મુખ્ય સામગ્રી પર જાઓ

Satan વિશે બાઇબલની કલમો

135 કલમો · 4 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ શેતાને ઈસુને કહ્યું કે, ‘જો તમે ઈશ્વરના દીકરા હોય તો આ પથ્થરને કહે કે, તે રોટલી થઈ જાય.

  2. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘એમ લખ્યું છે કે, માણસ એકલી રોટલીથી જીવશે નહિ.’”

  3. ¶ શેતાન તેમને ઊંચી જગ્યાએ લઈ ગયો, અને એક ક્ષણમાં દુનિયાના બધાં રાજ્યો તેને બતાવ્યા.

  4. શેતાને ઈસુને કહ્યું કે, ‘આ બધાં પર રાજ કરવાનો અધિકાર તથા તેમનો વૈભવ હું તને આપીશ; કેમ કે રાજ કરવા તેઓ મને અપાયેલ છે, અને હું જેને તે આપવા ચાહું તેને આપી શકું છું;

  5. માટે જો તું નમીને મારું ભજન કરશે તો તે સઘળું તારું થશે.’”

  6. ¶ અને ઈસુએ તેને ઉત્તર આપતાં કહ્યું કે, ‘એમ લખ્યું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુનું ભજન કરવું અને એકલા તેમની જ સેવા કરવી.’”

  7. ¶ તે ઈસુને યરુશાલેમ લઈ ગયો, અને ભક્તિસ્થાનના શિખર પર તેમને ઊભા રાખીને તેણે તેમને કહ્યું કે, ‘જો તું ઈશ્વરનો દીકરો છે, તો અહીંથી પોતાને નીચે પાડી નાખ.

  8. કેમ કે લખ્યું છે કે, તે પોતાના સ્વર્ગદૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે કે તેઓ તારું રક્ષણ કરે;

  9. તેઓ પોતાના હાથે તમને ઝીલી લેશે, રખેને તમારો પગ પથ્થર પર અફળાય.’”

  10. ¶ ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘એમ લખેલું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી ન કરવી.’”

  11. ¶ શેતાન સર્વ પ્રકારના પરીક્ષણ કરીને કેટલીક મુદ્ત સુધી તેમની પાસેથી ગયો.

  12. અને માર્ગની કોર પરનાં તો સાંભળનારાં માણસો છે; પછી શેતાન આવીને તેઓનાં મનમાંથી સંદેશ લઈ જાય છે, એ માટે કે તેઓ વિશ્વાસ ન કરે અને ઉદ્ધાર ન પામે.

  13. ઈસુએ તેઓને કહ્યું કે, ‘મેં શેતાનને વીજળીની જેમ સ્વર્ગથી પડતો જોયો.

  14. પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે, ‘દુષ્ટાત્માઓના સરદાર બાલઝબૂલની મદદથી તે દુષ્ટાત્માને કાઢે છે.’”

  15. જો શેતાન પણ પોતાની વચ્ચે ભાગલો પાડે તો તેનું રાજ્ય કેમ ટકે? હું એટલા માટે કહું છું કેમ કે તમે કહો છો કે, બાલઝબૂલની મદદથી હું દુષ્ટાત્માઓને કાઢું છું.

  16. બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાના ઘરને સાચવે છે, ત્યારે તેનો માલ સલામત રહે છે;

  17. પણ જયારે તેના કરતાં વધારે બળવાન માણસ તેના પર આવી પડીને તેને જીતે ત્યારે તેનાં સઘળા હથિયાર જેનાં પર તે ભરોસો રાખતો હતો તે તેની પાસેથી લઈ લે છે, અને તેની લૂટ વહેંચે છે.

  18. આ સ્ત્રી જે ઇબ્રાહિમની દીકરી છે, જેને શેતાને અઢાર વર્ષથી બાંધી રાખી હતી, તેને વિશ્રામવારે છૂટી કરી એ શું ખોટું કર્યું?’”

  19. ‘સિમોન, સિમોન, જો, શેતાને તમને ઘઉંની પેઠે ચાળવા સારુ કબજે લેવા માગ્યા.

  20. હું રોજ તમારી સાથે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો, ત્યારે તમે મને પકડ્યો નહિ; પણ હાલ તમારો અને અંધકારનાં અધિકારનો સમય છે.’”

  21. મેં મારા પિતાની પાસે જે જોયું છે, તે હું કહું છું; અને તમે પણ તમારા પિતાની પાસેથી જે સાંભળ્યું છે, તેમ તે કરો છો.’”

  22. તમે તમારા પિતાનાં કામ કરો છો.’ તેઓએ તેમને કહ્યું, ‘અમે વ્યભિચારથી જન્મ્યાં નથી; અમારો એક જ પિતા છે, એટલે ઈશ્વર.’”

  23. તમે તમારા પિતા શેતાનના છો અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્યઘાતક હતો અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ; જયારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો અને જૂઠાનો પિતા છે.

  24. હવે આ માનવજગતનો ન્યાય કરવામાં આવે છે; હવે આ જગતના અધિકારીને બહાર કાઢી મૂકવામાં આવશે.

  25. તેઓ જમતા હતા તેવામાં, શેતાને તો અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોતના મનમાં તેમને પરસ્વાધીન કરવાનો વિચાર મૂક્યો હતો.