મુખ્ય સામગ્રી પર જાઓ

Psalms વિશે બાઇબલની કલમો

896 કલમો · 16 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચાં કરો; હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે ઊંચાં થાઓ, કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે!

  2. ગૌરવવાન રાજા તે કોણ છે? યહોવાહ, જે બળવાન તથા યુદ્ધમાં પરાક્રમી છે, તે જ.

  3. હે પ્રવેશદ્વારો, તમારાં માથાં ઊંચાં કરો; હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે પણ ઊંચાં થાઓ, કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે!

  4. આ ગૌરવવાન રાજા તે કોણ છે? યહોવાહ આકાશોના સર્વ સૈન્યોના માલિક એ જ ગૌરવવાન રાજા છે. સેલાહ.

  5. હે યહોવાહ, મારો ન્યાય કરો, કેમ કે હું પ્રામાણિકપણે ચાલ્યો છું; મેં યહોવાહ પર ભરોસો રાખ્યો છે અને હું ડગ્યો નથી.

  6. હે યહોવાહ, મારી કસોટી કરીને મારી પરીક્ષા કરો; મારા અંત:કરણની તથા મારા હૃદયની શુદ્ધતાની કસોટી કરો!

  7. કારણ કે તમારી કૃપા હું નજરે નિહાળું છું અને હું તમારા સત્ય માર્ગે ચાલતો આવ્યો છું.

  8. મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી હું ક્યારેય કપટીઓની સાથે જોડાયો નથી.

  9. હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું અને હું તેઓની સાથે બેસીશ નહિ.

  10. હું નિર્દોષપણામાં મારા હાથ ધોઈશ અને હે યહોવાહ, એ જ પ્રમાણે હું વેદીની પ્રદક્ષિણા કરીશ.

  11. જેથી હું આભારસ્તુતિનાં ગીત ગાઉં અને તમારાં સર્વ ચમત્કારી કામો પ્રગટ કરું.

  12. હે યહોવાહ, તમે જે ઘરમાં રહો છો તે અને તે જગ્યા કે જ્યાં તમારું ગૌરવ છે, તે મને પ્રિય છે.

  13. પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ ઘાતકી માણસોની સાથે મને મારી નાખશો નહિ.

  14. તેઓને હાથે ઉપદ્રવ થાય છે અને તેઓના જમણા હાથ લાંચથી ભરેલા છે.

  15. પણ હું તો પ્રામાણિકપણે વર્તીશ; મારા પર દયા કરીને મને છોડાવો.

  16. મારો પગ મેં સપાટ જગ્યા પર મૂકેલો છે; જનસમૂહમાં હું યહોવાહની સ્તુતિ કરીશ.

  17. યહોવાહ મારા ઉદ્ધારનાર તથા પ્રકાશ છે; હું કોનાથી બીહું? યહોવાહ મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનો ભય લાગે?

  18. જ્યારે દુરાચારીઓ અને મારા શત્રુઓ મારો સંહાર કરવા આવશે, ત્યારે તેઓ ઠોકર ખાઈને નીચે પડશે.

  19. જો કે સૈન્ય મારી સામે છાવણી નાખે, તોપણ હું મનમાં ડરીશ નહિ; જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઊઠે, તોપણ હું ઈશ્વર પર ભરોસો રાખીશ.

  20. યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે: કે યહોવાહનું ઘર મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન મારું નિવાસસ્થાન થાય, જેથી હું યહોવાહના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.

  21. કેમ કે સંકટના સમયે તેઓ મને પોતાના મંડપમાં ગુપ્ત રાખશે; તે પોતાના મંડપને આશ્રયે મને સંતાડશે. તે મને ખડક પર ચઢાવશે!

  22. પછી મારી આસપાસના શત્રુઓ પર મારું માથું ઊંચું કરવામાં આવશે અને હું તેમના મંડપમાં હર્ષનાદનાં અર્પણ ચઢાવીશ! હું ગાઈશ અને યહોવાહનાં સ્તોત્રો ગાઈશ!

  23. હે યહોવાહ, જ્યારે હું વિનંતી કરું, ત્યારે તે સાંભળો! મારા પર દયા કરીને મને ઉત્તર આપો!

  24. મારું હૃદય તમારા વિષે કહે છે કે, “તેમનું મુખ શોધો!” હે યહોવાહ, હું તમારું મુખ શોધીશ!

  25. તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ; કોપ કરીને તમે તમારા સેવકને તજી દેશો નહિ! તમે મારા સહાયકારી થયા છો; હે મારા ઉદ્ધારનાર ઈશ્વર, મને દૂર ન કરો અને મને તજી ન દો!