Skip to content

Gezer

14 verses · 2 known names

આ નામે પણ ઓળખાય છે: Gazer

31.8700, 34.9200 ગૂગલ નકશા પર જુઓ

Gezer નો ઉલ્લેખ કરતી કલમો

  1. ¶ પછી ગેઝેરનો રાજા, હોરામ, લાખીશની સહાય કરવાને આવ્યો. યહોશુઆએ તેને તથા તેના લોકોને એવા માર્યા કે તેઓમાંનું કોઈ પણ બચ્યું નહી.

  2. એગ્લોનનો રાજા, ગેઝેરનો રાજા.

  3. ¶ પછી પશ્ચિમ તરફ નીચે યાફલેટીઓના પ્રદેશથી, દૂર સુધી નીચાણમાં બેથ-હોરોનના પ્રદેશ સુધી અને ગેઝેર સુધી તે સમુદ્ર પાસે પૂરી થઈ.

  4. ¶ તેઓ કનાનીઓને કે જેઓ ગેઝેરમાં રહેતા હતા તેઓને કાઢી મૂકી શક્યા નહિ તેથી કનાનીઓ એફ્રાઇમ મધ્યે આજ પર્યંત રહે છે, પણ તેઓ એફ્રાઇમનાં કુટુંબીઓના ગુલામ થઈને રહેલા છે.

  5. તેઓને એફ્રાઇમનાં પહાડી પ્રદેશમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર શખેમ તેનાં ગૌચર સહિત તથા ગેઝેર તેનાં ગૌચર સહિત આપવામાં આવ્યાં હતાં,

  6. ¶ ગેઝેરમાં રહેતા કનાનીઓને એફ્રાઇમે કાઢી મૂક્યા નહિ; તેથી કનાનીઓ ગેઝેરમાં તેઓની મધ્યે જ રહ્યા.

  7. ઈશ્વરે જેમ દાઉદને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. તેણે ગેબાથી ગેઝેર સુધી પલિસ્તીઓનો સંહાર કર્યો.

  8. ¶ સુલેમાને ઈશ્વરનું ભક્તિસ્થાન, પોતાનો મહેલ, મિલ્લોનો કિલ્લો, યરુશાલેમનો કોટ, હાસોર, મગિદ્દો તથા ગેઝેર બાંધવા માટે જે ભારે મજૂરી કરનારા મજૂરોને ભેગા કર્યા તેની વિગત આ પ્રમાણે હતી.

  9. મિસરના રાજા ફારુને ગેઝેર પર ચઢાઈ કરી તેને કબજે કર્યું હતું અને બાળી મૂકયું હતું. અને ત્યાં વસતા કનાનીઓની હત્યા કરી હતી. ત્યાર બાદ તેણે તે નગર પોતાની દીકરીને એટલે સુલેમાનની પત્નીને લગ્નની ભેટમાં આપ્યું.

  10. ¶ તેથી સુલેમાને ગેઝેર, નીચાણનું બેથ-હોરોન,

  11. તેઓને એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલું શખેમ આશ્રયનું નગર તેના ગોચરો સહિત, ગેઝેર તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.

  12. ¶ તેઓનાં વતન તથા વસવાટ બેથેલ તથા તેની આસપાસનાં ગામો હતાં. તેઓ પૂર્વ તરફ નારાન, પશ્ચિમ તરફ ગેઝેર તથા તેનાં ગામો, વળી શખેમ તથા તેનાં ગામો અને અઝઝાહ તથા તેના ગામો સુધી વિસ્તરેલા હતા.

  13. ઈશ્વરે દાઉદને આજ્ઞા કરી હતી તેમ તેણે કર્યું. તેણે ગિબ્યોનથી તે છેક ગેઝેર સુધી પલિસ્તીઓના સૈન્યનો સંહાર કર્યો.

  14. ¶ ત્યાર બાદ પલિસ્તીઓની સાથે ગેઝેરમાં યુદ્ધ થયું. એ વખતે હુશાના સિબ્બખાયે, રફાઈમના એક વંશજ સિપ્પાયને મારી નાખ્યો. અને પલિસ્તીઓની હાર થઈ.