ કહે છે, “જો કે તેઓ સંપૂર્ણ બળવાન તથા સંખ્યામાં ઘણાં હશે, તેમ છતાં તેઓ કપાઈ જશે; તેમના લોકો પણ રહેશે નહિ. પણ તું, યહૂદા જોકે મેં તને દુઃખી કર્યો છે, તોપણ હવે પછી હું તને દુઃખી નહિ કરું.

  10. હવે હું તારા પરથી તેની ઝૂંસરી તોડી નાખીશ; હું તારી સાંકળો તોડી નાખીશ.”

  11. ¶ યહોવાહે તારા વિષે આજ્ઞા આપી છે, નિનવે, વંશજો તારું નામ ધારણ કરશે નહિ. તારા દેવોના મંદિરોમાંથી ઘડેલી મૂર્તિઓનો તથા ઢાળેલી પ્રતિમાઓનો હું નાશ કરીશ. હું તારી કબર ખોદીશ, કેમ કે તું દુષ્ટ છે.

  12. કેમ કે યહોવાહ યાકૂબનું ગૌરવ ઇઝરાયલના ગૌરવ જેવું પુન:સ્થાપિત કરશે, કેમ કે લૂંટારાઓએ તેમને લૂંટી લીધા છે અને તેમની દ્રાક્ષવેલાઓનો નાશ કર્યો છે.

  13. ¶ સૈન્યોના યહોવાહ કહે છે; “જો, હું તારી વિરુદ્ધ છું.” “હું તારા રથ બાળીને ભસ્મ કરી નાખીશ, તલવાર તારાં બચ્ચાઓનો સંહાર કરશે. હું પૃથ્વી પરથી તારા શિકારનો નાશ કરીશ, તારા સંદેશાવાહકનો અવાજ ફરી કદી સંભળાશે નહિ.”

  14. ¶ સૈન્યોનો ઈશ્વર યહોવાહ કહે છે, “જો, હું તારી વિરુદ્ધ છું,” “હું તારો ચણિયો તારા મુખ પર ઉઠાવીશ અને તારી નગ્નતા હું પ્રજાઓને દેખાડીશ, રાજ્યોને તારી શરમ બતાવીશ.

  15. હું તારા પર કંટાળાજનક ગંદકી નાખીશ, અને તને ધિક્કારપાત્ર કરીશ; હું તને હાસ્યસ્પદ બનાવીશ કે દરેક લોક તને જોઈ શકે.

  16. ત્યારે એવું થશે કે જે લોકો તને જોશે તેઓ તારી પાસેથી નાસી જશે અને કહેશે, ‘નિનવેનો નાશ થયો છે; કોણ તેના માટે વિલાપ કરશે?’ તને આશ્વાસન આપનારને હું ક્યાં શોધું?”

  17. હે યહોવાહ, ક્યાં સુધી હું મદદ માટે પોકાર કરીશ અને તમે સાંભળશો નહિ? હિંસા વિષે હું પોકાર કરું છું, તો પણ તમે મને બચાવતા નથી.

  18. શા માટે તમે અન્યાયને મારી નજરમાં લાવો છો અને ખરાબ કાર્યો બતાવો છો? વિનાશ અને હિંસા મારી આગળ છે; ઝઘડા અને તકરારો ચાલે છે.

  19. કેમ કે જુઓ, એટલે કે ખાલદીઓ જે ક્રૂર તથા ઉતાવળી પ્રજા છે તેઓને હું ઊભા કરું છું, જે ઘરો તેઓનાં પોતાના નથી તેનો કબજો કરવા તેઓ દેશના એક છેડાથી બીજા છેડા સુધી કૂચ કરે છે.

  20. “યહોવાહ મારા ઈશ્વર, મારા પવિત્ર, શું તમે અનાદિકાળથી નથી? અમે માર્યા જવાના નથી. તમે ન્યાય માટે તેનું નિર્માણ કર્યું છે, હે મારા ખડક, સુધારાને માટે મેં તેને સ્થાપ્યો છે.

  21. તમારી આંખો એટલી શુદ્ધ છે કે તમે અશુદ્ધતા જોઈ શકતા નથી, અન્યાય જોવા તમે ઊભા રહી શકતા નથી. તો પછી જેઓ વિશ્વાસઘાતી છે તેઓના પક્ષમાં તમે શા માટે જુઓ છો? દુષ્ટ માણસ પોતાના કરતાં ન્યાયી માણસને ગળી જાય છે, ત્યારે તમે શા માટે ચૂપ રહો છો?

  22. ¶ હું મારી ચોકી પર ઊભો રહીશ, અને હું બુરજ પર ઊભો રહીને ધ્યાનથી જોયા કરીશ કે તે મારી સાથે શું બોલે છે અને મારી ફરિયાદનો શો જવાબ આપે છે.

  23. યહોવાહે મને જવાબ આપીને કહ્યું, “આ દર્શનને લખ, તેને પાટીઓ પર એવી રીતે લખ કે જે વાંચે તે દોડે.

  24. શું આ સૈન્યોના યહોવાહે કર્યું નથી? લોકો અગ્નિને સારુ પરિશ્રમ કરે છે અને પ્રજા નકામી બાબતો માટે પોતાને થકવી નાખે છે?

  25. કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરેલો છે તેમ દેશ યહોવાહના ગૌરવના જ્ઞાનથી ભરાઈ જશે.