મુખ્ય સામગ્રી પર જાઓ

Ephraim

160 કલમો · 9 કુટુંબના સભ્યો

Ephraim નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. હિલ્લેલ પિરાથોનીનો દીકરો આબ્દોન મરણ પામ્યો અને અમાલેકીઓના પહાડી પ્રદેશમાં એફ્રાઇમ દેશના પિરઆથોનમાં તેને દફનાવવામાં આવ્યો.

  2. ¶ એફ્રાઇમના પહાડી પ્રદેશમાં મિખા નામે એક માણસ રહેતો હતો.

  3. તે માણસ યહૂદિયાનું બેથલેહેમ છોડીને વસવાટ કરવા માટે જગ્યા શોધવા ચાલી નીકળ્યો અને તે મુસાફરી કરતા એફ્રાઇમના પહાડી દેશમાં મિખાના ઘરે આવી પહોંચ્યો.

  4. દાનના લોકોએ પોતાના આખા કુળમાંથી પાંચ માણસો મોકલ્યા, તેઓ લડવૈયા અને સોરાહથી એશ્તાઓલના યુદ્ધમાં અનુભવી હતા, તેઓને દેશની જાસૂસી કરવા તથા તપાસ કરવા માટે મોકલ્યા. તેઓએ તેમને કહ્યું, “જઈને દેશની તપાસ કરો” તેઓ એફ્રાઇમના પહાડી દેશમાં આવ્યા, મિખાને ઘરે આવીને ત્યાં તેઓ રાત્રી મુકામ કર્યો.

  5. ¶ તેઓ ત્યાંથી નીકળીને એફ્રાઇમના પહાડી પ્રદેશમાં ગયા અને મિખાના ઘરે આવ્યા.

  6. ¶ ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો, તે દિવસોમાં એવું બન્યું કે કોઈ એક લેવી એફ્રાઇમની પહાડી પ્રદેશના સૌથી દૂર વિસ્તારમાં આવીને રહેતો હતો. તેણે બેથલેહેમનાં યહૂદિયામાંથી એક સ્ત્રીને પોતાની ઉપપત્ની તરીકે રાખી હતી.

  7. ¶ પણ ત્યારે એક વૃદ્ધ માણસ ખેતરમાં કામ કરીને સાંજે પાછો આવતો હતો. તે એફ્રાઇમના પહાડી પ્રદેશનો લેવી હતો. થોડા સમય માટે ગિબયામાં આવ્યો હતો. પણ તે જગ્યાએ જે લોકો રહેતા હતા તેઓ તો બિન્યામીનીઓ હતા.

  8. ¶ લેવીએ તેને કહ્યું, “અમે બેથલેહેમ યહૂદિયાનાં એફ્રાઇમના પહાડી પ્રદેશના પેલે છેડે જઈએ છીએ. હું ત્યાંનો રહેવાસી છું. હું બેથલેહેમ-યહૂદિયામાં ગયો હતો અને હું ઈશ્વરના ઘરે જાઉં છું.

  9. ¶ એફ્રાઇમના પહાડી પ્રદેશના રામાથાઈમ-સોફીમ નગરનો એક માણસ હતો, તેનું નામ એલ્કાના હતું, જે એફ્રાઇમી સૂફનો દીકરા, અલીહૂના દીકરા, જે તોહૂના દીકરા, જે સૂફના દીકરા, જે અલીહૂના દીકરા યરોહામનો દીકરો હતો.

  10. તેથી શાઉલ અને તેનો ચાકર એફ્રાઇમના પહાડી પ્રદેશ પસાર કરીને શાલીશા દેશ વટાવ્યો, પણ તેઓને ગધેડાં મળ્યાં નહિ. તેઓએ શાલીમ દેશ પસાર કર્યો પણ ત્યાંથીય ગધેડાં મળ્યાં નહિ. પછી તેઓએ બિન્યામીનીઓનો દેશ ઓળંગ્યો, ત્યાં પણ ગધેડાંનો પત્તો લાગ્યો નહિ.

  11. ¶ ઇઝરાયલના જે બધા માણસો એફ્રાઇમના પહાડી દેશમાં સંતાઈ ગયા હતા તેઓએ સાંભળ્યું કે પલિસ્તીઓ નાસી રહ્યા છે, ત્યારે તેઓ પણ લડાઈમાં તેઓની પાછળ પડયા.

  12. તેણે ઈશ-બોશેથને ગિલ્યાદ, આશેર, યિઝ્રએલ, એફ્રાઇમ, બિન્યામીન તથા સર્વ ઇઝરાયલ પર રાજા બનાવ્યો.

  13. ¶ બે વર્ષ થયા પછી એમ થયું કે, એફ્રાઇમે નજીકના બાલ-હાસોરમાં આબ્શાલોમ પાસે ઘેટાં કાતરનારાઓને કામે બોલાવ્યા હતા, ત્યાં આબ્શાલોમે રાજાના સર્વ કુંવરોને આમંત્રણ આપ્યું હતું.

  14. ¶ આ પ્રમાણે દાઉદનું સૈન્ય ઇઝરાયલની સેના સામે યુદ્ધ કરવા રણભૂમિમાં ગયું; અને એફ્રાઇમના જંગલમાં યુદ્ધ ચાલ્યું.

  15. તે સાચું નથી. પણ એફ્રાઇમના પહાડી પ્રદેશનો એક માણસ એટલે બિખ્રીનો દીકરો શેબા, તેણે પોતાનો હાથ રાજા એટલે કે દાઉદ રાજા સામે ઉઠાવ્યો છે. તેને મારી આગળ સ્વાધીન કરી દે અને હું નગર છોડીને ચાલ્યો જઈશ.” તે સ્ત્રીએ યોઆબને કહ્યું, “જો એમ હોય તો તેનું માથું કોટ ઉપરથી તારા તરફ ફેંકી દેવામાં આવશે.”

  16. આ તેઓનાં નામ છે: એફ્રાઇમના પહાડી પ્રદેશમાં બેન-હૂર,

  17. ¶ પછી યરોબામે એફ્રાઇમના પહાડી પ્રદેશમાં શખેમ બાંધ્યું અને તે ત્યાં રહ્યો. ત્યાંથી રવાના થઈને તેણે પનુએલ બાંધ્યું.

  18. ગેહઝીએ કહ્યું, “બધું ક્ષેમકુશળ છે. મારા માલિકે મને મોકલ્યો છે. તેણે કહ્યું કે, ‘જો, એફ્રાઇમના પહાડી પ્રદેશના પ્રબોધકોના દીકરાઓમાંથી બે જુવાનો હમણાં જ મારી પાસે આવ્યા છે. કૃપા કરી તેઓને માટે એક તાલંત ચાંદી અને બે જોડ વસ્ત્ર આપ.”

  19. ¶ ઇઝરાયલના રાજા યોઆશે, અહાઝયાહના દીકરા યોઆશના દીકરા યહૂદિયાના રાજા અમાસ્યાને બેથ-શેમેશમાં પકડ્યો. તે યરુશાલેમ આવ્યો અને એફ્રાઇમના દરવાજાથી ખૂણાના દરવાજા સુધી ચારસો હાથ જેટલો લાંબો યરુશાલેમનો કોટ તોડી નાખ્યો.

  20. ¶ કહાથના કેટલાંક કુટુંબોને એફ્રાઇમના કુળમાંથી નગરો આપવામાં આવ્યાં.

  21. તેઓને એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલું શખેમ આશ્રયનું નગર તેના ગોચરો સહિત, ગેઝેર તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.

  22. ¶ એફ્રાઇમના વંશજો નીચે પ્રમાણે છે; એફ્રાઇમનો દીકરો શુથેલા હતો. શુથેલાનો દીકરો બેરેદ હતો. બેરેદનો દીકરો તાહાથ હતો. તાહાથનો દીકરો એલાદા હતો. એલાદાનો દીકરો તાહાથ હતો.

  23. ¶ તેઓના પિતા એફ્રાઇમે ઘણાં દિવસો સુધી શોક કર્યો, તેના ભાઈઓ તેને દિલાસો આપવા આવ્યા.

  24. યહૂદાના, બિન્યામીનના, એફ્રાઇમના તથા મનાશ્શાના વંશજોમાંના જેઓ યરુશાલેમમાં રહેતા હતા તેઓ આ છે.

  25. એફ્રાઇમના પુત્રોમાંથી વીસ હજાર આઠસો, તેઓ પોતાના પિતાના કુટુંબમાં નામાંકિત શૂરવીર પુરુષો હતા.