મુખ્ય સામગ્રી પર જાઓ

Tribe Of Ephraim વિશે બાઇબલની કલમો

46 કલમો · 30 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ સાતમે દિવસે આમ્મીહૂદનો દીકરો અલિશામા એફ્રાઇમના દીકરાઓનો આગેવાન તે તેનું અર્પણ લાવ્યો.

  2. અને તેનું અર્પણ આ હતું એટલે કે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ વજન હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.

  3. દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું હતું તે આપ્યું.

  4. ¶ દહનીયાર્પણને માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તેણે આપ્યું.

  5. પાપાર્થાર્પણને માટે બકરામાંથી એક નર તેણે આપ્યો.

  6. અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ આમ્મીહૂદના દીકરા અલિશામાનું અર્પણ હતું.

  7. પછી યૂસફ વિષે મૂસાએ કહ્યું; તેનો દેશ યહોવાહથી આશીર્વાદિત થાઓ, આકાશની ઉતમ વસ્તુઓથી અને ઝાકળથી અને પાતાળના પાણીથી,

  8. સૂર્યની ઊપજની ઉતમ વસ્તુઓથી તથા ચંદ્રની વધઘટની ઉત્તમ વસ્તુઓથી,

  9. પ્રાચીન પર્વતોની ઉત્તમ વસ્તુઓથી અને સાર્વકાલિક પર્વતોની કિંમતી વસ્તુઓથી,

  10. પૃથ્વી તથા તેની ભરપૂરીપણાની કિંમતી વસ્તુઓથી, ઝાડમાં જે રહ્યો છે તેની કૃપાથી. યૂસફ, જે તેના ભાઈઓ પર આગેવાન જેવો હતો, તેના પર આશીર્વાદ આવો.

  11. તેનો પ્રથમજનિત તેજસ્વી બળદના જેવો છે, તેનાં શિંગડાં જંગલી બળદના જેવાં છે, પ્રજાઓને તે પૃથ્વીને છેડેથી હાંકી કાઢશે. એફ્રાઇમના દસ હજારો અને મનાશ્શાના હજારો છે.”

  12. ¶ એફ્રાઇમનાં કુળને તેનાં કુટુંબો પ્રમાણે આ રીતે પ્રદેશની સોંપણી થઈ: પૂર્વ તરફ તેઓની સરહદ અટારોથ આદ્દારથી ઉપરના બેથ-હોરોન સુધી હતી

  13. અને ત્યાંથી તે સમુદ્ર તરફ ગઈ. મિખ્મથાથની ઉત્તર પરથી વળીને પૂર્વ તરફ તાનાથ-શીલો સુધી અને દૂર યાનોઆની પૂર્વ તરફ ગઈ.

  14. પછી યાનોઆથી નીચે અટારોથ સુધી, નારા સુધી અને પછી યરીખોથી, યર્દનના છેડા સુધી પહોંચી.

  15. ¶ તે સરહદ તાપ્પૂઆથી પશ્ચિમ તરફ કાનાના નાળાં અને સમુદ્રના છેડા સુધી ગઈ. એફ્રાઇમ કુળનાં કુટુંબો પ્રમાણે તેઓનો વારસો આ છે.

  16. તે સાથે મનાશ્શાના કુળના વારસાના ભાગ વચ્ચે જે નગરો એફ્રાઇમનાં કુળને સારુ પસંદ કરાયેલા હતાં, એ સર્વ નગરો તેઓનાં ગામો સહિત તેઓને મળ્યાં.

  17. ¶ યૂસફના વંશજોએ બેથેલ પર આક્રમણ કર્યું. ઈશ્વર તેઓની સાથે હતા.

  18. તેઓએ બેથેલની જાસૂસી કરવા પુરુષો મોકલ્યા. અગાઉ તે નગરનું નામ લૂઝ હતું.

  19. જાસૂસોએ એક માણસને તે નગરમાંથી બહાર આવતો જોયો અને તેઓએ તેને કહ્યું કે, “કૃપા કરીને અમને નગરમાં પ્રવેશવાનો માર્ગ બતાવ અને અમે તારી એ સહાયને યાદ રાખીશું.”

  20. ¶ તેણે તેઓને નગરનો માર્ગ બતાવ્યો. અને તેઓએ તલવારથી તે નગર પર આક્રમણ કર્યું અને તેનો નાશ કર્યો, પણ પેલા માણસને તથા તેના આખા પરિવારને બચાવ્યાં.

  21. ¶ એફ્રાઇમના પુરુષોએ ગિદિયોનને કહ્યું, “તું અમારી સાથે આમ કેમ વર્ત્યો છે? જયારે તું મિદ્યાનીઓની સાથે લડવા ગયો ત્યારે તેં અમને બોલાવ્યા નહિ.” અને તેઓએ તેને સખત ઠપકો આપ્યો.

  22. ¶ તેણે તેઓને કહ્યું, “તમે જે કર્યું છે તેની સરખામણીમાં મેં તો કશું કર્યુ નથી? એફ્રાઇમની દ્રાક્ષોનો સળો તે અબીએઝેરની દ્રાક્ષોના આખા ફાલ કરતાં શું સારો નથી?

  23. ઈશ્વરે તમને મિદ્યાનીઓના ઓરેબ તથા ઝએબ સરદારોની ઉપર વિજય અપાવ્યો! તમારી સાથે સરખામણીમાં હું શું કરી શક્યો છું?” જયારે તેણે આમ કહ્યું, ત્યારે તેઓ ઠંડા પડ્યા.

  24. ¶ એફ્રાઇમના માણસો એકત્ર થઈને યર્દન નદી પાર કરીને ઉત્તરના ઝફોન નગર તરફ ગયા. તેઓએ યિફતાને કહ્યું, “તું આમ્મોનીઓની વિરુદ્ધ લડવા ગયો ત્યારે તારી સાથે જવા માટે તેં અમને કેમ બોલાવ્યા નહિ? અમે તને તારા ઘરમાં પૂરીને આગ લગાડીશું.”

  25. યિફતાએ તેઓને કહ્યું, “મારે અને મારા લોકોને આમ્મોનીઓ સાથે સંઘર્ષ ચાલતો હતો. જયારે મેં તમને બોલાવ્યા, ત્યારે તમે મને તેઓથી બચાવ્યો ન હતો.