મુખ્ય સામગ્રી પર જાઓ

God

11,427 કલમો · 2 કુટુંબના સભ્યો

God નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. તું કીર્તિને બદલે શરમથી ઘાયલ છે, તું પી અને તારી પોતાની વસ્ત્રહીન અવસ્થાને પ્રગટ કર! યહોવાહના જમણા હાથનો પ્યાલો તારા તરફ વળશે, તારી કીર્તિને થૂંકી નાખવામાં આવશે.

  2. પણ યહોવાહ તેમના પવિત્ર ઘરમાં છે! તેમની આગળ આખી પૃથ્વી શાંત રહો.

  3. હે યહોવાહ, તમારા વિષે મેં બયાન સાંભળ્યું છે અને મને બીક લાગી. યહોવાહ, ચાલ્યા જતા સમયોમાં તમારા કામનું પુનર્જીવન કરો; આ વર્ષોમાં તેને પ્રગટ કરો; તમારા ક્રોધમાં પણ દયાને યાદ કરો!

  4. ઈશ્વર તેમાનથી આવે છે, પવિત્ર દેવ પારાન પર્વતથી આવે છે. સેલાહ તેમનો વૈભવ આકાશોને ઢાંકી દે છે અને પૃથ્વી તેમની સ્તુતિથી ભરપૂર છે.

  5. તેમના હાથોમાંથી પ્રકાશની જેમ કિરણો ચમકે છે ત્યાં જ તેમનું સામર્થ્ય ગુપ્ત રહેલું છે.

  6. મહામારી તેમની આગળ ચાલે છે, મરકી તેમના પગ પાછળથી જાય છે.

  7. તે ઊભા રહીને પૃથ્વીને હલાવે છે; તે નજર કરીને પ્રજાને વિખેરી નાખે છે. અચળ પર્વતોના ટુકડે ટુકડા થઈ ગયા છે, સનાતન ટેકરીઓ નમી ગઈ છે! તેમના માર્ગો સનાતન છે.

  8. શું યહોવાહ નદીઓ પર ગુસ્સે થયા? શું તમારો ક્રોધ નદીઓ વિરુદ્ધ છે? શું તમારો પ્રકોપ સમુદ્ર વિરુદ્ધ છે કે જેને કારણે તમે ઘોડાઓ પર અને મુક્તિના રથો પર સવારી કરી રહ્યા છો?

  9. તમે તમારું ધનુષ્ય બહાર કાઢ્યું છે, તમે તમારા ધનુષ્ય પર બાણો ચઢાવ્યાં છે. સેલાહ તમે નદીઓથી પૃથ્વીના ભાગ કર્યા છે.

  10. પર્વતો તમને જોઈને થરથર ધ્રૂજે છે, ત્યાં આગળ થઈને પાણીની રેલ ચડે છે; ઊંડાણ પોતાનો અવાજ કાઢે છે. તેનાં મોજા કેવાં હેલે ચડે છે!

  11. તમારા છૂટતાં બાણોના પ્રકાશથી અને તમારા ચકચકતા ભાલાના ચળકાટથી, સૂર્ય તથા ચંદ્ર પોતપોતાના સ્થાનમાં થંભી ગયા છે.

  12. તમે ક્રોધમાં પૃથ્વી પર કૂચ કરો છો. અને કોપમાં તમે પ્રજાઓને ઝૂડી નાખો છો.

  13. તમે તમારા લોકોના ઉદ્ધારને માટે, વળી તમારા અભિષિક્તના ઉદ્ધારને માટે સવારી કરો છો. તમે દુષ્ટના ઘરમાંથી શિરને કાપી નાખો છો અને ગરદન સુધી તેના પાયા ઉઘાડા કરી નાખો છો. સેલાહ

  14. તમે તમારા ઘોડાઓથી સમુદ્ર તથા જળનાં મોજાઓ પર મુસાફરી કરી છે.

  15. તોપણ હું યહોવાહમાં આનંદ કરીશ. હું મારા ઉદ્ધારનાર ઈશ્વરમાં હર્ષ પામીશ.

  16. યહોવાહ મારા પ્રભુ તથા મારું બળ છે; તે મારા પગ હરણના પગ જેવા ચપળ કરે છે અને તે જ મને મારાં ઉચ્ચસ્થાનો પર ચલાવશે. મુખ્ય ગાયક માટે તારવાળાં વાજિંત્ર સાથે ગાવાનું ગીત.

  17. ¶ યહૂદિયાના રાજાની, એટલે આમોનના દીકરા યોશિયાની કારકિર્દીમાં, હિઝકિયાના દીકરા અમાર્યાના દીકરા ગદાલ્યાના દીકરા કૂશીના દીકરા સફાન્યા પાસે આ પ્રમાણે યહોવાહનું વચન આવ્યું.

  18. યહોવાહ કહે છે કે, “હું આ પૃથ્વીની સપાટી પરથી સર્વ વસ્તુનો સંપૂર્ણ નાશ કરીશ.

  19. હું માણસ તથા પશુઓનો નાશ કરીશ. હું આકાશના પક્ષીઓને તથા સમુદ્રની માછલીઓને પણ નષ્ટ કરીશ, અને દુષ્ટોની સાથે ઠોકર ખવડાવનારી વસ્તુઓનો પણ વિનાશ કરીશ. કેમ કે પૃથ્વીની સપાટી પરથી હું માણસનો નાશ કરીશ,” એવું યહોવાહ કહે છે.

  20. “હું મારો હાથ યહૂદિયા તથા યરુશાલેમના બધા રહેવાસીઓ પર લંબાવીશ, અને હું આ જગ્યાએથી બઆલના શેષનો તથા વ્યભિચારીઓના નામનો તથા યાજકોનો અંત લાવીશ.

  21. તેઓ ઘરની અગાશી પર જઈને આકાશના સૈન્યની ભક્તિ કરે છે, અને યહોવાહની સેવા કરનારાઓ અને સમ ખાનારાઓ છતાં માલ્કામને નામે પણ સમ ખાય છે.

  22. જે લોકો યહોવાહને અનુસરવાથી પાછા ફર્યા છે, જેઓ મને શોધતા કે મારી સલાહ લેતા નથી તેઓનો હું નાશ કરીશ.”

  23. પ્રભુ યહોવાહની સંમુખ શાંત રહો, કેમ કે યહોવાહનો દિવસ પાસે છે; યહોવાહે યજ્ઞ તૈયાર કર્યો છે તથા પોતાના અતિથિઓને પવિત્ર કર્યાં છે.

  24. “યહોવાહના યજ્ઞના દિવસે એવું થશે કે, હું અમલદારોને, રાજકુમારોને, તેમ જ જેઓએ પરદેશી વસ્ત્રો પહરેલાં હશે તે દરેકને શિક્ષા કરીશ.

  25. જેઓ ઉંબરો કૂદી જઈને, પોતાના માલિકનું ઘર હિંસાથી અને કપટથી ભરે છે તે સર્વને હું તે દિવસે શિક્ષા કરીશ.”