Skip to content

Reproof વિશે બાઇબલની કલમો

165 કલમો · 70 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ જીવનને તુચ્છ ગણે છે, પણ ઠપકાને સ્વીકારનાર બુદ્ધિ પ્રાપ્ત કરે છે.

  2. મૂર્ખને સો ફટકાના કરતાં બુદ્ધિમાનને એક ઠપકાનો ઘા વધારે ઊંડી અસર કરે છે.

  3. તિરસ્કાર કરનાર વ્યક્તિને મારશો, તો ભોળો શાણો થશે; બુદ્ધિમાનને ઠપકો આપશો, તો તે ડહાપણમાં પ્રવીણ થશે.

  4. જ્યારે ઘમંડી વ્યક્તિને શિક્ષા થાય છે, ત્યારે ભોળો સાવચેત બને છે; અને જ્યારે ડાહ્યાને શિક્ષણ મળે છે, ત્યારે તે વિદ્વાન થાય છે.

  5. પણ જે કોઈ દોષિતને ઠપકો આપશે તેઓ આનંદિત થશે અને તેઓના પર ઘણો આશીર્વાદ ઊતરશે.

  6. જ્ઞાની વ્યક્તિએ આપેલો ઠપકો આજ્ઞાંકિતના કાનમાં સોનાની કડીઓ તથા સોનાના ઘરેણાં જેવો છે.

  7. મૂર્ખને તેની મૂર્ખતા પ્રમાણે જ ઉત્તર આપ, નહિ તો તે પોતાની જ નજરમાં પોતાને ડાહ્યો સમજશે.

  8. છુપાવેલા પ્રેમ કરતાં ઉઘાડો ઠપકો સારો છે.

  9. મિત્રના ઘા પ્રામાણિક હોય છે, પણ દુશ્મનનાં ચુંબન ખુશામતથી ભરેલા હોય છે.

  10. જે માણસ પ્રશંસા કરે છે તેના કરતાં જે માણસ ઠપકો આપે છે તેને વધારે પ્રશંસા પ્રાપ્ત થશે.

  11. જે માણસ વારંવાર ઠપકો પામવા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, તે અકસ્માતમાં નાશ પામશે, તેનો કોઈ ઉપાય રહેશે નહિ.

  12. સોટી તથા ઠપકો ડહાપણ આપે છે; પણ સ્વતંત્ર મૂકેલું બાળક પોતાની માતાને બદનામ કરે છે.

  13. કોઈ માણસે મૂર્ખનું ગીત સાંભળવું તેના કરતાં જ્ઞાનીનો ઠપકો સાંભળવો તે સારું છે

  14. તે વિદેશીઓમાં ઇનસાફ કરશે અને ઘણા લોકોનો ન્યાય કરશે; તેઓ પોતાની તલવારોને ટીપીને હળના ફળાં અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ તલવાર ઉગામશે નહિ અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.

  15. તે યહોવાહના ભયમાં હરખાશે; અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ઇનસાફ કરશે નહિ અને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહિ;

  16. તારા દીકરાઓ બેહોશ થઈ ગયા છે; તેઓ જાળમાં ફસાયેલા હરણની જેમ, ગલીના દરેક ખૂણામાં પડી રહે છે. તેઓ યહોવાહના કોપથી અને તારા ઈશ્વરના ઠપકાથી ભરપૂર.

  17. મોટા આવજે પોકાર, કંઈ પણ બાકી ન રાખ, રણશિંગડાની જેમ તારો અવાજ ઊંચો કર, મારા લોકોને તેઓના અપરાધો અને યાકૂબના ઘરનાંને તેઓનાં પાપ કહી સંભળાવો.

  18. ¶ તેમ છતાં જે ધિક્કારપાત્ર કૃત્યોનો હું તિરસ્કાર કરું છું તે કરશો નહિ. એવું મેં વારંવાર મારા સેવકો, પ્રબોધકો, મોકલીને કહાવ્યું.

  19. તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને જે બંડખોર પ્રજાએ મારી વિરુદ્ધ બંડ કર્યું તેની પાસે એટલે ઇઝરાયલ પ્રજા પાસે મોકલું છું, તેઓ તથા તેઓના પિતૃઓ આજ દિવસ સુધી મારી વિરુદ્ધ પાપ કરતા આવ્યા છે.

  20. ¶ તેઓના વંશજો ઉદ્ધત તથા હઠીલા હૃદયના છે. તેઓની પાસે હું તને મોકલું છું. તું તેઓને કહેજે કે, પ્રભુ યહોવાહ એવું કહે છે કે,

  21. ભલે પછી તેઓ સાંભળે કે ન સાંભળે. તેઓ બંડખોર પ્રજા છે, તોપણ તેઓ જાણશે કે તેઓની વચ્ચે એક પ્રબોધક થઈ ગયો છે.

  22. ¶ હે મનુષ્યપુત્ર, તારે તેઓથી કે તેઓનાં વચનોથી બીવું નહિ. ભલે તારે ઝાંખરાં તથા કાંટાઓ વચ્ચે રહેવું પડે, તારે વીંછીઓ સાથે રહેવું પડે, તોપણ તું તેઓનાથી બીશ નહિ. જો કે તેઓ બંડખોર પ્રજા છે તોપણ તેઓના શબ્દોથી તારે ગભરાવું નહિ, કે તેઓના ચહેરાથી ભયભીત થવું નહિ.

  23. ¶ જોકે તેઓ મારા શબ્દો સાંભળે કે ન સાંભળે, તોપણ તારે તેઓને મારા વચન કહી સંભળાવવા, કેમ કે તેઓ તો બંડખોર પ્રજા છે.

  24. “હે મનુષ્યપુત્ર, મેં તને ઇઝરાયલી લોકો પર ચોકીદાર તરીકે નીમ્યો છે; તેથી મારા મુખમાંનાં વચન સાંભળ અને મારા તરફથી તેઓને ચેતવણી આપ.

  25. ¶ હે બેલ્શાસ્સાર તેમના પુત્ર આ બધું જાણ્યા છતાં આપ નમ્ર થયા નથી.