Skip to content

Megiddo વિશે બાઇબલની કલમો

13 કલમો · 8 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

  1. ¶ તાનાખનો રાજા, મગિદ્દોનો રાજા,

  2. ¶ ઇસ્સાખાર તથા આશેરના ભાગમાં, બેથ-શેઆન અને તેનાં ગામો, યિબ્લામ અને તેનાં ગામો, દોર તથા તેનાં ગામોના રહેવાસીઓ, એન-દોર તથા તેનાં ગામોના રહેવાસીઓ, તાનાખ તથા તેના ગામોના રહેવાસીઓ, મગિદ્દોના તથા તેના ગામોના રહેવાસીઓ; એટલે ત્રણ ઉચ્ચ પ્રદેશ મનાશ્શાને મળ્યા.

  3. રાજાઓ આવીને લડ્યા, ત્યારે મગિદ્દોનાં પાણીની પાસેના તાનાખમાં, કનાનના રાજાઓએ યુદ્ધ કર્યું; તેઓએ ધનનો કંઈ લાભ લીધો નહિ.

  4. તાનાખ તથા મગિદ્દો, સારેથાનની બાજુનું તથા યિઝ્રએલની નીચેનું આખું બેથ-શેઆન, બેથ-શેઆનથી આબેલ-મહોલા સુધી, એટલે યોકમામની પેલી બાજુ સુધીમાં અહીલૂદનો દીકરો બાના,

  5. ¶ સુલેમાને ઈશ્વરનું ભક્તિસ્થાન, પોતાનો મહેલ, મિલ્લોનો કિલ્લો, યરુશાલેમનો કોટ, હાસોર, મગિદ્દો તથા ગેઝેર બાંધવા માટે જે ભારે મજૂરી કરનારા મજૂરોને ભેગા કર્યા તેની વિગત આ પ્રમાણે હતી.

  6. ¶ યહૂદિયાનો રાજા અહાઝયાહ આ જોઈને બેથ-હાગ્ગાનને માર્ગે નાસી ગયો. પણ યેહૂએ તેની પાછળ પડીને તેને કહ્યું, “તેને પણ રથમાં મારી નાખો.” તેઓએ તેને યિબ્લામ પાસેના ગૂરના ઘાટ આગળ તેને મારીને ઘાયલ કર્યો. અહાઝયાહ મગિદ્દોમાં નાસી ગયો અને ત્યાં મરણ પામ્યો.

  7. તેના દિવસોમાં મિસરનો રાજા ફારુન-નકો આશ્શૂરના રાજા સામે લડવા ફ્રાત નદી સુધી ગયો. યોશિયા રાજા યુદ્ધમાં તેની સામે ગયો, નકો રાજાએ તેને જોયો, તેણે તેને મગિદ્દોમાં મારી નાખ્યો.

  8. યોશિયાના ચાકરો તેના મૃતદેહને રથમાં મૂકીને મગિદ્દોથી યરુશાલેમ લાવ્યા, તેની પોતાની કબરમાં તેને દફનાવ્યો. પછી યોશિયાના દીકરા યહોઆહાઝને તેના પિતાની જગ્યાએ નવા રાજા તરીકે અભિષિક્ત કર્યો.

  9. મનાશ્શાની સીમા પાસે બેથ-શેઆન તથા તેનાં ગામો, તાનાખ તથા તેનાં ગામો, મગિદ્દો તથા તેનાં ગામો, દોર તથા તેનાં ગામો હતા. આ બધાં નગરોમાં ઇઝરાયલના દીકરા યૂસફના વંશજો રહેતા હતા.

  10. ¶ પણ યોશિયાએ તેનું સાંભળ્યું નહિ અને તેની સાથે લડવા માટે ગુપ્તવેશ ધારણ કરીને ગયો. ઈશ્વરના મુખમાંથી આવેલા નકોનાં વચન તેણે કાન પર લીધાં નહિ અને મગિદ્દોના મેદાનમાં તે યુદ્ધ કરવા ગયો.

  11. ¶ નખોના ધનુર્ધારીઓ સૈનિકોએ યોશિયા રાજાને બાણ માર્યાં. તેથી રાજાએ તેના ચાકરોને કહ્યું, “મને લઈ જાઓ, કેમ કે હું સખત ઘવાયો છું.”

  12. તેના ચાકરો તેને તેના રથમાંથી ઉપાડીને બીજા રથમાં મૂકીને યરુશાલેમ લઈ ગયા. ત્યાં તે મરણ પામ્યો. તેને તેના પૂર્વજોની કબરોમાં દફનાવવામાં આવ્યો. સમગ્ર યહૂદિયા તથા યરુશાલેમે યોશિયાને માટે વિલાપ કર્યો.

  13. તે દિવસે મગિદ્દોના મેદાનમાં હદાદ રિમ્મોનના વિલાપના જેવો ભારે વિલાપ યરુશાલેમમાં થશે.